Viral Video: મહિલા સબ ઈન્સપેક્ટરે યુવકને તમાચો માર્યો, બદલામાં લોકોએ મહિલા પોલીસને ધડાધડ લાફા માર્યા

Woman sub inspector slapped: ટીકમગઢ જિલ્લામાં ભીડે મહિલા પોલીસને ઘણા લાફા માર્યા. અહીં લોકો મહિલા ઈન્સપેક્ટર દ્વારા એક યુવકને લાફો મારવાથી નારાજ હતા.

Written by Rakesh Parmar
November 19, 2024 14:43 IST
Viral Video: મહિલા સબ ઈન્સપેક્ટરે યુવકને તમાચો માર્યો, બદલામાં લોકોએ મહિલા પોલીસને ધડાધડ લાફા માર્યા
આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. (તસવીર: priyarajputlive/X)

Woman sub inspector slapped in Tikamgarh Viral Video: મધ્ય પ્રદેશથી મહિલા પોલીસ સાથે મારપીટનો એક મામલો સામે આવ્યો છે. અહીંના ટીકમગઢ જિલ્લામાં ભીડે મહિલા પોલીસને ઘણા લાફા માર્યા. અહીં લોકો મહિલા ઈન્સપેક્ટર દ્વારા એક યુવકને લાફો મારવાથી નારા હતા. હવે મહિલા ઈન્સપેક્ટર સાથે થયેલ લાફાવાળીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મૃતકના પરિવારજનો કરી રહ્યા હંગામો

ખરેખરમાં ગત દિવસે ટીકમગઢમાં એક અનિયંત્રિત કારે આધેડને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં તેમનું સ્થળ પર જ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટના બાદ ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

જોકે આ ઘટના બાદ ગુસ્સામાં મૃતકના પરિવારજનો અને ગ્રામીણોએ બડાગાંવ-ખરગપુર સ્ટેટ હાઈવે પર દરગુવા ગામની પાસે રસ્તો જામ કરી દીધો હતો અને આખા મામલે કાર્યવાહી કરવાની માંગને લઈ પ્રદર્શન કરવા લાગ્યા હતા.

હંગામાની સુચના મળતા પોલીસ સ્થળ પર પહોંચી અને લોકોને શાંત કરાવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન કોઈ વાતને લઈ મહિલા ઈન્સપેક્ટર અનુમેહા ગુપ્તાએ ભીડમાં સામેલ મૃતકના પરિજન યુવકને થપ્પડ માર્યો હતો. બસ પછી શું હતું લોકોએ તેના પર હુમલો કરી દીધો અને તેને થપ્પડ મારી દીધા.

આ પણ વાંચો: ભરૂચમાં મોડી રાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : છ લોકોના મોત, ચાર ઘાયલ

ગાલ ઢાંકીને ઉભી રહી ગઈ મહિલા

આ દરમિયાન પોતાના બચાવ માટે મહિલા ઈન્સપેક્ટર ગાલ ઢાંકીને ઉભી રહી ગઈ. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે હવે આ સમગ્ર મામલે અનુમોહા ગુપ્તાની અરજી પર મુન્નીલાલ લોધી સહિત 7 નામજોગ અને 20 અજ્ઞાત વિરૂદ્ધ કાયદાકીય પ્રક્રિયામાં અડચણ, મારપીટ અને મહિલા પોલીસ ઈન્સપેક્ટર સાથે છેડછાડનો મામલો નોંધવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે, આ આખા મામલાની તપાસ કરી આરોપીઓ વરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સાથે આ પ્રકારની વ્યવહારને સાંખી લેવામાં નહીં આવે. પોલીસ લોકોની મદદ માટે પહોંચી હતી તેમની સાથે આવો વ્યવહાર યોગ્ય નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ