History Of Tiranga Interesting Facts Guideline: ભારત 15 ઓગસ્ટ પર 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. સરકારી ઓફિસ, શાળા કોલેજ સહિત ઘણા સ્થળોએ ભારતનો રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા ફરકી રહ્યો છે. ભારતના રાષ્ટ્ર ધ્વજમાં 3 અલગ અળગ રંગના પટ્ટા હોય છે આથી તેને ત્રિરંગા કહેવામાં આવે છે. ત્રિરંગા ને ભારતના રાષ્ટ્ર ધ્વજ તરીકે પસંદ કરવા પાછળ રસપ્રદ કહાણી છે, ચાલો જાણીયે
ઇતિહાસ તરફ નજર કરીયે તો 22 જુલાઈ, 1947ના રોજ યોજાયેલી ભારતીય બંધારણ સભાની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજને અપનાવવામાં આવ્યો હતો. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલા જ આ બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ થોડા દિવસો બાદ ભારતને બ્રિટિશ રાજ માંથી આઝાદી મળી હતી. એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું અને ભારતે પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
તમને જણાવી દઇયે કે, ભારતના રાષ્ટ્ર ધ્વજને ત્રિરંગા કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે 3 રંગોથી બનેલો ધ્વજ. ભારતના ત્રિરંગામાં 3 અલગ-અલગ રંગ છે અને તિરંગાના આ રંગોનું મહત્વ પણ અલગ છે.
ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગના 3 કલર અને તેનું મહત્વ
ભારતના રાષ્ટ્ર ધ્વજમાં અલગ અલગ 3 રંગ કેસરી, સફેદ અને લીલા રંગના 3 પટ્ટા છે. ત્રિરંગામાં સૌથી ઉપર સફેદ રંગ છે, જે હિંમત અને વીરતાનું પ્રતિક છે. ત્રિરંગાની મધ્યમાં સફેદ રંગ છે, જે શાંતિનું પ્રતિક છે. સફેદ પટ્ટામાં જ વચ્ચે વાદળી રંગનું અશોક ચક્ર છે,છે. તો ત્રિરંગામાં સૌથી નીચે લીલો કલર છે,જે ખેતી, ન્યાય અને અધિકારોનું પ્રતિક માનવામાં આવે છે.

ત્રિરંગાના અશોક ચક્રની ખાસિયત
ભારતના રાષ્ટ્ર ધ્વજની મધ્યમાં અશોક ચક્ર છે, જેમા 24 આરા છે. ત્રિરંગાના ઈતિહાસની વાત કરીએ તો આ ત્રિરંગો આંધ્રપ્રદેશના પિંગાલી વેંકૈયાએ બનાવ્યો હતો. આ ચક્રને ફરજનું ચક્ર પણ કહેવામાં આવે છે. અશોક ચક્રમાં કુલ ૨૪ આરા છે, જે મનુષ્યના 24 ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. આ 24 ગુણોને ધર્મનો માર્ગ પણ કહેવામાં આવે છે.
ભારતીય રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા વિશેના રોચક તથ્યો
ભારતમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા નામનો કાયદો છે, જે અંતર્ગત ત્રિરંગો ફરકાવવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે અને દરેક ભારતીયએ પણ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. તમને જણાવી દઇયે કે, જો કોઈ વ્યક્તિ આ કાયદો તોડીને કે કાયદા વિરુદ્ધ જઈને ત્રિંરંગો ફરકાવે છે તો તે વ્યક્તિને પણ જેલ થઈ શકે છે.
વર્ષ 2002 પહેલા કોઈ પણ વ્યક્તિ ઘરે કે કોઈ પણ ખાનગી જગ્યાએ ધ્વજ ફરકાવી શકતું ન હતું. પરંતુ 2002માં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમા ભારતના લોકો ઘર, ઓફિસ અને ફેક્ટરી વગેરે સ્થળો પણ ધ્વજ ફરકાવી શકે છે. 2009માં રાતના સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
ત્રિરંગા સંબંધિત નિયમ, જેના વિશે તમને જાણકારી હોવી જોઈએ
ત્રિરંગા સંબંધિત અમુક નિયમો છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી જોઇએ. ત્રિરંગો કોઈ પણ પરિસ્થિતિમાં જમીનને અડવો જોઈએ નહીં. કારણ કે આમ કરવું ત્રિરંગાનું અપમાન ગણાશે. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં સજાવટ માટે કરી શકાતો નથી કે કોઈ પણ વાહન પર ત્રિરંગો બનાવી શકાય નહીં. જેમાં ટ્રેન, બોટ અને વિમાનનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઇયે કે, બેંગલુરુના હુબલીમાં એક જ સંસ્થા છે, જેની પાસે ત્રિરંગાના ઉત્પાદન અને સપ્લાયનું લાઇસન્સ છે. આ ઉપરાંત ત્રિરંગો બનાવવા માટે ખાદી, સિલ્ક અને સુતરાઉ કાપડનો જ ઉપયોગ કરી શકાય છે તેમજ ત્રિરંગો હંમેશા લંબચોરસ આકારમાં જ બનાવવામાં આવશે.
આ પણ વાંચો | ભારત જ નહીં આ 5 દેશ પણ 15 ઓગસ્ટ પર ઉજવે છે સ્વતંત્રતા દિવસ, જુઓ યાદી
ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાને બાળવા અને પાણીમાં પ્રવાહીત કરવા પર પ્રતિબંધ છે. પરંતુ જ્યારે કોઈ દેશ માટે શહીદ થાય છે અથવા કોઈ મહાન હસ્તીનું નિધન થાય છે, ત્યારે તે સમયે તેના મૃતદેહને ત્રિરંગા વડે ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદમાં આ ત્રિરંગાને ગોપનિય અને સમ્માન સાથે નિકાલ કરવામાં આવે છે. અથવા ત્રિરંગાને પવિત્ર નદીમાં જળ સમાધિ આપવામાં આવે છે.





