Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 January 2025, આજના તાજા સમાચાર: PM નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ-કાશ્મીરમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું છે, ગાંદરબલથી લેહ સુધીની સફર ઘણી સરળ બનશે. પ્રાદેશિક વિકાસને ધ્યાનમાં રાખીને, આ એક ટનલને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવી રહી છે, કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ ઘણો સુધારો થશે. સોનમર્ગમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઝેડ મોડ ટનલ 6.5 કિલોમીટર લાંબી છે. 2700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કેરળના યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં કેરળના એક યુવાનનું મોત થયું છે અને તેનો સંબંધી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મૃતકની ઓળખ બિનિલ ટીબી (32) તરીકે થઈ છે. બિનિલ ટીબી કેરળના થ્રિસુર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી હતો. ઇજાગ્રસ્તની ઓળખ જૈન ટીકે (27) તરીકે થઈ છે, જે પણ આ જ વિસ્તારનો રહેવાસી છે. થોડા દિવસ પહેલા બિનિલના પરિવારને જાણતારી મળી હતી કે ડ્રોન હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે પરંતુ પરિવારના લોકો તેમના સુધી પહોંચી શક્યા ન હતો.
જાપાનમાં 6.6 તીવ્રતાનો ભૂકંપના આંચકો
જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. EMSC ના મત જાપાનના ક્યુશુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 37 કિલોમીટર (23 માઇલ) હતી.
નલિયામાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યું, ઠંડુગાર
ગુજરાતમાં બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 5.6 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છ ડિગ્રી તાપમાન ઘટીને 5.6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





