Haryana Vidhan Sabha Election Results 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. પરિણામે તમામ એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, પરંતુ જેવા સવારે 8 વાગ્યાથી ટ્રેન્ડ્સ આવવા લાગ્યા કે તરત જ ગેમ બદલાતી દેખાઈ રહી હતી.
90 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 41 સીટો પર જીત મેળવી છે અને 7 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 33 બેઠકો પર જીત મેળવી છે અને 4 બેઠકો પર આગળ છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા સમગ્ર ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધીએ અનેક રેલીઓ અને વિજય સંકલ્પ યાત્રાઓ કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતો, જવાનો અને પહેલવાનોની નારાજગીના નેરિટિવ ચલાવવામાં આવ્યા હતા.
સેનાની ભરતીમાં અગ્નિવીર યોજનાના અમલ સામે ઉગ્ર વિરોધ થયો હતો. કોંગ્રેસેનું કહેવું હતું કે ચૂંટણીમાં તે મુદ્દો બની જશે. આ ઉપરાંત દિલ્હીના જંતર-મંતર પર થયેલા પહેલવાનોના આંદોલન અને તેના પહેલા લગભગ દોઢ વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના પ્રદર્શનના ભરોસે પણ કોંગ્રેસ પ્રયાસ કરી રહી હતી. પરંતુ પરિણામે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
રાજકીય નિષ્ણાંતો માને છે કે હરિયાણાની ચૂંટણીના બદલાયેલા વલણો પાછળ પાંચ મુખ્ય કારણો છે. જેના કારણે ભાજપ નબળો દેખાયા બાદ પણ મજબૂત રહ્યો અને તમામ પ્રયાસો છતાં કોંગ્રેસ કોઇ ચમત્કાર કરી શકી નહીં.
કોંગ્રેસની હારના મુખ્ય કારણો
હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકોમાંથી 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ વખતે આ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો મુકાબલો હજુ અકબંધ છે. કોંગ્રેસ 9 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 8 બેઠકો પર આગળ છે. આ એક મોટો આંકડો છે કારણ કે ગઈ વખતે તે માત્ર પાંચ બેઠકો જીતી હતી. દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ ગત વખતે ચાર અનામત બેઠકો જીતી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી. આ વખતે જેજેપીને એક પણ બેઠક મળી નથી.
હૂડા વિ. કુમારી શૈલજા વચ્ચે તકરાર
હુડ્ડા વર્સિસ કુમારી શૈલજાના મતભેદ કોંગ્રેસમાં ખુબ ચાલ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બંને નેતાઓના સંબંધોને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે એક રેલીમાં બંને નેતાઓનો હાથ પકડીને ઉંચા કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે બંને વચ્ચે સંબંધ ખરાબ નથી. આમ હોવા છતાં હુડ્ડા અને કુમારી શૈલજા બંને સીએમ પદનો દાવો કરી રહ્યા હતા. એટલું જ નહીં કુમારી શૈલજાએ એક ઇન્ટરવ્યુમાં તો એમ પણ કહ્યું હતું કે મારી તેમની સાથે ક્યારે વાત થઇ તે મને યાદ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે આવા ખુલ્લા મુકાબલાથી પાર્ટીને નુકસાન થયું છે.
આ પણ વાંચો – નાયબ સિંહ સૈની ભાજપ માટે સાબિત થયા તારણહાર, શું ખટ્ટરની વિદાયથી ખુલ્યા પાર્ટીના દરવાજા?
જાટ લોબીના વર્ચસ્વનો સંદેશો ગયો
કોંગ્રેસ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે જાટ નેતૃત્વને આગળ રાખ્યું છે. ભૂપિંદર સિંહ હુડ્ડા કમાન સંભાળી રહ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે તેમના કહેવા પર 72 ટિકિટ આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ રીતે તેમની કમાન લેવાથી જાટ લોબીના વર્ચસ્વનો સંદેશ ગયો હતો. આ સાથે અહિરવાલ બેલ્ટમાં યાદવો, બ્રાહ્મણો અને અન્ય ઘણા સમુદાયો એક થઈને ભાજ સાથે ગયા. આ ઉપરાંત કરનાલ, કુરુક્ષેત્ર અને હિસાર જેવા વિસ્તારોમાં પંજાબી સહિત અન્ય સમાજ ભાજપ તરફ વળ્યા હતા.
ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો
ભાજપે છ મહિના પહેલા હરિયાણાના મુખ્યમંત્રી બદલ્યા હતા. મનોહર ખટ્ટરને હરિયાણાના મુખ્યમંત્રી પદેથી હટાવીને લોકસભા ચૂંટણી લડાવ્યા હતા. તેઓ કેન્દ્રમાં મંત્રી બન્યા અને રાજ્યની કમાન નાયબ સિંહ સૈનીને આપવામાં આવી હતી. પરંતુ ખટ્ટરને પ્રચારથી દૂર રાખવામાં આવ્યા હતા. આ રીતે ભાજપે ખટ્ટરના ચહેરા પરથી નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. નવા ચહેરાઓ સાથે નવી આશાઓનું નિર્માણ થયું. આ જ કારણ છે કે પરિણામો ભાજપના પક્ષમાં ગયા.
કોંગ્રેસ અતિઉત્સાહી હતી, જ્યારે ભાજપે સમીકરણ બનાવ્યું
મહત્વની વાત એ છે કે, એક તરફ કોંગ્રેસના નેતાઓ અતિઉત્સાહી હતા, જ્યારે ભાજપ સામાજિક સમીકરણ જાળવી રાખતું રહ્યું હતું. ગુરૂગ્રામમાં પહેલીવાર બ્રાહ્મણ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા અને મહેન્દ્રગઢમાં યાદવને તક આપવામાં આવી. આ સિવાય ગુર્જર, સૈની, યાદવ સમુદાય વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. આ રીતે ભાજપ બિન જાટ ઓબીસી સમુદાયોમાં એકજૂથ થઈ છે અને તેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે.





