Khatu shyam viral Video: રાજસ્થાનના સીકર સ્થિત પ્રસિદ્ધ ખાટૂશ્યામ મંદિર વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે ચર્ચાનું કારણ અહીં આવેલા શ્રદ્ધાળુંઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે થયેલી માારામારી છે. બે પક્ષો વચ્ચે થયેલી મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને પક્ષો એકબાજા પર લાકડીઓ વરસાદી રહ્યા છે.
આ કોઈ પ્રથમવાર નથી, જ્યારે ખાટૂશ્યામ મંદિરમાં આવુ થયું હોય. થોડા સમય પહેલા મંદિર પરિસરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુંઓ પર લાકડીઓ વરસાવવાનો વીડિયો વાયરલ થયો હતો. મંદિર સમિતિએ આ અંગે સંજ્ઞાન લેવાની વાત કરી હતી. પરંતુ વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. આ વખતે થયેલી મારામારી શ્રદ્ધાળુંઓ અને દુકાનદાર વચ્ચે થઈ હતી.
વાયરલ વીડિયોમાં ભયાનક મારામારીના દ્રશ્યો
હાલમાં જે મારામારીનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ રહી છે. કેવી રીતે મહિલાઓ અને પુરૂષો સતત સામસામે એકબીજા પર દંડાઓ વરસાવી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે કેટલાક લોકો, જેમને કથિર રીતે દુકાનદારો અને ભક્તો કહેવામાં આવી રહ્યા છે તેઓ એકબીજાને લાકડીઓ મારી રહ્યા છે. તેમની વચ્ચે જે પણ આવી રહ્યું છે તેને માર મારવામાં આવી રહ્યો છે. આ મારામારીમાં મહિલાઓને પણ લાકડીઓ મારવામાં આવી રહી છે.