Pahalgam Terror Attack: પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર બાંગ્લાદેશી યુવાનની પત્નીને અપાઇ ભારતીય નાગરિકતા

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં કોલકાતાના રહેવાસી બિતાન અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો. હવે ગૃહ મંત્રાલયે તેમની પત્ની સોહેની રોયને ભારતની નાગરિક્તા આપી છે.

Written by Rakesh Parmar
Updated : May 12, 2025 19:22 IST
Pahalgam Terror Attack: પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર બાંગ્લાદેશી યુવાનની પત્નીને અપાઇ ભારતીય નાગરિકતા
ગૃહ મંત્રાલયે સોહેની રોયને ભારતની નાગરિક્તા આપી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં કોલકાતાના રહેવાસી બિતાન અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો. હવે ગૃહ મંત્રાલયે તેમની પત્ની સોહેની રોયને ભારતની નાગરિક્તા આપી છે. પોતાના પતિની મૃત્યુ બાદ બિતાન અધિકારીના પરિવારના સભ્યોના એક વર્ગે સોહેનીની નેશનાલિટીને લઈ સવાલો કર્યા હતા.

કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજૂમદારે નાગરિક્તા અધિનિયમ 1955 અંતર્ગત સોહેની રોયને સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશનને સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. આ ડોક્યૂમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સોહિનીનો જન્મ નારાયણગંજ બાંગ્લાદેશમાં થયો હતો અને તે જાન્યુઆરી 1997માં દેશમાં આવી હતી. મજુમદારે કહ્યું કે, સોહિનીએ ઘણા સમય પહેલા બિતાન અધિકારી સાથે લગ્ન કર્યા હતા. અને તેના પછી ભારતની નાગરિક્તા માટે અરજી કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા સુકાંત મજુમદારે કહ્યું,’ભારત સરકારે નાગરિક્તાના આ આવેદનને સ્વીકાર કર્યો છે. મેં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂં છું. પહેલગામમાં બિતન બાબૂની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી. કેન્દ્ર સરકારે તેને નાગરિક્તા આપીને સોહિનીને જીવનની નવી રાહ આપી છે’.

બિતન અધિકારીની હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે અમેરિકાના ફ્લોરિડામાં કામ કરતા આઇટી કર્મચારી બિતન અધિકારીની 22 એપ્રિલના રોજ પહેલગામમાં તેમની પત્નીની સામે હત્યા કરવામાં આવી હતી. બિતન અધિકારીના પરિવારના સભ્યો, જેમાં તેના વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થાય છે, કોલકાતાના પટુલીમાં રહે છે. પશ્ચિમ બંગાળ સરકારે પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે અને વળતરની રકમ મૃતકના માતા-પિતા અને પત્ની વચ્ચે વહેંચવામાં આવશે. આ દુર્ઘટના બાદ શાસક પક્ષ અને વિપક્ષ બંનેના ઘણા રાજકારણીઓ અધિકારી પરિવારને મળ્યા છે અને સમર્થનની ખાતરી આપી છે.

આ પણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રીએ કંગના રનૌતને ધમકી આપી, ‘મારા એક મુક્કો કાફી છે’

ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું

જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. તેમાંથી ત્રણ બંગાળના પણ હતા. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. પાકિસ્તાન તરફથી ઘણા ડ્રોન પણ છોડવામાં આવ્યા હતા. જોકે, ભારતે પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને યોગ્ય જવાબ આપ્યો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ