Gujarati News 11 January 2025: અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ પૂર્ણ, હવે સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 January 2025: અમરેલી લેટરકાંડમાં પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે 48 કલાકના ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પારણા કર્યા છે. હવે સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન કરશે.

Written by Ajay Saroya
Updated : January 11, 2025 23:43 IST
Gujarati News 11 January 2025: અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ પૂર્ણ, હવે સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન
Paresh Dhanani: કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી (Photo: @paresh_dhanani)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 January 2025 , આજના તાજા સમાચાર: અમરેલીમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. લેટરકાંડ પીડિત પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય આપવવા અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત પક્ષના 30થી વધુ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠાં છે. કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ દ્વારા અમરેલીમાં આજે સવારના 10 થી બપોરના 12 દરમિયાન બંધનું એલાન કરવામાં આવ્યું છે.

કન્નૌજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન સ્ટેશન ભવનનું લેંટર તૂટી પડ્યું

કન્નૌજ રેલવે સ્ટેશન પર શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. નિર્માણાધીન સ્ટેશન ભવનનું લેંટર અચાનક તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં ઘણા મુસાફરો કાટમાળ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બચાવેલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે કામદારો બાંધકામના કામમાં વ્યસ્ત હતા ત્યારે સ્ટેશનના બીજા માળે નિર્માણાધીન લેંટર અચાનક તૂટી પડ્યું હતું.

દિલ્હીમાં બે કાર વચ્ચે એક્સિડેન્ટ, ડ્રાઇવરનું મોત

દિલ્હીના સફદરજંગ એન્કલેવ વિસ્તારમાં રોડ પર બે કાર વચ્ચે એક્સિડેન્ટ થયું છે, જેમા એક ડ્રાઇવરનું મોત થયું છે અને બીજો કાર ચાલક ફરાર થઇ ગયો છે. આ ઘટનાની પોલીસ તપાસ થઇ રહી છે.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ, દર્શનાર્થીઓનો ઘોડાપુર

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ છે. પ્રાણ પ્રતિષ્ઠાના શુભદિન મોટી સંખ્યામાં લોકો રામ મંદિર દર્શન કરવા પહોંચી રહ્યા છે. આમ તો રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઇ હતી, તે દિવસે કર્મ બારસ હતી. આથી વર્ષ 2025માં તિથિ અનુસાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 11 જાન્યુઆરીના રોજ ઉજવાઇ રહ્યો છે.

Read More
Live Updates

ભાજપે દિલ્હી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને કરાવલ નગરથી ટિકિટ

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 29 ઉમેદવારો છે. ભાજપે કરાવલ નગરથી કપિલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. મોતી નગરથી હરીશ ખુરાના અને કોંડલીથી પ્રિયંકા ગૌતમને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ગૌતમ હાલમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ હતી. ભાજપે આ પહેલા પણ 29 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી રમાનારી સિરીઝ માટે મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે નવેમ્બર 2023માં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો. ઘૂંટણની ઈજાને કારણે તે 1 વર્ષ સુધી મેદાનથી દૂર રહ્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસે આ જાણકારી આપી છે.

ભારતની ટી 20 ટીમ – સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

કન્નૌજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન સ્ટેશન ભવનનું લેંટર તૂટી પડ્યું

કન્નૌજ રેલવે સ્ટેશન પર શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. નિર્માણાધીન સ્ટેશન ભવનનું લેંટર અચાનક તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં ઘણા મુસાફરો કાટમાળ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બચાવેલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે કામદારો બાંધકામના કામમાં વ્યસ્ત હતા ત્યારે સ્ટેશનના બીજા માળે નિર્માણાધીન લેંટર અચાનક તૂટી પડ્યું હતું.

અમરેલી લેટરકાંડ: પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ પૂર્ણ, હવે સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન

અમરેલી લેટરકાંડમાં પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠાં હતા. તેમના 48 કલાકના ઉપવાસ આજે પૂર્ણ થયા છે. પરેશ ધાનાણીએ ખુશ્બુ અધ્યારૂના હાથે પારણાં કર્યા હતા. પારણ કર્યા બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે, ઉપવાસ પૂર્ણ થયા પરંતુ દિકરીને ન્યાય ન મળ્યો તેનો અફસોસ છે. હવે આગામી સોમવારે સોમવારે ધરણા પ્રદર્શન કરશે. નોંધનિય છે કે, અમરેલી લેટરકાંડમાં પીડિત યુવતી પાયલ ગોટીને ન્યાન અપાવવા અને જવાબદાર અધિકારી પાસે કડકાં પગલા લેવા માટે આજે શનિવારે અમરેલીમાં સવાર થી બપોરે 12 વાગ્યા સુધી બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનના જયપુરમાં ભર શિયાળામાં વરસાદ

રાજસ્થાનના જયપુરમાં આજે ભર શિયાળામાં વરસાદ પડ્યો છે. વાદળછાયા માહોલમાં વરસાદ પડતા ઠંડી વધી ગઇ છે.

https://twitter.com/AHindinews/status/1877973812555264291

અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ, દેશ વિદેશના પતંગબાજો આકાશમાં લડાવશે પેચ

અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 શરૂ થઇ ગયો છે. 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ કાઇટ ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના પતંગબાજો ભાગ લેશે અને આકાશમાં પેચ લડાવશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વાા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવ 2025 ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

https://twitter.com/InfoGujarat/status/1877931843128807499

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ, દર્શનાર્થીઓનો ઘોડાપુર

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ છે. પ્રાણ પ્રતિષ્ઠાના શુભદિન મોટી સંખ્યામાં લોકો રામ મંદિર દર્શન કરવા પહોંચી રહ્યા છે. આમ તો રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઇ હતી, તે દિવસે કર્મ બારસ હતી. આથી વર્ષ 2025માં તિથિ અનુસાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 11 જાન્યુઆરીના રોજ ઉજવાઇ રહ્યો છે.

https://twitter.com/AHindinews/status/1877916592388133082

દિલ્હીમાં બે કાર વચ્ચે એક્સિડેન્ટ, ડ્રાઇવરનું મોત

દિલ્હીના સફદરજંગ એન્કલેવ વિસ્તારમાં રોડ પર બે કાર વચ્ચે એક્સિડેન્ટ થયું છે, જેમા એક ડ્રાઇવરનું મોત થયું છે અને બીજો કાર ચાલક ફરાર થઇ ગયો છે. આ ઘટનાની પોલીસ તપાસ થઇ રહી છે.

અમરેલીમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન, પાયલ ગોટીના સર્થમનમાં નારી સ્વાભિમાન આંદોલનનો ત્રીજો દિવસ

અમરેલીમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. લેટરકાંડ પીડિત પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય આપવવા અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત પક્ષના 30થી વધુ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠાં છે. કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ દ્વારા અમરેલીમાં આજે સવારના 10 થી બપોરના 12 દરમિયાન બંધનું એલાન કરવામાં આવ્યું છે.

https://twitter.com/paresh_dhanani/status/1877663382377021765

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ