હરિયાણામાં 25 લાખ સુધીની મફત સારવાર, જૂની પેન્શન યોજના, આ લોકોને દર મહિને છ હજાર રૂપિયા, કોંગ્રેસે ઘોષણાપત્રમાં શું શું વચનો આપ્યા

Haryana Assembly Election Congress Manifesto : રાજસ્થાન સરકારની તર્જ પર પાર્ટીએ 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, સસ્તું શિક્ષણ અને મહિલાઓની સમસ્યાઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે.

Written by Ankit Patel
September 28, 2024 14:47 IST
હરિયાણામાં 25 લાખ સુધીની મફત સારવાર, જૂની પેન્શન યોજના, આ લોકોને દર મહિને છ હજાર રૂપિયા, કોંગ્રેસે ઘોષણાપત્રમાં શું શું વચનો આપ્યા
હરિયાણા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ મેનિફેસ્ટો - photo - X @INCHaryana

Haryana Congress Manifesto : હરિયાણામાં મતદાનના લગભગ એક અઠવાડિયા પહેલા કોંગ્રેસે શનિવારે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. આમાં જનતાને ઘણા મોટા અને લલચાવનારા વચનો આપવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારની તર્જ પર પાર્ટીએ 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, સસ્તું શિક્ષણ અને મહિલાઓની સમસ્યાઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે.

ગર્લ સ્ટુડન્ટ્સને ફ્રી પિંક મિની બસ અને પિંક ઈ-રિક્ષાની સુવિધા આપવામાં આવશે. ખેડૂત આયોગની રચના અને MSPની કાયદેસર ગેરંટી ખેડૂતોને આપવામાં આવી છે. ખેડૂતોના આંદોલનમાં જીવ ગુમાવનારાઓને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને સિંઘુ બોર્ડર પર સ્મારક બનાવવામાં આવશે. પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન બંધ કરવામાં આવશે.

પાર્ટીએ પાક નિષ્ફળ જવાના કિસ્સામાં તાત્કાલિક વળતર આપવાનું વચન પણ આપ્યું છે

કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ‘હાથ બદલેગા હાલાત’ નામનો પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જેમાં વિદેશમાં નોકરીઓ માટે હરિયાણા ફોરેન એમ્પ્લોયમેન્ટ બોર્ડ બનાવવાનું, સામાજિક સુરક્ષા યોજના હેઠળ વૃદ્ધો, અપંગો અને વિધવાઓને માસિક રૂ. 6,000 પેન્શન આપવા અને જૂની પેન્શન યોજના (ઓપીએસ) લાગુ કરવાનું વચન આપવામાં આવ્યું છે. હિમાચલ સરકારની તર્જ પર, તેમાં 18 થી 60 વર્ષની વયની મહિલાઓને દર મહિને 2,000 રૂપિયાનું વચન, ખેડૂતોને MSPની કાનૂની ગેરંટી અને પાક નિષ્ફળ જવાના કિસ્સામાં તાત્કાલિક વળતરનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના મેનિફેસ્ટોમાં શિક્ષણ, રોજગાર અને ખેડૂતોના કલ્યાણને લઈને ઘણા વચનો આપ્યા છે. પાર્ટીનું કહેવું છે કે તમામને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યુવાનોને રોજગાર આપવા તેની પ્રાથમિકતા રહેશે. ખેડૂત આયોગની રચના સાથે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી આપવામાં આવશે. યુવાનોના સ્થળાંતરને રોકવા માટે ખાસ વિભાગની રચના કરવામાં આવશે.

વંચિતોને 100 ચોરસ યાર્ડના પ્લોટ આપવા અને લઘુમતી પંચની રચના કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. આ સાથે હરિયાણામાં રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મજબૂત રમત નીતિ લાવવામાં આવશે, જેથી ખેલાડીઓને યોગ્ય પ્રોત્સાહન મળી શકે. કોંગ્રેસનું માનવું છે કે આનાથી રાજ્યમાં રમતગમતની પ્રતિભાનો વિકાસ થશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે.

આ પણ વાંચોઃ- ‘જે દેશની આંગળીઓની છાપ આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે, જેણે બાંગ્લાદેશમાં નરસંહાર કર્યો…’, ભારતે UNમાં પાકિસ્તાનને ફટકાર લગાવી

મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ખાતરી આપી હતી કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેના તમામ વચનો પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે આ મેનિફેસ્ટો માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ રાજ્યના વિકાસની બ્લૂ પ્રિન્ટ છે. ગેહલોતે એમ પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર બન્યા પછી મેનિફેસ્ટોની નિયમિત સમીક્ષા કરવામાં આવશે, જેથી તમામ વચનો સમયસર પૂરા થઈ શકે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ