Gujarati News 16 January 2025 : છત્તીસગઢના બીજાપુર-સુકમાં બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા, 12 નક્સલી ઠાર

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 January 2025: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 12 નક્સલી માર્યા ગયા છે.

Written by Ankit Patel
Updated : January 16, 2025 23:34 IST
Gujarati News 16 January 2025 : છત્તીસગઢના બીજાપુર-સુકમાં બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા, 12 નક્સલી ઠાર
Chhattisgarh : છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણ (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 January 2025, આજના તાજા સમાચાર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 12 નક્સલી માર્યા ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે 9 વાગ્યાની આસપાસ દક્ષિણ બીજાપુરના જંગલમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. મોડી સાંજ સુધી બંને તરફથી વચ્ચે-વચ્ચે ફાયરિંગ થતું રહ્યું હતું. આ ઓપરેશનમાં રાજ્ય પોલીસના ત્રણ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના સૈનિકો, કોબ્રાની પાંચ બટાલિયન (સીઆરપીએફની એક ચુનંદા જંગલ વોરફેર યુનિટ – કમાન્ડો બટાલિયન ફોર રિસોલ્યુટ એક્શન) અને સીઆરપીએફની 229મી બટાલિયનનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ

ઇઝરાયેલ અને હમાસ છેલ્લા 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને બંધક કરાર પર પહોંચી ગયા છે. ટૂંક સમયમાં હમાસ તબક્કાવાર રીતે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે.

ઇઝરાયેલ અને હમાસ કતારની રાજધાની દોહામાં યુદ્ધવિરામ કરાર પર સહમત થયા છે. પ્રથમ તબક્કામાં, હમાસ 33 બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા છે, જ્યારે સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને ઇઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવામાં આવશે. જો કે, આ ડીલને હજુ ઇઝરાયેલની કેબિનેટની મંજૂરીની જરૂર છે.

પ્રારંભિક તબક્કાના 16માં દિવસે બીજા તબક્કાની વાતચીત શરૂ થશે. બાકીના તમામ બંધકોની મુક્તિ અંગે આ તબક્કે ચર્ચા થવાની અપેક્ષા છે. કરારના ત્રીજા અને અંતિમ તબક્કામાં તમામ મૃત વ્યક્તિઓને તેમના પરિવારોને પરત કરવા અને ગાઝાના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે.

કેબિનેટે બજેટ 2025 પહેલા આઠમા પગાર પંચને મંજૂરી આપી

કેન્દ્ર સરકારના કર્મચારીઓની આતુરતા આખરે પૂરી થઈ ગઈ છે અને બજેટ 2025 પહેલા ઘણા સારા સમાચાર આવ્યા છે. કેબિનેટે બજેટ 2025 પહેલા આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે 7માં પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે અને આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. માહિતી અનુસાર આઠમાં પગાર પંચની રચના પહેલા રાજ્ય સરકારો, પીએસયુ વગેરેની સલાહ લેવામાં આવશે. આઠમાં પગાર પંચના ચેરમેન અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. HTના અહેવાલ મુજબ અભિનેતાના બાંદ્રાના ઘરમાં એક ચોર ઘૂસ્યો હતો અને આ દરમિયાન તેણે સૈફ પર હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ઘાયલ થયો હતો. આ ઘટના ગુરુવારે સવારે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જ્યારે અભિનેતા તેના પરિવારના અન્ય સભ્યો સાથે તેના ઘરમાં સૂતો હતો.

Read More
Live Updates

Today Live news : શર્મિલા ટાગોર મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા

અભિનેતા સૈફ અલીખાન ના માતા અને વરિષ્ઠ અભિનેત્રી શર્મિલા ટાગોર મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ તેને અહીં દાખલ કરવામાં આવ્યો છે.

Today Live news :છત્તીસગઢના બીજાપુર સુકમાં બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા, 12 નક્સલી ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 12 નક્સલી માર્યા ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે 9 વાગ્યાની આસપાસ દક્ષિણ બીજાપુરના જંગલમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. મોડી સાંજ સુધી બંને તરફથી વચ્ચે-વચ્ચે ફાયરિંગ થતું રહ્યું હતું. આ ઓપરેશનમાં રાજ્ય પોલીસના ત્રણ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના સૈનિકો, કોબ્રાની પાંચ બટાલિયન (સીઆરપીએફની એક ચુનંદા જંગલ વોરફેર યુનિટ – કમાન્ડો બટાલિયન ફોર રિસોલ્યુટ એક્શન) અને સીઆરપીએફની 229મી બટાલિયનનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

Today Live news : સૈફ અલી ખાન પર હુમલો, સંદીગ્ધની તસવીર સામે આવી

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા સાથે જોડાયેલા સતત અપડેટ્સ સામે આવી રહ્યા છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરની અંદર છરી વડે હુમલો કરનાર અજાણ્યા ઘૂસણખોરના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળી ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે. હાલ સૈફ અલી ખાનની સર્જરી સફળ રહી છે, તે ખતરાથી બહાર છે. પોલીસને છઠ્ઠા માળના સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને સૈફ અલીનું ઘર 12માં માળે આવેલું છે.

Today Live news : કેબિનેટે બજેટ 2025 પહેલા આઠમા પગાર પંચને મંજૂરી આપી

કેન્દ્ર સરકારના કર્મચારીઓની આતુરતા આખરે પૂરી થઈ ગઈ છે અને બજેટ 2025 પહેલા ઘણા સારા સમાચાર આવ્યા છે. કેબિનેટે બજેટ 2025 પહેલા આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે 7માં પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે અને આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. માહિતી અનુસાર આઠમાં પગાર પંચની રચના પહેલા રાજ્ય સરકારો, પીએસયુ વગેરેની સલાહ લેવામાં આવશે. આઠમાં પગાર પંચના ચેરમેન અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

Today Live news : ચૂંટણી વચ્ચે સીએમ આતિશી અને સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે મુખ્યમંત્રી આતિશી માર્લેના અને AAP સાંસદ સંજય સિંહને માનહાનિના કેસમાં નોટિસ પાઠવી હતી. આ કેસ કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દાખલ કર્યો છે. સંદીપ દીક્ષિત નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 જાન્યુઆરી છે.

Today Live news :સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો, અદાણી શેરમાં તેજી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરવારે મોટા ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 76724 સામે 525 પોઇન્ટથી વધુ ઉછાળે આજે 77319 ખુલ્યો હતો. અદાણી પોર્ટ્સ અને ઝોમેટો શેરમાં ઉછાળાથી શેરબજારને મજબૂત સપોર્ટ મળ્યો છે. જો કે મોટા ઉછાળે ખુલ્યા બાદ સેન્સેક્સ નીચે આવ્યો હતો અને 77000 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23213 સામે આજે 23377 ખુલ્યો હતો અને ઉપરમાં 23391 સુધી ગયો હતો. નિફ્ટી 100 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફઅટી 500 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 100 પોઇન્ટથી વધુ ઉછાળે ટ્રેડ કરી રહ્યા છે.

Today Live news : સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. HTના અહેવાલ મુજબ અભિનેતાના બાંદ્રાના ઘરમાં એક ચોર ઘૂસ્યો હતો અને આ દરમિયાન તેણે સૈફ પર હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ઘાયલ થયો હતો. આ ઘટના ગુરુવારે સવારે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જ્યારે અભિનેતા તેના પરિવારના અન્ય સભ્યો સાથે તેના ઘરમાં સૂતો હતો.

Today Live news : ટ્રમ્પના ઉદ્ઘાટનના પાંચ દિવસ પહેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ

ઇઝરાયેલ અને હમાસ છેલ્લા 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને બંધક કરાર પર પહોંચી ગયા છે. ટૂંક સમયમાં હમાસ તબક્કાવાર રીતે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે.

ઇઝરાયેલ અને હમાસ કતારની રાજધાની દોહામાં યુદ્ધવિરામ કરાર પર સહમત થયા છે. પ્રથમ તબક્કામાં, હમાસ 33 બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા છે, જ્યારે સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને ઇઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવામાં આવશે. જો કે, આ ડીલને હજુ ઇઝરાયેલની કેબિનેટની મંજૂરીની જરૂર છે.

પ્રારંભિક તબક્કાના 16માં દિવસે બીજા તબક્કાની વાતચીત શરૂ થશે. બાકીના તમામ બંધકોની મુક્તિ અંગે આ તબક્કે ચર્ચા થવાની અપેક્ષા છે. કરારના ત્રીજા અને અંતિમ તબક્કામાં તમામ મૃત વ્યક્તિઓને તેમના પરિવારોને પરત કરવા અને ગાઝાના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ