scorecardresearch

હેલોવીન ફેસ્ટિવલ શું છે? તેની શરૂઆત ક્યારે થઇ? વાંચો તેના ઇતિહાસ અને બિહામણા પોશાકની પરંપરા વિશે

Halloween festival history and facts : દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ (south korea)માં 150થી વધારે લોકોના મોત થયા. આ ડરામણા હેલોવીન ફેસ્ટિવલના ઇતિહાસ (Halloween festival history) અને તેના રહસ્યો વિશે વાંચો…

હેલોવીન ફેસ્ટિવલ શું છે? તેની શરૂઆત ક્યારે થઇ? વાંચો તેના ઇતિહાસ અને બિહામણા પોશાકની પરંપરા વિશે

દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલમાં નાસભાગ મચવાથી 150થી વધારે લોકોના મોત નિપજ્યા છે. કોરોના મહામારી બાદ આ પહેલી વખત નો-માસ્ક ઉપરાંત કોઇ પણ પ્રકારના પ્રતિબધો વગર આ ફેસ્ટિવલની ઉજવણીમાં દેશ-વિદેશમાંથી 1 લાખથી વધારે લોકો એકઠાં થયા હતા. ગીચ વિસ્તાર અને ભારે ભીડ એકઠી થવાથી આ કરૂણ ઘટના ઘટી. પશ્ચિમના દેશોમાં ઉજવાતા આ હેલોવીન ફેસ્ટિવલનું સેલિફ્રેશન અત્યંત રોમાંચક અને રહસ્યભર્યુ છે. તો ચાલો જાણીયે આ હેલોવીન ફેસ્ટિવલના ઇતિહાસ અને તેની રહસ્યો વિશે…

હેલોવીન ફેસ્ટિવલ ક્યારે ઉજવાય છે?

હેલોવીનનું નામ સાંભળતા જ આપણા મગજમાં વિવિધ ડરામણા ચિત્રો ઉભરાવા લાગે છે. હેલોવીન ફેસ્ટિવલ એ એક ખ્રિસ્તી તહેવાર છે, જે દર વર્ષે ઓક્ટોબરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે તે 30 ઓક્ટોબર, એટલે કે આજે ઉજવાશે. ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર અને હેલોવીન જેવા અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે.

ક્યારે શરૂઆત થઇ

ઈતિહાસ મુજબ પશ્ચિમના દેશોમાં હેલોવીન-ડેની શરૂઆત 2000 વર્ષ પહેલા થઇ હોવાનું મનાય છે. લગભગ 2000 વર્ષ પહેલા સમગ્ર ઉત્તર યુરોપમાં ‘ઓલ સેટ ડે’ તરીકે ઉજવવામાં આવતો હતો. તે જ સમયે, કેટલાક ઇતિહાસકારો કહે છે કે હેલોવીન સેમહેન નામના પ્રાચીન સેલ્ટિક તહેવાર સાથે સંબંધિત છે. આ દિવસે એવી માન્યતા છે કે મૃતકોની આત્માઓ પૃથ્વી પર આવે છે અને જીવિત લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે. આ દુષ્ટ આત્માઓથી બચવા માટે લોકો રાક્ષસ જેવા વસ્ત્રો પહેરે છે. ઉપરાંત વિવિધ સ્થળોએ મશાલ સળગાવીને તેમાં જાનવરોના હાડકાં ફેંકવામાં આવે છે.

સોલ્ટિક કેલેન્ડરનો છેલ્લો દિવસ

હેલોવીનને ઓલ હેલોઝ ઈવ, ઓલ હેલોઝ ઈવનિંગ, ઓલ હેલોવીન અને ઓલ સેન્ટ્સ ઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ સેલ્ટિક કેલેન્ડરનો છેલ્લો દિવસ છે. તેને ઓલ સેન્ટ્સ ડે પણ કહેવામાં આવે છે જે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ઓલ હેલોવ્સ ઇવ એ ઓલ સેન્ટ્સ ડે પહેલાની સાંજ છે. જે હવે હેલોવીન ઈવ તરીકે ઓળખાય છે. આ તહેવારમાં મૂર્તિઓની પૂજા કરાતી હતી, પરંતુ કેટલાક પોપે તેને અન્ય ખ્રિસ્તી ધર્મ સાથે ભેળવવાનો પ્રયાસ કર્યો, પરિણામે ઓલ સેન્ટ્સ ડે અને હેલોવીન ડે એક જ દિવસે ઉજવવામાં આવે છે.

હેલોવીન ફેસ્ટિવલ કેવી રીતે ઉજવાય છે

હેલોવીન ડેની ઉજવણી કરવાની રીત તદ્દન અલગ છે. આ દિવસે લોકો ડરામણા કપડાં પહેરે છે અને ઘરે-ઘરે જાય છે અને કેટલીક કેન્ડી ભેટમાં આપે છે. આ દિવસે બાળકો કોળા જેવા આકારની થેલી લઈને ઘરે-ઘરે જાય છે. ઉપરાંત કોળામાં આંખ, નાક અને મોં કોતરે છે અને તેની અંદર મીણબત્તી મૂકે છે, જેથી તે ડરામણું દેખાય. ત્યારબાદ આ કોતરેલા કોળાને ભેગા કરીને દફનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ- દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલમાં નાસભાગ, મૃત્યુઆંક 151 પહોંચ્યો

ડરામણાં પહેરવેશ

આ દિવસની સૌથી વિશિષ્ટ ઓળખ એ છે કે લોકો આ તહેવારની ઉજવણી માટે વિવિધ પ્રકારના ડરામણાં પોશાક પહેરે છે, જે આ તહેવારની સંસ્કૃતિ છે. આ દિવસે લોકો રાક્ષસો, શેતાન, ભૂત, પિશાચ, ગ્રીમ રીપર, રાક્ષસો, મમી, હાડપિંજર, વેમ્પાયર, ચૂડેલ, ડાકણોના ડરામણાં પહેરવેશ પહેરીને – મેકઅપ કરીને આવે છે.

Web Title: Halloween festival history and facts know here all details