India China LAC News: દેપસાંગ અને ડેમચોકમાં LAC પર ડિસએંગેજમેન્ટ 90% પૂર્ણ, આ મહિનાના અંતમાં આવશે ગુડ ન્યૂઝ

LAC પરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ દ્વારા 80 થી 90 ટકા ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

Written by Rakesh Parmar
October 28, 2024 21:00 IST
India China LAC News: દેપસાંગ અને ડેમચોકમાં LAC પર ડિસએંગેજમેન્ટ 90% પૂર્ણ, આ મહિનાના અંતમાં આવશે ગુડ ન્યૂઝ
ભારત અને ચીનની સેનાઓ દ્વારા 80 થી 90 ટકા ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ (Express File Photo)

LAC Depsang Demchok: એલએસી પર ભારત અને ચીન વચ્ચેનો કરાર હવે જમીન પર ઉતરતો દેખાઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ એ સંરક્ષણ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે LAC પરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ દ્વારા 80 થી 90 ટકા ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ પ્રક્રિયા હેઠળ ભારત અને ચીનની સેનાઓ તેમના તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હટાવી લેશે અને બંને બાજુની સેનાઓ પાછી ખેંચી લેવામાં આવશે. સૂત્રોએ માહિતી આપી હતી કે દેપસાંગ અને ડેમચોકમાં ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા 29 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

રશિયાના રાજદૂતે ભારત-ચીન કરારનું સ્વાગત કર્યું

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સોમવારે LAC મુદ્દે ચીન-ભારત સમજૂતીને દ્વિપક્ષીય સંબંધો તરફ સકારાત્મક પગલું ગણાવ્યું હતું. તેમણે કઝાનમાં આયોજિત બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું હતું.

ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે તાજેતરમાં રશિયાના કઝાન શહેરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ સંપૂર્ણ રીતે સફળ રહી હતી અને તે “વિશિષ્ટ નહીં પરંતુ સર્વસમાવેશક મંચ” હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “બ્રિક્સ એ પશ્ચિમ વિરોધી નથી પરંતુ બિન-પશ્ચિમ દેશોનો સમૂહ છે”.

આ પણ વાંચો: આઈપીએસ અધિકારી હસમુખ પટેલ જીપીએસસીના નવા અધ્યક્ષ

તમને જણાવી દઈએ કે 23 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ અને સૈનિકોને હટાવવા અંગેના ભારત-ચીન કરારને સમર્થન આપ્યું હતું.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત વિશે પૂછવામાં આવતાં ભારતમાં રશિયાના રાજદૂતે કહ્યું કે, “અમે તેમાં કોઈ ભૂમિકા ભજવી નથી, પરંતુ અમને ખુશી છે કે તે કઝાનમાં થઈ હતી.” તેમણે કહ્યું કે, “અમે આ બેઠકનું દિલથી સ્વાગત કરીએ છીએ”.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ