હાથરસ નાસભાગ : સ્થળ પર હાજર SDM એ રિપોર્ટ રજૂ કર્યો, જુઓ દુર્ઘટના મામલે શું ખુલાસા કર્યા?

Hathras stampede SDM Report : હાથરસ નાસભાગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 121 ના મોત થયા, આ દુર્ઘટના કેવી સર્જાઈ, શું થયું હતું તે સમયે કેવી રીતે ભીડ બેકાબુ થઈ, અને કેમ આટલા મોત થયા. એસડીએમ એ રિપોર્ટ રજૂ કર્યો.

Written by Kiran Mehta
July 03, 2024 14:54 IST
હાથરસ નાસભાગ : સ્થળ પર હાજર SDM એ રિપોર્ટ રજૂ કર્યો, જુઓ દુર્ઘટના મામલે શું ખુલાસા કર્યા?
હાથરસ નાસભાગ એસડીએમ રિપોર્ટ (ફોટો - એક્સપ્રેસ)

Hathras Stampede | હાથરસ નાસભાગ, મૌલશ્રી શેઠ : 2 લાખથી વધુ ભક્તો, ઉપદેશક ભોલે બાબાના પગની ધૂળ મેળવવાની હરીફાઈ, ત્યારબાદ અંધાધૂંધી અને ભીડથી બચવા માટે લોકો નજીકના ખુલ્લા મેદાનોમાં દોડવા લાગ્યા, માત્ર પડવા અને પાછળ થી દોડીને આવતા લોકોના પગ નીચે કચડાઈ ગયા, જેમાં અત્યાર સુધી 121 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે થયેલી નાસભાગ અંગેના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) રવીન્દ્ર કુમાર સિકન્દ્રા રાવના અહેવાલ દ્વારા કરવામાં આવેલા ઘણા અવલોકનોમાંથી આ કેટલાક છે.

SDM રવિન્દ્ર કુમાર સ્થળે હતા, રિપોર્ટ રજૂ કર્યો

કુમાર, જેઓ ફુલરાઈ ગામમાં સ્થાનિક ઉપદેશક નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા દ્વારા સંબોધિત સત્સંગમાં હાજર હતા, તેમણે તેમનો રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, આ રિપોર્ટ અંતિમ તારણોનો આધાર બનાવશે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુપરત કરવામાં આવશે. તેમણે ઉચ્ચ સ્તરીય સમિતિને આ ઘટના અંગે પોતાનો અહેવાલ દાખલ કરવા માટે 24 કલાકની સમયમર્યાદા આપી છે.

ભોલે બાબાની એક ઝલક અને ચરણોની ધૂળ ભેગી કરવા ભક્તોની પડાપડી

અહેવાલો અનુસાર, ઉપદેશક સ્થળ પરથી જતાની સાથે જ ભક્તો તેમની એક ઝલક મેળવવા તેમના વાહન તરફ દોડવા લાગ્યા હતા. ઘણા લોકોએ તેમના પગની ધૂળ એકઠી કરવાનો પણ પ્રયાસ કર્યો. જેમ જેમ ભીડ એકઠી થઈ, બાબાના અંગત સુરક્ષા કર્મચારીઓએ લોકોને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા, જેના કારણે ઝપાઝપી અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.

ભક્તો બચવા ખુલ્લા મેદાનમાં દોડ્યા, જે રસ્તો ઢાળવાળો હતો અને લપસ્યા એ પડ્યા

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ પછી ઘણા ભક્તોએ પોતાને બચાવવા માટે સત્સંગ પંડાલની સામે ખુલ્લા મેદાન તરફ ભાગવાનો ભયાવહ પ્રયાસો શરૂ કર્યા. પરંતુ રસ્તાથી ખેતરો તરફ જતો ઢોળાવનો રસ્તો લપસણો હતો. ભક્તો પડવા લાગ્યા અને ઉભા જ થઈ શક્યા નહીં, કારણ કે અન્ય લોકો પણ ખુલ્લા ખેતરમાં પહોંચવા માટે તેમના પર પગ મૂકી દોડવા લાગ્યા.

સત્સંગ પંડાલમાં 2 લાખથી વધુ ભીડ હતી

કુમારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2 જુલાઈ, 2024 ના રોજ સિકંદરરાઉથી એટાહ રોડ તરફ દક્ષિણ તરફના નેશનલ હાઈવે 91 પર ફુલારી મુગલગરી ગામ નજીક નારાયણ સાકર હરિનો સત્સંગ કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હું હાજર હતો. કુમારના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, સત્સંગ પંડાલમાં 2 લાખથી વધુ લોકોની ભીડ હાજર હતી. ઉપદેશક બપોરે 12.30 વાગ્યાની આસપાસ પંડાલમાં પહોંચ્યા અને લગભગ એક કલાક સુધી કાર્યક્રમ ચાલ્યો.

પાછળ, ડિવાઈડર પર અને રસ્તાની આજુ બાજુ પણ મોટી ભીડ હતી

રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “…ભોલે બાબા લગભગ 1.40 વાગ્યે પંડાલ છોડીને નેશનલ હાઈવે 91 પર એટા તરફ ગયા હતા. જ્યારે ભોલે બાબા બહાર આવ્યા ત્યારે ત્યાં આવેલા પુરુષો, મહિલાઓ અને બાળકોએ તેમના પગની ધૂળ તેમના કપાળ પર લગાવવાનું શરૂ કર્યું હતુ. તેમની એક ઝલક મેળવવા માટે જીટી રોડની બાજુમાં અને રસ્તાની વચ્ચેના ડિવાઈડર પર પહેલેથી જ મોટી ભીડ હતી.”

ઉપદેશકની ઝલક માટે લોકો વાહન તરફ દોડ્યા

કુમાર કહે છે કે, જ્યારે ઉપદેશક આગળ વધ્યા, ત્યારે તેમની પાછળ આવતા ભક્તો તેમજ રસ્તા અને ડિવાઈડરની બાજુમાં ઉભેલા લોકો તેમની એક ઝલક મેળવવા તેમના વાહન તરફ દોડવા લાગ્યા. આ જોઈને, ઉપદેશકના “વ્યક્તિગત બ્લેક કમાન્ડો” અને “સેવકો” એ ભીડને પાછળ ધકેલવાનું શરૂ કર્યું, અહેવાલમાં જણાવાયું છે.

ભીડ બેકાબૂ થઈ

અહેવાલો અનુસાર, કેટલાક ભક્તો આ દરમિયાન પડી ગયા, પરંતુ ભીડ બકાબુ થઈ ગઈ અને આગળ વધવાનું ચાલુ રાખ્યું, જેના કારણે અરાજકતા સર્જાઈ. SDM એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, અરાજકતાથી બચવા માટે ભક્તોએ પંડાલની સામેના ખુલ્લા મેદાનમાં જવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ મેદાનમાં રસ્તો લપસણો હતો. જેથી જ્યારે ટોળાએ ખુલ્લા મેદાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે મોટાભાગના ભક્તો પડી ગયા હતા.

ઢાળ વાળા રસ્તામાં લોકો પડ્યા, જે ઉભા જ ન થઈ શક્યા

કુમારના અહેવાલ મુજબ, જે લોકો પડ્યા હતા તેઓ ફરીથી ઉભા થઈ શક્યા ન હતા કારણ કે, રસ્તા પરથી ભીડ મેદાન તરફ દોડવા લાગી હતી, તેમના પર કૂદકા મારવા લાગી હતી, જેમાં ઘણી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોને ઈજા થઈ હતી. ઘટનાસ્થળે હાજર મહેસૂલ અને પોલીસ અધિકારીઓની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય ઉપલબ્ધ વાહનોમાં પડોશી હોસ્પિટલો અને સિકંદરૌના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.

કુમારના અહેવાલ મુજબ, મૃતકોમાંથી 89 ને સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીનાને ઇટાહ જિલ્લામાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના અહેવાલ મુજબ, 23 લોકો ઘાયલ થયા હતા, જેમની હાથરસની પંડિત દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ તેમજ અલીગઢની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો – Hathras Satsang Stampede: હાથરસમાં કેમ નાસભાગ મચી? સામે આવ્યું સાચું કારણ

નાસભાગમાં મૃતકો અને ઘાયલો અંગેના તેમના તાજેતરના અહેવાલમાં, રાહત કમિશનર, લખનૌની કચેરીએ બુધવારે સવારે જણાવ્યું હતું કે, મૃત્યુઆંક વધીને 121 થયો છે, જેમાંથી છ મૃતદેહોની ઓળખ નથી થઈ શકી. ત્રણ પુરુષો ઉપરાંત મૃતકોમાં મુખ્યત્વે મહિલાઓ અને કેટલાક બાળકો હતા. આ દરમિયાન 28 લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ