Paytm, GPay, PhonePe યુઝર્સ માટે જરૂરી ખબર! યુપીઆઈ દ્વારા લેવડદેવડની લિમિટમાં મોટો ફેરફાર, 15 સપ્ટેમ્બરથી નિયમ લાગુ

New UPI Rule: જો તમે Paytm, GPay, PhonePe નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર છે. તમને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI વ્યવહારો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે.

Written by Rakesh Parmar
September 14, 2025 16:09 IST
Paytm, GPay, PhonePe યુઝર્સ માટે જરૂરી ખબર! યુપીઆઈ દ્વારા લેવડદેવડની લિમિટમાં મોટો ફેરફાર, 15 સપ્ટેમ્બરથી નિયમ લાગુ
આ ફેરફારો આવતીકાલથી એટલે કે 15 સપ્ટેમ્બર 2025, સોમવારથી અમલમાં આવશે.

New UPI Rule: જો તમે Paytm, GPay, PhonePe નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર છે. તમને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI વ્યવહારો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારો આવતીકાલથી એટલે કે 15 સપ્ટેમ્બર 2025, સોમવારથી અમલમાં આવશે. ચાલો જાણીએ કે આવતીકાલથી કયા ફેરફારો થવાના છે…

આ વ્યવહારોની મર્યાદામાં વધારો

નવા નિયમો હેઠળ વીમા પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી અને સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) જેવી શ્રેણીઓમાં પ્રતિ વ્યવહાર મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આમાંની કેટલીક શ્રેણીઓમાં, તમે એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકશો.

કેટેગરીપ્રતિ ટ્રાંઝેક્શન લિમિટપ્રતિદિવસ લિમિટ
કેપિટલ માર્કેટ5 લાખ રૂપિયા10 લાખ રૂપિયા
ઈંશ્યોરન્સ પ્રીમિયમ5 લાખ રૂપિયા10 લાખ રૂપિયા
સરકરી ઈ-માર્કેટ પ્લેસ5 લાખ રૂપિયા10 લાખ રૂપિયા
યાત્રા5 લાખ રૂપિયા10 લાખ રૂપિયા
ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી5 લાખ રૂપિયા6 લાખ રૂપિયા
જ્વેલરી5 લાખ રૂપિયા6 લાખ રૂપિયા
મર્ચેંટ પેમેન્ટ5 લાખ રૂપિયા
ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગ5 લાખ રૂપિયા5 લાખ રૂપિયા

આ UPI વ્યવહારોમાં કોઈ ફેરફાર નથી

સામાન્ય UPI વ્યવહારોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. NPCI દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ વધેલી મર્યાદા ફક્ત ખાસ શ્રેણીઓ માટે જ લાગુ પડશે. NPCI અનુસાર, વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારોની મર્યાદા પહેલા જેવી જ રહેશે. આનો અર્થ એ છે કે સામાન્ય વપરાશકર્તાઓ એક દિવસમાં મહત્તમ 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે.

આ પણ વાંચો: ક્રિકેટ કે રાષ્ટ્ર હિત? મેદાન પર તાળીઓ વિરુદ્ધ શહીદોના બલિદાન, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર ઉઠતા સવાલો

નિયમો કેમ બદલવામાં આવ્યા?

NPCI અનુસાર, નવા નિયમનો હેતુ મોટા વ્યવહારોને સરળ બનાવવાનો છે. હવે તમે UPI દ્વારા ફક્ત નાના વ્યવહારો જ નહીં, પણ મુસાફરી અને વ્યવસાયિક ચુકવણીઓ પણ ખૂબ જ સરળતાથી કરી શકો છો.

દેશમાં UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે

શરૂઆતમાં UPIનો ઉપયોગ ફક્ત નાના વ્યવહારો માટે જ થતો હતો. પરંતુ આજે UPI દેશમાં ખૂબ મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બની ગયું છે. આજે દેશમાં લાખો લોકો મુસાફરીથી લઈને બિલ ચુકવણી સુધીની દરેક વસ્તુ માટે UPIનો ઉપયોગ દરરોજ કરી રહ્યા છે. નવી મર્યાદા તેને વધુ અનુકૂળ બનાવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ