કેરળની શાળામાં ભણાવશે એઆઈ ટીચર આઈરિસ, 3 ભાષામાં વાત કરે છે; જૂઓ વાયરલ વીડિયો

India First AI Teacher Iris : કેરળમાં ભારતની પ્રથમ એઆઈટ ટીચર આઈરિસ રજૂ કરવામાં આવી છે. જ્યારે રોબોટ ટીચર ક્લાસ રૂમમાં પહોંચી તો તેને જોઈને વિદ્યાર્થીઓના ચહેરા ચમકી ઉઠ્યા.

Written by Ajay Saroya
Updated : March 06, 2024 23:00 IST
કેરળની શાળામાં ભણાવશે એઆઈ ટીચર આઈરિસ, 3 ભાષામાં વાત કરે છે; જૂઓ વાયરલ વીડિયો
એઆઈ ટીચર આઈરિસ વિદ્યાર્થી સાથે વાત કરી રહી છે. (Photo - @thingstodotrivandrum)

India First AI Teacher Iris : ટેકનોલોજી આજના સમયમાં લોકોના કામને વધુને વધુ સરળ બનાવી રહી છે જેના કારણે કલાકોનું કામ પળવારમાં કરી શકાય છે અને રોબોટ પણ માણસનું કામ સારી રીતે કરી રહ્યા છે. આ રોબોટ ટૂંક સમયમાં શાળાઓમાં શિક્ષકોનું સ્થાન લઈ શકશે. આનું ઉદાહરણ કેરળમાં જોવા મળ્યું છે. જ્યાં દેશની પ્રથમ મહિલા AI ટીચર લોન્ચ કરવામાં આવી છે, તે જ્યારે ક્લાસ રૂમમાં પહોંચી તો ટીચરને જોઈને વિદ્યાર્થીઓના ચહેરા ચમકી ઉઠ્યા.

હકીકતમાં, કેરળના તિરુવનંતપુરમની એક શાળામાં એઆઈ ટીચર આઈરિસના આગમન સાથે શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. એજ્યુટેક કંપનીના સહયોગથી વિકસીત આ એઆઈ ટીચરનું નામ આઈરિસ છે. આ એઆઈ ટીચર સમગ્ર દેશના એજ્યુકેશન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ઈનોવેશન કેટસીટી હાયર સેકેન્ડરી સ્કૂલમાં પ્રયોગ કરવામાં આવ્યું છે, જે કડુવાયિલ થંગલ ચેરીટેબલ ટ્રસ્ટની એક પહેલ છે. આઇરિસ એ અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટનો એક ભાગ છે, જે 2021 નીતિ આયોગની પહેલ છે, જે શાળાઓમાં અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા માં વીડિયો વાયરલ

મેકરલેબ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એઆઈ ટીચરનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં એક AI ટીચર દેખાય છે, જે ઘણી ભાષાઓ જાણે છે. આઇરિસ વિવિધ વિષયોના જટિલ પ્રશ્નોના જવાબ આપી શકે છે. તે પર્સનલ વૉઇસ આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરી શકે છે અને ઇન્ટરેક્ટિવ છે.

Makerlabs Edutech કંપનીએ આ એઆઈ ટીચર વિશે તેની Instagram પોસ્ટમાં લખ્યું છે કે, ઈનોવેશનમાં મોખરે રહીને, મેકરલેબ્સ એડટેક ને પોતાના લેટેસ્ટ ક્રિએશન Iris – AI ટીચર રોબોટ રજૂ કરવામાં ગર્વ છે, જે શીખવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. આઇરિસ આગામી સમયમાં ઘણા નવા જબરદસ્ત ઈનોવેશન ટેકનોલોજી માટે વિશ્વાસ જગાડવાની સાથે સરહદ તોડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આ પણ વાંચો | ગૂગલ જેમિની વડે મુશ્કેલ કામ મિનિટમાં પતાવો, મફત મળશે 2 ટીબી સ્ટોરેજ; જાણો ગૂગલ એઆઈ ટૂલના ફાયદા

મેકરલેબ્સ અનુસાર, Iris એ રોબોટિક્સ અને જનરેટિવ એઆઈનું સંયોજન છે. રોબોટમાં ઇન્ટેલ પ્રોસેસર અને કો-પ્રોસેસર છે જે વિવિધ પ્રકારના કમાન્ડને હેન્ડલ કરશે અને તેના દ્વારા જ રોબોટ તમામ કામગીરી કરશે.

એઆઈ ટીચર આઈરિસમાં પૈડા પર લાગેલા છે જેનાથી તે ચાલી પણ શકે છે. આઈરિસ ત્રણ ભાષામાં વાત કરે છે અને અધરા પ્રશ્નોના જવાબ પણ આપે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ