મનમોહન સિંહ ન હોત તો ભારતની અર્થવ્યવસ્થા ડૂબી ગઈ હોત! માત્ર બે અઠવાડિયાનું હતું રિઝર્વ, પછી તેમણે કર્યો કમાલ

મનમોહન સિંહ 1991માં ભારતના અર્થતંત્રને બચાવવા માટે ઓળખાય છે. ટોચના અર્થશાસ્ત્રીઓની યાદીમાં મનમોહન સિંહનું નામ સન્માન સાથે લેવામાં આવે છે.

Written by Rakesh Parmar
Updated : December 27, 2024 00:10 IST
મનમોહન સિંહ ન હોત તો ભારતની અર્થવ્યવસ્થા ડૂબી ગઈ હોત! માત્ર બે અઠવાડિયાનું હતું રિઝર્વ, પછી તેમણે કર્યો કમાલ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું.

Manmohan Singh: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને આજે જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 1991માં ભારતના અર્થતંત્રને બચાવવા માટે ઓળખાય છે. ટોચના અર્થશાસ્ત્રીઓની યાદીમાં મનમોહન સિંહનું નામ સન્માન સાથે લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તેઓ ન હોત તો ભારત 1991-92માં આર્થિક રીતે અપંગ થઈ ગયું હોત. તેમણે તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવ સાથે મળીને ભારતની આર્થિક દિશા બદલી નાખી હતી.

વર્ષ 1991 ભારતના આર્થિક ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. આ વર્ષે તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ અને નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે એવી નીતિઓ રજૂ કરી કે જેણે તે સમયની આર્થિક કટોકટીમાંથી બહાર આવવામાં માત્ર મદદ કરી ન હતી, પરંતુ ભારતને ઉચ્ચ વિકાસના માર્ગ પર પણ લઈ ગયા હતા.

આ પણ વાંચો: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ?

1991માં ભારત ગહન આર્થિક સંકટમાં હતું. ગલ્ફ વોરના કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા હતા અને વિદેશમાં કામ કરતા ભારતીયો તરફથી મોકલવામાં આવતા પૈસામાં ઘટાડો થયો હતો. ભારત પાસે છ અબજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ બાકી હતું. આ માત્ર બે અઠવાડિયાની આયાત માટે પૂરતું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ