Haryana Assembly Election Result 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બીજેપી એ સૌ કોઈને ચોંકાવતા પોતાની સરકાર બનાવી છે, અત્યાર સુધીનું પરિણામ જણાવી રહ્યું છે કે પાર્ટીની સ્પષ્ટ બહુમતી મળી રહી છે. હવે બીજેપી એ કોંગ્રેસનો મજાક બનાવવાનું પણ શરૂ કરી દીધુ છે. ભાજપના તમામ પ્રવક્તાઓ એ વાત પર મજાક ઉડાવી રહ્યા છે કે શરૂઆતના ટ્રેંડ બાદ જ કોંગ્રેસે ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ હતું.
બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વારે 8.30થી 9 વાગ્યે પવન ખેડા જલેબી વહેંચી રહ્યા હતા. 11થી 11.30 આવતા આવતા તેમના પ્રવક્તા ચૂંટણી આયોગને ભાંડવા લાગ્યા હતા. 12 વાગતા જ જયરામ રમેશ દેશની સંસ્થા પર સવાલો ઉઠાવા લાગ્યા અને 2 વાગતા જ દેશની જનતાના વિવેક પર પણ સવાલ ઉઠાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી જરૂરથી કરશે.
પૂનાવાલાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે ભલે હરિયાણા હોય કે જમ્મુ-કાશ્મીર, જનતાએ કોંગ્રેસ પાર્ટીને એક સાફ સંદેશ આપી દીધો છે કે, પહેલવાન, જવાન અને ખેડૂત પીએમ મોદીનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીની દુકાન નફરતની છે. એટલા માટે હરિયાણાની જનતાએ રાહુલ ગાંધીની તથાકથિત મોહબ્બતની દુકાનને બંધ કરી દીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં હરિયાણામાં અમારી ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે. આ ઐતિહાસિક જીત છે.
આ પણ વાંચો – નાયબ સિંહ સૈની ભાજપ માટે સાબિત થયા તારણહાર, શું ખટ્ટરની વિદાયથી ખુલ્યા પાર્ટીના દરવાજા?
ઉદ્ધવ જુથના નેતા પણ બીજેપીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
ઉદ્ધવ જુથની નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ બીજેપીને શુભેચ્છાઓ આપવાનું કામ કરી દીધુ છે. તેમની તરફથી કોંગ્રેસને જ અરિસો દેખાડવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે હાલમાં સંપૂર્ણ પરિણામ આવ્યું નથી. પરંતુ જે પ્રમાણે વસ્તુઓ દેખાઈ રહી છે, તેનાથી જાણકારી મળી છે કે આટલી એન્ટી ઇન્કમબન્સી હોવા છતા જો ભાજપ સરકાર બનાવી રહી છે તો હું તેમને શુભેચ્છા પાઠવી રહી છું કે તેમને આટલી સારી રીતે પ્રચાર કર્યો કે ગુસ્સામાં હોવા છતા લોકોએ તેમને વોટ આપ્યા એટલે કે ભાજપ પર વિશ્વાસ રાખ્યો. ક્યાંકને ક્યાંક કોંગ્રેસે પણ પોતાની રણનીતિ પર ધ્યાન આપવું પડશે કે જ્યારે ભાજપ સામે તેમનો સીધો મુકાબલો હોય છે તો તેઓ ક્યાં નબળા પડી જાય છે એવું કેમ છે તેના પર કામ કરે, પરંતુ હજુ પરિણામ આવવાનું બાકી છે.