Today News in Gujarati, 31 January 2024, આજના તાજા સમાચાર : આજે બુધવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તરફથી મોટો કાનૂની દાવ રમવામાં આવ્યો છે. તેમણે ઈડીના અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત એએફઆઈઆર નોંધાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એફઆઈઆર સીએમ સોરેને એસસી-એસટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દિલ્હીમાં ઈડીના અધિકારીઓએ સીએમ સોરેનના આવાસ પર દરોડા પાડ્યા હતા, ત્યાંથી પણ મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. હવે આ જ કાર્યવાહી સામે તેમના વતી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેનની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.





















