એરફોર્સ ચીફે કહ્યું – ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 4-5 લડાકુ વિમાન તોડી પાડ્યા, સંભવત F-16 નષ્ટ કર્યું

Operation Sindoor : ભારતના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળોએ પાકિસ્તાનના 4-5 લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. આ સાથે સંભવત એફ-16 પણ નષ્ટ કરી દીધું હોય

Written by Ashish Goyal
Updated : October 03, 2025 16:07 IST
એરફોર્સ ચીફે કહ્યું – ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 4-5 લડાકુ વિમાન તોડી પાડ્યા, સંભવત F-16 નષ્ટ કર્યું
ભારતના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ (ANI)

Operation Sindoor : ભારતના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ભારતીય વાયુસેનાના 93મા સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમ બાદ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન અમર પ્રીત સિંહે ઓપરેશન સિંદૂર વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન ભારતીય દળોએ પાકિસ્તાનના 4-5 લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. આ સાથે સંભવત એફ-16 પણ નષ્ટ કરી દીધું હોય.

પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓના સંકલનનું પ્રતિબિંબ હતું. જે દુનિયાએ જોયું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એર ચીફ માર્શલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સુદર્શન ચક્ર વિશે કહ્યું કે ત્રણેય સેનાઓએ એર ડિફેન્સ સિસ્ટમ પર કામ શરૂ કરી દીધું છે.

આ સાથે એર ચીફ માર્શલે કહ્યું કે પહેલગામમાં જે બન્યું તે પછી અમે નિર્ણય લીધો કે અમારે પાકિસ્તાનની હરકતો માટે તેમને કિંમત ચુકવવી પડશે, જેથી નિર્દોષોની હત્યાનો બદલો લઈ શકાય. સશસ્ત્ર દળોને સ્પષ્ટ સૂચનાઓ અને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો અને ભારતીય વાયુસેના મુખ્ય હિસ્સેદાર હતી. ઇતિહાસમાં એ વાત નોંધાશે કે આ એક એવું યુદ્ધ હતું જે ખૂબ જ સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે શરૂ થયું હતું અને તે વધુ સમય અને ઝડપથી સમાપ્ત થઈ ગયું હતું.

દુનિયાએ આપણી પાસેથી શીખવાની જરૂર છે: ભારતીય વાયુસેના પ્રમુખ

તેમણે કહ્યું કે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં શું થઈ રહ્યું છે. અમે તેમને એવી સ્થિતિ સુધી પહોંચાડી શક્યા હોત જ્યાં તે તેઓ યુદ્ધવિરામની માંગ કરી રહ્યા હોત અથવા તેઓ યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરત. સાથે આપણે એક રાષ્ટ્ર તરીકે તે દુશ્મનાને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો કારણ કે આપણા પોતાના ઉદ્દેશ્યો હતા. આ એક એવી વસ્તુ છે જે વિશ્વએ આપણી પાસેથી શીખવાની જરૂર છે.

આ પણ વાંચો – વિદેશમાં ભારતીય લોકતંત્ર પર રાહુલ ગાંધી ફરી બોલ્યા, ભાજપે કહ્યું – લીડર ઓફ પ્રોપેગેન્ડા

ભારતીય વાયુસેના પ્રમુખે વધુ એસ -400 સિસ્ટમ ખરીદવાની ભારતની યોજના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે એસ -400 એક સારું પ્લેટફોર્મ સાબિત થયું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન પર વાયુસેના પ્રમુખે કહ્યું કે હવામાં અમારી પાસે AWACS અને 4 થી 5 લડાકુ વિમાનોના લાંબા અંતરના હુમલાના પુરાવા છે.

મીડિયાનો આભાર

ઓપરેશન સિંદૂરમાં મીડિયાની ભૂમિકા અંગે એર ચીફ માર્શલે કહ્યું કે ભારતના આ અભિયાન દરમિયાન મીડિયાએ મોટી ભૂમિકા ભજવી હતી કારણ કે ઘણા ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા હતા અને તમે બધાએ ખોટી માહિતીને દૂર કરીને અમને સાથ આપ્યો હતો. હું અમારા મીડિયાનો આભાર માનું છું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ