Chennai Heavy Rainfall: ચેન્નાઈમાં સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. સામાન્ય લોકોથી લઈ ખાસ લોકો, દરેક વ્યક્તિ વરસાદી આફતના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. સામાન્ય માણસની સાથે આ વખતે સેલેબ્સ પણ વરસાદી આફતથી બાકાત નથી. આ વરસાદના કારણે સાઉથના સુપરસ્ટાર રજીનીકાંત પણ પરેશાન છે. તેમના આલિશાન ઘરમાં વરસાદી પાણી ભરાયા છે. તેમના ઘર પાસેનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. આ પાણીથી રજનીકાંત પણ પરેશાન છે.
તરત જ શરૂ થયું કામ
રજનીકાંત ચેન્નઈના પોશ વિસ્તારમાં રહે છે. તે જે વિસ્તારમાં રહે છે ત્યાં ઉદ્યોગપતિની સાથે ઘણા લોકપ્રિય લોકો રહે છે. તે વિસ્તારમાં પાણી ભરાયાની જાણ મહાનગરપાલિકાના અધિકારીઓને થતાં જ તેઓએ તાત્કાલિક પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. એટલું જ નહીં રજનીકાંતના કર્મચારીઓ પણ પાણી દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છે. રજનીકાંતની સાથે તે વિસ્તારમાં રહેતા ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
33 વર્ષ પછી સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન અને રજનીકાંત
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંતે લાંબા સમય બાદ અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા છે. બંને 33 વર્ષ બાદ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા છે. આ ફિલ્મનું નામ છે વેટ્ટીયન. આ ફિલ્મમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચનની સાથે ફહદ ફૈસીલ અને રાણા દગ્ગુબાતી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને માત્ર 6 દિવસ જ થયા છે અને અત્યાર સુધીમાં તેણે વિશ્વભરમાં 264.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મ ટૂંક સમયમાં તેનું બજેટ પૂર્ણ કરશે. અઠવાડિયાના દિવસોમાં ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે પરંતુ સપ્તાહના અંતે તેણે સારી કમાણી કરી હતી. રજનીકાંત પાસે અત્યારે ઘણી ફિલ્મો છે. તે તેના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં તે તેની નવી ફિલ્મોની જાહેરાત કરશે.





