Israel Hezbollah War: 2024 મધ્ય પૂર્વ માટે નિર્ણાયક રહ્યું હતું. આ સમય દરમિયાન અહીં ભયંકર સંઘર્ષ અને યુદ્ધ થયા છે. લેબેનોનમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ લગભગ દસ વર્ષથી વોકી-ટોકીનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે તેઓ જેનો ઉપયોગ કરી રહ્યા છે તે એક દિવસ તેમના માટે ખૂબ જ જોખમી સાબિત થશે. હિઝબુલ્લાહ લડવૈયાઓને ખબર નહોતી કે તેઓ જે વોકી-ટોકીનો એકબીજાનો સંપર્ક કરી રહ્યા હતા તેની સાથે ચેડા કરવામાં આવ્યા હતા. તેમા ગમે ત્યારે વિસ્ફોટ થઇ શકે છે.
બીબીસીના રિપોર્ટ મુજબ આ વર્ષે સપ્ટેમ્બરમાં લેબેનોનમાં પેજર્સ અને વોકીટોકીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. ઇઝરાયલના બે પૂર્વ એજન્ટોએ જણાવ્યું હતું કે મોસાદે વોકી-ટોકીમાં વપરાતી બેટરીની અંદર એક ડિવાઇસ છુપાવ્યું હતું. વૉકી-ટૉકી મોટાભાગે શર્ટ ઉપરના ખિસ્સા પાસે મૂકવામાં આવે છે.
નકલી કંપની બનાવવામાં આવી
હિઝબોલ્લાહે લગભગ 10 વર્ષ પહેલા ખૂબ જ ઊંચી કિંમતે 16000 વોકી ટોકી ખરીદ્યા હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ વોકી ટોકી નકલી કંપની પાસેથી ખરીદવામાં આવ્યા હતા. એજન્ટોએ જણાવ્યું હતું કે, “અમે સપ્લાય ચેઇનનો કબજો લેવા માટે શેલ કંપનીઓ બનાવીએ છીએ. અમે એક નકલી કંપની બનાવીયે છીએ. મોસાદને માહિતી મળી હતી કે તે સમયે હિઝબુલ્લાહ ગોલ્ડ અપોલો નામની તાઇવાનની કંપની પાસેથી પેજર ખરીદી રહ્યો છે. ત્યારે આ પછી તેણે આ કંપનીના નામે નકલી કંપની બનાવી હતી. પેજર બનાવવામાં તેણે વિસ્ફોટકો લગાવવાનું કામ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : મોસાદ શું છે? તેને વિશ્વની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સી કેમ કહેવાય છે?
પેજર બ્લાસ્ટ બાદ ઈઝરાયલનું મોસાદ શંકાના દાયરામાં
સૌથી મહત્વની વાત એ છે કે આ પેજર્સમાં એટલું જ વિસ્ફોટક નાખવામાં આવ્યું હતું જેટલું વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. મોસાદે પેજર્સ માટે રિંગ ટોનની પસંદગી પણ કરી હતી. આ પેજર્સનો લેબેનોનમાં બહોળા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. જેથી હિઝબોલ્લાહ તેની જાળમાં ફસાઈ શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિઝબોલ્લાહે 2024 સુધીમાં લગભગ 5000 પેજર્સ ખરીદ્યા હતા. આ હુમલાઓ ઇઝરાઇલ થી થયા હતા જ્યારે મોસાદને ડર હતો કે હિઝબુલ્લાહ તેમના પર શંકા કરવાનું શરૂ કરી રહ્યું છે.





