IE 100 2024: સૌથી શક્તિશાળી 100 ભારતીયોમાં 9 ગુજરાતી, જાણો કોણ છે આ વ્યક્તિઓ અને તેમનું યોગદાન

IE Top 100 Powerful Indians List : ભારતના ટોચના 100 શક્તિશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમા 9 ગુજરાતી છે. આ યાદીમાં રાજકારણ, ઉદ્યોગ-વેપાર, રમતગમત, મનોરંજન સહિત વિવિધ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા દેશના અગ્રણી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Written by Ajay Saroya
March 01, 2024 00:05 IST
IE 100 2024: સૌથી શક્તિશાળી 100 ભારતીયોમાં 9 ગુજરાતી, જાણો કોણ છે આ વ્યક્તિઓ અને તેમનું યોગદાન
Mukesh Ambani PM Narendra Modi Gautam Adani : મુકેશ અંબાણી, પીએમ નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી (Photo - Social Media)

IE Top 100 Powerful Indians List : ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજકારણ, ઉદ્યોગ-વેપાર, રમતગમત, મનોરંજન સહિત વિવિધ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા દેશના અગ્રણી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સ્થાને છે. આ યાદીમાં પીએમ મોદી સહિત ઘણા ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જાણીયે આ પાવરફુલ ગુજરાતી કોણ છે

નરેન્દ્ર મોદી (નં-1 પાવરફુલ વ્યક્તિ)

Narendra-Modi | PM Narendra-Modi | PM Modi
Narendra Modi : નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે. (Photo – PMO)

નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે. 73 વર્ષીય પીએમ મોદી ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં પ્રથમ ક્રમે છે.

કેમ શક્તિશાળી વ્યક્તિ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર મજબૂત નહીં તેમનું કદ પણ ઘણું ઉંચુ થઇ રહ્યું છે. તે ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા છે. તેઓ બે વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. મોદીએ ભાજપ માટે લોકસભા ચૂંટણી 2024માં 370 સીટનો ટાર્ગેટ મૂક્યો છે, જેમાં મોદી લહેર મોટી ભૂમિકા ભજવશે. સામાજીક કલ્યાણ, વિકાસદરને વેગ, ફુગાવાને અંકુશમાં રાખવો અને વિશ્વમાં ભારતને એક ખાસ સ્થાન અપાવવામાં મોદીએ ઘણી મહેનત કરી છે. ઉપરાંત કલમ 370 નાબૂદ કરવી અને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સહિતના સાહસિક કાર્યો પાર પાડ્યા છે. સત્તાનું કેન્દ્રીકરણ, કોંગ્રેસ વિરુદ્ધ સરકારી એજન્સીઓનો ઉપયોગ, સંસ્થાઓને નબળી પાડવી, લઘુમતી પ્રતિનિધિત્વ – જેવા મુદ્દે મોટાભાગે આલોચના થાય છે.

પાવર પંચ

પીએમ મોદીએ દિલ્હીમાં જી20 સમિટના સફળ આયોજન સાથે વૈશ્વિક સ્તરે સ્વીકૃત્તિ હાંસલ કરી; અને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરીને, વ્યાપક અને સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે, તેમના માટે ધર્મ સાથે રાજ્યનું જોડાણ એ એક રેખાનું ઉલ્લંઘન નથી – તે ફક્ત નવી રેખા દોરે છે.

ભવિષ્યની નીતિ

પીએમ નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2024માં એનડીએને 400 બેઠક અપાવવાનો ભાર પોતાના ખભા પર ઉઠાવ્યો છે. જો તેઓ સરકારમાં પાછા ફરે છે, તો તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના તેમના વચનના અમલ અને રાજકારણમાં કયા નવા પ્રકરણો લખશે? તે કેવી રીતે સીમાંકન, કેન્દ્ર-રાજ્ય સંબંધો અને સામાજિક સમરસતાના ચક્રને તેના વારસાને આકાર આપશે?

સોશિયલ મીડિયા X ફોલઅર્સ : @narendramodi 95.6M ફોલોઅર્સ

અમિત શાહ (નં-2 પાવરફુલ વ્યક્તિ)

અમિત શાહ ભારતના ગૃહ મંત્રી છે. 59 વર્ષીય અમિત શાહ ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં બીજા ક્રમે છે.

Amit Shah
Amit Shah : અમિત શાહ ભારતના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી છે. (Photo – amitshah.co.in)

કેમ પાવરફુલ વ્યક્તિ છે?

તેઓ ભલે ભાજપના પક્ષના વડા ન હોય, પરંતુ અમિત શાહ પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર છે, તેઓ પક્ષને સંચાલન કરે છે કારણ કે, તેમણે હિન્દી હાર્ટલેન્ડ – મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા મેળવી છે – અને દક્ષિણના રાજ્યો અને પશ્ચિમ બંગાળ સહિતના નવા વિસ્તારોમાં સરકાર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. વડા પ્રધાન સાથેના તેમના લાંબા રાજકીય-વ્યક્તિગત સંબંધો અને તેમના કદમાં વધારો તેમને શક્તિશાળી વ્યક્તિ બનાવે છે.

પાવર પંચ

અમિત શાહે ભારતની બ્રિટિશ-યુગની ક્રિમિનલ ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવનારા ત્રણ બિલો રજૂ કર્યા. આ ફેરફારને તેમણે નવા કાયદાઓને “દેશના ગૌરવ” સાથે જોડ્યા છે. ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનું 370 બેઠક જીતવાનો લક્ષ્યાંક છે, જેને જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય સાથે જોડવામાં આવી છે. ઉપરાંત આનો સંબંધ અન્ય બિલ સાથે છે, જે શાહે 2019માં રજૂ કર્યો હતો – જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ જેના પરિણામે કલમ 370 નાબૂદ થઈ, જે ભાજપનું અત્યાર સુધીનું સૌથી મોટુ લક્ષ્યં છે. જેને નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવે છે.

ભવિષ્યની નીતિ

નાગરિકતા (સુધારા) અધિનિયમ પર રાજકીય વિવાદ વચ્ચે તેનો અમલ અટકી ગયો છે. મહત્વપૂર્ણ વસ્તી ગણતરી અને NPR ગણતરીઓ અટકી ગઇ છે. શાહે ગૃહ મંત્રી તરીકે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હિંસા અટકે તેવા પગલાં લેવા જોઈએ. કારણ કે હવે જમ્મુમાં પણ આતંકવાદી પ્રવૃતિ ફેલાઈ રહી છે અને રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવી જોઈએ. મણિપુર ભડકે બળી રહ્યું છે, વિકાસના કામો અટકી ગયા છે.

સોશિયલ મીડિયા X ફોલોઅર્સ : @amitshah 34.5M ફોલોઅર્સ

ગૌતમ અદાણી (નં-61 પાવરફુલ વ્યક્તિ)

ગૌતમ અદાણી ગુજરાતી ઉદ્યોગપતિ છે અને અદાણી ગ્રૂપના ચેરમેન છે. 61 વર્ષીય ભારતના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ 100 શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં 10માં ક્રમે છે.

Gautam Adani | Adani Group
Gautam Adani : ગૌતમ અદાણી ગુજરાતી ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. (Photo – adani.com)

કેમ પાવરફુલ વ્યક્તિ છે?

ગૌતમ અદાણી 101 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી જૂથે એક્વિઝિશન અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ દ્વારા સિમેન્ટ, પાવર, એરપોર્ટ, ગ્રીન એનર્જી, પોર્ટ્સ, પાવર અને ગેસ વિતરણ જેવા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ કરી છે. વિપક્ષ પાર્ટીએ ગૌતમ અદાણી પર શાસક પક્ષ સાથે ગાઢ સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.

પાવર પંચ

હિંડનબર્ગ રિસર્ચ ફર્મે જાન્યુઆરી 2023માં ગૌતમ અદાણી સામે કથિત આક્ષેપ કરતો એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ શેરમા ગેરરીતિ, કૌભાંડ સહિત વિવિધ નિયમોનું ઉલ્લંધન કરવાનો આરોપ મૂક્યો છે. તે સમયે અદાણી ગ્રૂપની કંપનીઓનો મોટો ફટકો લાગ્યો હતો. જો કે, હિંડનબર્ગ વિવાદના એક વર્ષ બાદ અદાણી ગ્રૂપ મક્કમતા સાથે ફરી બેઠું થવા પ્રયત્નશીલ છે અને અદાણીની કંપનીઓના શેરમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે.

ભવિષ્યની નીતિ

અદાણી ગ્રૂપ પોર્ટ, પાવર, ગ્રીન એનર્જી અને એરપોર્ટમાં રૂ. 7 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા સેક્ટરમાં પ્રવેશ સાથે અદાણી ગ્રૂપ વિવિધ સેક્ટરમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

સામાજિક મીડિયા X ફોલોઅર્સ : @gautam_adani 1M અનુયાયીઓ

મુકેશ અંબાણી (નં-11 પાવરફુલ વ્યક્તિ)

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. 66 વર્ષીય ભારતના ધનિક વ્યક્તિ આ 100 પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં 11માં ક્રમે છે.

Mukesh Ambani | RIL
Mukesh Ambani : મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે. (Photo – mukeshambani.offical Insta)

કેમ પાવરફુલ વ્યક્તિ છે?

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી યુએસ 109 અબજ ડોલરની નેટવર્થ સાથે સૌથી ધનિક ભારતીય છે. તેમણે ન્યૂ એનર્જી, પુનર્ગઠન અને ઉત્તરાધિકાર આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને ફ્લેગશિપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ને મજબૂત બનાવ્યું છે. RILનું માર્કેટ કેપિટલાઇઝેશન તાજેતરમાં રૂ. 20 લાખ કરોડને સ્પર્શ્યું હતું, જે તેને દેશની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બનાવે છે. RIL દ્વારા સમર્થિત BharatGPT, હવે ભારત માટે હનુમાન નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ લોન્ચ કરવા માટે તૈયાર છે.

પાવર પંચ

મુકેશ અંબાણીએ તેમની ફાઇનાન્સિયલ સર્વિસ ફર્મ – જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસ (JFS) ને ડિમર્જ કરી અને તેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી છે. JFS હવે મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. તેઓ તેમના સંતાનનો RILના બોર્ડમાં સમાવેશ કર્યો અને મહત્વપૂર્ણ હોદ્દાની સાથે જવાબદારી સોંપી છે. આકાશ અંબાણી ડિજિટલ સેગમેન્ટ (Jio), પુત્રી ઈશા અંબાણી રિટેલ આર્મ અને અનંત એનર્જી બિઝનેસ સંભાળે છે.

ભવિષ્યની નીતિ

મુકેશ અંબાણી આરઆઈએલની પેટાકંપનીઓ જિયો પ્લેટફોર્મ અને રિટેલ આર્મની અલગ-અલગ એન્ટિટી બનાવે અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવે તેવી શક્યતા છે. તેઓ જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરી રહ્યા છે, જે વિશ્વની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હશે.

મુકેશ અંબાણી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવતા નથી.

મનસુખ માંડવિયા (નં-23 પાવરફુલ વ્યક્તિ)

મનસુખ માંડવિયા ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ; રસાયણ અને ખાતર મંત્રી છે. ભારતના 100 પાવરફુલ વ્યક્તિની યાદીમાં 23માં ક્રમે છે.

Mansukh Mandaviya
Mansukh Mandaviya : મનસુખ માંડવિયા ભારત સરકારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે. (Photo – mansukhmandaviya.in)

કેમ શક્તિશાળી વ્યક્તિ છે?

આરોગ્ય મંત્રી તરીકે, તેઓ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા જેવી સરકારની મુખ્ય યોજનાઓને અમલમાં મૂકવા અને લોકોને પરવડે તેવા ભાવે ગુણવત્તા યુક્તિ દવા પૂરી પાડવા માટે જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. આયુષ્માન ભારત કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અત્યાર સુધી 2.6 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને 10,000 થી વધુ જનઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની સંખ્યા વધી 25,000 સુધી પહોંચવાની આશા છે. આનાથી લોકોને ઘણી મદદ મળી હોવાનો અંદાજ છે અને 10 વર્ષમાં લગભગ 25,000 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.

પાવર પંચ

મનસુખ માંડવિયાએ સ્વદેશી ઉત્પાદન, સંશોધન અને વિકાસ ઉપર ભાર મૂક્યો છે. રસાયણ અને ખાતર મંત્રી તરીકે, તેઓ નેનો યુરિયા અને નેનો ડીએપી સાથે ભારતને આત્મનિર્ભરતા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભવિષ્યની નીતિ

તેઓ દેશભરમાં અન્ય પ્રકારના રસીકરકણ માટે CoWIN-જેવા વેક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવા માંગે છે. સરકાર વધુ કોલેજો સ્થાપીને, ડિજિટલ સિસ્ટમ દ્વારા ફેકલ્ટીની ઉપલબ્ધતાની ખાતરી કરીને અને લાયસન્સિયેટ પરીક્ષા શરૂ કરીને તબીબી શિક્ષણમાં સુધારો કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

સોશિયલ મીડિયા પર X ફોલોઅર : @mansukhmandviya 637.7K ફોલોઅર્સ

સીઆર પાટીલ (નં-67 પાવરફુલ વ્યક્તિ)

સીઆર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લોકસભા સાંસદ છે.

CR Patil
CR Patil : સીઆર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે. (Photo – crpatil insta)

કેમ શક્તિશાળી વ્યક્તિ છે?

પીએમ મોદીના નજીકના સહયોગી, સીઆર પાટીલ, મહારાષ્ટ્રના મૂળ હોવા છતાં ગુજરાતમાં મજબૂત હાજરી ધરાવે છે. 2023માં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સીઆર પાટીલને ગુજરાત ભાજપ વડા તરીકે હટાવવામાં આવશે તેવી અટકળો હતી, પરંતુ ભાજપે કોઇ જોખમ લેવાનું ટાળ્યું અને 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યનું નેતૃત્વ કરવા માટે તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રાખ્યા છે.

પાવર પંચ

2022માં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સામે બળવા દરમિયાન, એકનાથ શિંદેની આગેવાની હેઠળના હરીફ જૂથે કડક સુરક્ષા હેઠળ સુરતના એક રિસોર્ટમાં પડાવ નાખ્યો હતો. જેની સંપૂર્ણ તૈયારી સીઆર પાટીલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. પૂર્વ પોલીસકર્મીનો એવો દબદબો છે કે પાટીલ સામે કથિત બદનક્ષી અભિયાનમાં સામેલ પક્ષના લોકો સુરત ક્રાઈમ બ્રાન્ચ તરફથી તપાસનો સામનો કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસના ઘણા નેતાઓ માત્ર ભાજપમાં જાડાયા નથી પરંતુ તેમને પક્ષમાં મંત્રીપદ પણ આપવામાં આવ્યા છે.

ભવિષ્યની નીતિ

ભાજપે 2014 અને 2019માં રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી અને હવે ત્રીજી ટર્મ માટે તૈયારી કરી રહ્યા છે. પીએમ મોદીએ ગુજરાતમાં હેટ્રિક મેળવવા માટે પાટીલ પર ફરી વિશ્વાસ મૂક્યો છે. પાટીલે દરેક ઉમેદવાર માટે પાંચ લાખ મતોના માર્જિનથી વિજયનું લક્ષ્ય રાખ્યું છે. તેમને રાષ્ટ્રીય રાજકારણમાં પણ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

સોશિયલ મીડિયા X પર ફોલોઅર્સ : @CRPAatil 509.2K ફોલોઅર્સ

ભૂપેન્દ્ર પટેલ (નં-61 પાવરફુલ વ્યક્તિ)

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી છે. 61 વર્ષીય પટેલ ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં 71માં ક્રમે છે.

Bhupendra Patel | CM Bhupendra Patel | CM Gujarat Bhupendra Patel
Bhupendra Patel : ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે. (Photo – CMOGujarat)

કેમ પાવરફુલ વ્યક્તિ છે?

2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, ગુજરાતે બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના પ્રથમ ઓફશોર કેમ્પસનું ઉદઘાટન જોયું અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિનું સફળ આયોજન કર્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળના લગભગ અઢી વર્ષમાં પટેલ બિન-વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે. ગુજરાત 2036માં ઓલિમ્પિકની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે અને 2026માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની છે ત્યારે તેઓ અગ્રણી નેતા તરીકે ઉભી આવી શકે છે.

પાવર પંચ

ભૂપેન્દ્ર પટેલની આગેવાની ગુજરાત સરકારે ઉદ્યોગ – ધંધાને વેગ આપવા અને દારૂ પ્રતિબંધના નિયમ હળવા કરતા ગિફ્ટી સિટીમાં વાઇન-એન્ડ-ડાઇન ફેસિલિટી ખોલવા જેવા ઘણા સાહસિક પગલાં લીધા છે.

ભવિષ્યની નીતિ

સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે 2024ની લોકસભા ચૂંટણી આગામી પડકાર હશે. ભાજપની નજર 2014 અને 2019માં વધુ વોટ માર્જિન સાથે ક્લીન સ્વીપ નોંધાવ્યા બાદ ગુજરાતમાં તમામ 26 બેઠક જીતવાની હેટ્રિક હાંસલ કરવા પર છે. જેમાં ગુજરાતના સીએમ તરીકે પટેલની કામગીરી મુખ્ય ભૂમિકા ભજવશે.

સોશિયલ મીડિયા X પર ફોલોઅર્સ : @Bhupendrapbjp 581.9K ફોલોઅર્સ

પ્રફુલ ખોડા પટેલ (નં-66 પાવરફુલ વ્યક્તિ)

પ્રફુલ ખોડા પટેલ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર છે. 66 વર્ષીય પ્રફુલ ખોડા પટેલ ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં 89માં ક્રમે છે. તેઓ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પદે રહી ચૂક્યા છે.

Praful Khoda Patel
Praful Khoda Patel : પ્રફુલ ખોડા પટેલ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને હાલ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના બિનચૂંટાયેલા વહીવટીકર્તા છે. (Photo – @prafulkpatel)

કેમ પાવરફુલ વ્યક્તિ છે?

પ્રફુલ ખોડા પટેલના નિર્ણયોથી ઘણા વિવાદો સર્જાયા છે. અવારનવાર વિવાદો – પછી ભલે તે ગૌહત્યા અને વેચાણ પર પ્રતિબંધ હોય, અસામાજિક પ્રવૃત્તિઓના નિયમન માટે ગૌમાંસનું પરિવહન અને સંગ્રહ હોય – અને લક્ષદ્વીપના રહેવાસીઓનો વિરોધ હોય – તેમની સત્તામાં ઘટાડો થયો નથી. પ્રફુલ ખોડા પટેલ પીએમ મોદીના વિશ્વાસુ પૈકીના એક હોવાનું મનાય છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગૃહ રાજ્ય મંત્રી હતા. ધારાસભ્ય તરીકેના તેમના સંક્ષિપ્ત કાર્યકાળમાં તેમણે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા દ્વીપસમૂહમાં તેમના પ્રોજેક્ટ્સનો અમલ કર્યો હતો.

પાવર પંચ

તેમણે જાન્યુઆરીમાં પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત એક મહત્વપૂર્ણ સફળ અને ઈન્ટરનેશનલ ઇવેન્ટ હતી. પીએમ મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે.

આ પણ વાંચો | IE 100 2024: સૌથી શક્તિશાળી 100 ભારતીયો, જુઓ કોણ-કોણ છે આ યાદીમાં

ભવિષ્યની નીતિ

પ્રફુલ ખોડા પટેલ ઉપર રૂ. 1,150 કરોડના પ્રોજેક્ટનો અસરકારક રીતે અમલ કરવાની જવાબદારી છે. માલદીવ હવે ચીન તરફ ફંટાઇ રહ્યું હોવાથી કેન્દ્રશાસિત પ્રદેશનું વ્યૂહાત્મક મહત્વ વધી ગયું છે. મિનિકોય ટાપુ પર સંરક્ષણ હેતુઓ માટેનું એક એરપોર્ટ, જે માલદીવની સૌથી નજીક છે, તે પણ કાર્ડ પર છે અને પટેલ પાસેથી આ વિસ્તારનો વિકાસ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

સોશિયલ મીડિયા X પર ફોલોઅર્સ : @prafulkpatel 44K ફોલોઅર્સ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ