Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 may 2024, આજના તાજા સમાચાર: આજે 12 મે, 2024 રવિવાર છે. ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર સમાપ્ત થઇ ગયો છે. ચારધામ પૈકીના એક બદ્રીનાથ મંદિરના આજે કપાટ ખુલ્યા છે. દિલ્હી લીકર કૌભાંડ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉનાળા આકરો બની રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં એક બાજુ ભયંકર તડકો પડી રહ્યો છે તો બીજી બાજુ કેટલાક શહેરોમાં વરસાદી માહોલ છો. ગુજરાત, દેશ, દુનિયા, વેપાર, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોના લેટેસ્ટ સમાચાર અહીં વાંચો…
દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રવિવારે દિલ્હીની બે હોસ્પિટલોને ઇ-મેઇલ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે તેમને બુરારી અને મંગોલપુરીની બે હોસ્પિટલોમાં બોમ્બની ધમકીઓ અંગે ફરિયાદો મળી હતી. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાંથી ફોન આવ્યા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પહેલા 1 મેના રોજ દિલ્હીની લગભગ 100 શાળાઓ, નોઇડામાં બે અને લખનૌમાં એકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે પાછળથી અફવાઓ સાબિત થઈ હતી. રશિયન ઇમેઇલ સેવાનો ઉપયોગ કરીને શાળાઓને ધમકીઓ મોકલવામાં આવી હતી.
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણમાં દરિયાકાંઠે ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા છે. જેમાં 2ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાથ ધરાઈ છે.
TMC એ બંગાળના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે : પીએમ મોદી
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એ જનસભાને સંબોધતા કહ્યું કે, ટીએમસી એ બંગાળના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ટીએમસી એ બંગાળના યુવાનોના ભવિષ્યને વેચી દીધું છે, બંગાળના માતા પિતાના સપનાઓ વેચી દીધા છે. પીએમસી ના પેપર લીક અને ભરતી માફિયાઓએ બધાને બરબાદ કરી દીધા છે.
યમનોત્રીમાં ભયંકર ભીડ, તીર્થયાત્રીઓને હાલ મુલત્વી રાખવા અપીલ
ચાર ધામના કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી અને બદ્રીનાથ મંદિરના કપાટ ખુલી ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. યમુનોત્રી જવાના માર્ગ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે પોલીસને અપીલ કરવી પડી કે આજે અહીં વધુ યાત્રાળુઓ આવતા નથી. અખા ત્રીજ પર કેદારનાથ સાથે ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે યમુનોત્રી મંદિરના દર્શન કરવા લગભગ 32 હજાર તીર્થયાત્રીઓ પહોંચ્યા હતા. યમનોત્રીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તીર્થયાત્રીઓની ભયંકર ભીડ દેખાય છે. આ વીડિયો બાદ ઉત્તરાખંડ સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.
ઉત્તરાખંડ પોલીસ અધિકારી જણાવ્યું છે કે, યમુનાત્રી આવનાર યાત્રીઓને મુસાફરી હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ અને બીજા દિવસે દર્શન માટે યોજના બનાવવી જોઈએ. રવિવારે સવારે ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, આજે શ્રી યમુનોત્રી ધામમાં ક્ષમતા અનુસાર યાત્રા માટે પૂરતી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. હવે વધુ ભક્તોને મોકલવાનું જોખમી છે. આજે યમુનોત્રી યાત્રાએ આવનાર તમામ શ્રધ્ધાળુઓને આજે યમુનોત્રી યાત્રા મોકૂફ રાખવા નમ્ર અપીલ છે.
હરિદ્વાર જઇ રહેલા અમદાવાદના પરિવારની કારનો રાજસ્થાનમાં એક્સિડેન્ટ, 3 લોકોના મોત
હરિદ્વાર જઇ રહેલા અમદાવાદના પરિવારનો રાજસ્થાનમાં ભયંકર થયો છે, જેમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદનો એક પરિવાર કાર લઇને હરિદ્વાર જઇ રહ્યો હતો. રાજસ્થાનના દૌસમાં કારને ટ્રકે ટક્કર મારતા 3 લોકોના મોત થયા છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 8 લોકો બેઠતા હતા. પરિવારના લોકો અસ્થિ પધરાવવા માટે હરિદ્વાર રહ્યા હતા.
ચારધામ યાત્રાઃ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા
ચારધામ યાત્રા પૈકીના એક બદ્રીનાથ મંદિરના આજે કપાટ ખુલ્યા છે. ઉત્તરાખંડના દેવપ્રયાગમાં સ્થિત બદ્રીનાથ મંદિરના આજે શુભ મુહૂર્તમાં કપાટ ખોલવામાં આવ્યા છે. કપાટ ખુલવાના સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા.





