Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 January 2025 LIVE, આજના તાજા સમાચાર: Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રવિવારે મહાકુંભમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે હાજર છે. મહાકુંભ ટેન્ટ સિટીના સેક્ટર 19 માં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, રસોઈ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20-25 તંબુ બળી ગયા છે. આગની ઘટના બાદ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને નજીકના ઘણા તંબુઓ ખાલી કરાવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા લોકો આગ ઓલવવામાં વ્યસ્ત છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી 5 દિવસ પોલીસ કસ્ટડીમાં
સૈફ અલી ખાન પર હુમલા કેસમાં મુંબઇ પોલીસી પકડેલા આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે. આ આરોપી બાંગ્લાદેશી હોવાનું મનાય છે. જો કે પોલીસ પાસેથી તે બાંગ્લાદેશી હોવાના કોઇ સબૂત મળ્યા નથી. આરોપીને મુંબઇ પોલીસે અદાલતમાં રજૂ કર્યો હતો. ત્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે આરોપીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.





