IMD Weather Forecast Today : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તાબાહી, કેરળમાં તોફાનની શક્યતા, કયા રાજ્યમાં કેવો માહોલ?

IMD Weather Forecast Today, 12-07-2024 : ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ભૂસ્ખલન, પૂર, અને વરસાદથી અનેક જગ્યાએ તાબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા.

Written by Kiran Mehta
July 12, 2024 12:37 IST
IMD Weather Forecast Today : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તાબાહી, કેરળમાં તોફાનની શક્યતા, કયા રાજ્યમાં કેવો માહોલ?
ભારતીય હવામાન વિભાગ વરસાદ આગાહી

IMD Weather Forecast Today, 12-07-2024 : ભારતીય હવામાન વિભાગે આજે પણ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં બે દિવસ વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સિવાય IMDનું અનુમાન છે કે, ઉત્તર પ્રદેશથી લઈને હરિયાણા અને હિમાચલ પ્રદેશ થી ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સુધી આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની શકે છે. જેના કારણે હવામાન વિભાગે યુપી માટે ઓરેન્જ એલર્ટ અને હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો જોઈએ કયા રાજ્યમાં કેવો વરસાદી માહોલ.

IMD એ યુપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં પુષ્કળ વરસાદ થયો હતો અને તે જ ટ્રેન્ડ ફરી એકવાર શરૂ થઈ શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે, પૂર્વી ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ગોંડા, બહરાઈચ, બલરામપુર, શ્રાવસ્તી, અયોધ્યા સહિત 23 જિલ્લામાં મુશળધાર વરસાદની સંભાવનાને કારણે 12 અને 13 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો યુપીમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ઉત્તર પ્રદેશમાં વરસાદની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

કેવું રહેશે આજે દિલ્હીનું હવામાન?

દિલ્હી NCR અંગે હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો કે ભેજવાળી ગરમી લોકોને પરેશાન કરી શકે તેવો અંદાજ પણ છે. તાપમાનની વાત કરીએ તો, IMD નો અંદાજ છે કે, આજનું તાપમાન મહત્તમ 33 ડિગ્રી સેલ્સિયસથી લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. ભેજવાળા પવન અને ગરમીથી શરીર ચીકાસ પકડી રહ્યું છે. જોકે, આજે વરસાદના અમી છાંટણા જોવા મળી શકે છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ

હાલના દિવસોમાં ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનથી લઈને ગઢવાલ ડિવિઝન સુધી ચોમાસાનો ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલીક જગ્યાએ સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.

ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે વારંવાર પહાડ પર ભૂસ્ખલનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બુધવારે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો હતો. તો નૈનીતાલ, રૂદ્રપુર, ચમૌલી વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે લખીમપુર ખેરીના અનેક ગામો શારદા નદીના પાણીના વહેણથી પ્રભાવિત થયા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ઉત્તરાખંડના 5 જિલ્લામાં યલો એલર્ટ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. રાજ્યના 5 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ચારધામ જનારા પ્રવાસીઓને અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના લોકોને વધુ સાવધ રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દેહરાદૂન, નૈનીતાલ, ઉધમ સિંહ નગર અને ચંપાવત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં વરસાદની ગતિ ધીમી પડી

રાજસ્થાનમાં ચોમાસાના વરસાદની ગતિ ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

બંગાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર બંગાળમાં વરસાદ વધુ વધી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દાર્જિલિંગ, જલપાઈગુડી અને અલીપુરદ્વાર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તો અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેરળમાં તોફાનની શક્યતા

નેશનલ સેન્ટર ફોર ઓશનોગ્રાફિક સ્ટડીઝ (INCOIS) એ માહિતી આપી છે કે, શુક્રવારે રાત્રે 11.30 વાગ્યા સુધી કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે ઊંચા મોજાં અને તોફાન આવવાની શક્યતા છે. માછીમારો અને દરિયાકાંઠાના લોકોએ આ વિસ્તારોમાં ખાસ કાળજી લેવી જોઈએ, અને દરિયાથી દૂર રહેવું જોઈએ.

મધ્યપ્રદેશમાં તોફાન અને વરસાદ ચાલુ છે

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને તોફાન ચાલુ છે. બુધવારે દમોહ, ભોપાલ, ગ્વાલિયર, પચમઢી અને શિવપુરી સહિત મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં હજુ ચમકતો તડકો જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

IMD એ શનિવારે 13 જુલાઈએ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ અને ધુલે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં, હજુ પણ અનેક શહેરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ છે.

મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી

મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રોડ પર નદીની જેમ પાણી વહી રહ્યું છે. આ વરસાદને કારણે કેટલીક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે અને સતારા જિલ્લામાં પણ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદર્ભના ગઢચિરોલી, ચંદ્રપુર, ગોંડીગોન, નાગપુર અને અમરાવતી જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 14 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઝારખંડમાં 11 અને 12 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. ઓડિશામાં પણ 12મીથી 14મી જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. તો, કર્ણાટકમાં 14 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો – IMD Weather Forecast Today : 13 જુલાઈ સુધી દેશભરમાં વરસાદનું એલર્ટ, ક્યાંક પૂરનો, તો ક્યાંક ભૂસ્ખલનનો ખતરો

બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

હવામાન વિભાગે બિહારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ શુક્રવારે ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ગુરુવારે બિહારમાં 115.5-204.4 મીમી વરસાદની સંભાવના છે. તો, ઉત્તર પ્રદેશના ખેરી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા અને સંત કબીર નગર જેવા વિસ્તારોમાં ગુરુવારે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ