Gujarati News 24 May 2024 LIVE : બંગાળ પર રેમાલનું સંકટ, 26 મે અ઼ડધી રાત્રે ચક્રવાત ટકરાશે – હવામાન વિભાગ

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 may 2024 : દેશમાં ગરમીનો કહેર, આઇપીએલ 2024 ક્વોલિફાયર 2 મેચ સહિત દેશમાં લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી પ્રચારનો પડઘમ બંધ પડ્યો છે.

Written by Ankit Patel
Updated : May 24, 2024 23:35 IST
Gujarati News 24 May 2024 LIVE : બંગાળ પર રેમાલનું સંકટ, 26 મે અ઼ડધી રાત્રે ચક્રવાત ટકરાશે – હવામાન વિભાગ
ચક્રવાત રેમાલ અપડેટ્સ (ફોટો - પ્રતિકાત્મક)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 may 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 24 મે 2024, શુક્રવારના દિવસના મહત્વના સમાચારની વાત કરીએ તો, વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે તત્કાલીન નિર્ણય લેવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપતા કહ્યું છે કે, વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગ પર ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. વાસ્તવમાં એવી માંગ કરવામાં આવી રહી હતી કે, દરેક તબક્કામાં થયેલા મતદાનનો તમામ ડેટા સાર્વજનિક કરવામાં આવે અને ચૂંટણી પંચે તેને પોતાની વેબસાઈટ પર પણ અપલોડ કરવો જોઈએ. ફોર્મ 17સીનો ડેટા પણ બહાર પાડવાની વાત થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તમામ માંગણીઓ પર કોઈ તાત્કાલિક નિર્ણય આપવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી બાજુ, મુંબઈ સેસન્સ કોર્ટે એક્ટ્રેસ લૈલા ખાન અને તેના પરિવારની હત્યાના મામલામાં સુનાવણી કરી હતી, જેમાં દોષિત સોતેલા પિતા પરવેઝ ટાકને કોર્ટે મોતની સજા સંભળાવી છે.

બંગાળ પર રેમાલનું સંકટ, 26 મે અ઼ડધી રાત્રે ચક્રવાત ટકરાશે – હવામાન વિભાગ

બંગાળ પર ચક્રવાત રેમાલનું સંકટ છે. ભારતીય હવામા વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું કે, આજ સવારે બંગાળની ખાડીમાં એક દબાણનું ક્ષેત્ર બન્યું અને તે ધીમે ધીમે ઉત્તર, પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જે ઉત્તર તરફ આગળ વધશે ત્યારે ઝડપી બનશે અને આવતીકાલ સવાર સુધીમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લેશે. 26 મેની અડધી રાત્રે બંગાળના દરિયા કિનારે ચક્રવાત ટકરાશે. પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરઘણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ભારે પવન ફૂંકાશે, 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલા બસ અકસ્માત : વૈષ્ણોદેવી દર્શને જતા પરિવારના 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહેલો આખો પરિવાર અકસ્માતમાં ફસાઈ ગયો. હરિયાણાના અંબાલામાં જમ્મુ-દિલ્હી નેશનલ હાઈવે પર એક ટ્રાવેલર્સ બસ ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે અંબાલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આખો પરિવાર ટ્રાવેલર બસ દ્વારા બુલંદશહરથી વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા માટે રવાના થયો હતો. પરંતુ અંબારામાં રાત્રે 2 વાગ્યાની આસપાસ બસ અંબાલા-દિલ્હી નેશનલ હાઈવે પર પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. બસો અને ટ્રોલીઓના આ ભારે ધસારાએ 7 લોકોના જીવ લીધા હતા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

બંગાળમાં વૃદ્ધની હત્યા બાદ પશ્વિમ બંગાળના રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. બીજી તરફ આજે આઈપીએલમાં ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. આ ઉપરાંત ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. અહીં વાંચો આજના તાજા સમાચાર.

નંદીગ્રામમાં એક વૃદ્ધની હત્યા પર રાજ્યપાલે મમતા બેનર્જીને પત્ર લખ્યો

પશ્ચિમ બંગાળમાં હિંસા અને રાજ્યપાલ-મુખ્યમંત્રી વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. હવે રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ મામલે પગલાં લેવા અને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યપાલે સીએમ મમતા બેનર્જીને રક્તપાત બંધ કરવા ચેતવણી આપી હતી.

મૃતક મહિલા ભાજપ કાર્યકર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલે સીએમ મમતાને તાત્કાલિક પગલાં લેવા અને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ભારતના બંધારણના અનુચ્છેદ 167 હેઠળ આમ કરવા સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે બંધારણના કોઈપણ ઉલ્લંઘનને ગંભીરતાથી લેવામાં આવે છે અને કાર્યવાહી પણ કરવામાં આવે છે. રાજ્યપાલે સીએમને અસરકારક પગલાં લેવા જણાવ્યું છે.

Read More
Live Updates

બંગાળ પર રેમાલનું સંકટ, 26 મે અ઼ડધી રાત્રે ચક્રવાત ટકરાશે - હવામાન વિભાગ

બંગાળ પર ચક્રવાત રેમાલનું સંકટ છે. ભારતીય હવામા વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું કે, આજ સવારે બંગાળની ખાડીમાં એક દબાણનું ક્ષેત્ર બન્યું અને તે ધીમે ધીમે ઉત્તર, પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જે ઉત્તર તરફ આગળ વધશે ત્યારે ઝડપી બનશે અને આવતીકાલ સવાર સુધીમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લેશે. 26 મેની અડધી રાત્રે બંગાળના દરિયા કિનારે ચક્રવાત ટકરાશે. પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરઘણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ભારે પવન ફૂંકાશે, 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

https://x.com/AHindinews/status/1794059444759765196

વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગને ઝટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'ચૂંટણી પછી નિર્ણય લઈશું'

વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે તત્કાલીન નિર્ણય લેવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપતા કહ્યું છે કે, વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગ પર ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. વાસ્તવમાં એવી માંગ કરવામાં આવી રહી હતી કે, દરેક તબક્કામાં થયેલા મતદાનનો તમામ ડેટા સાર્વજનિક કરવામાં આવે અને ચૂંટણી પંચે તેને પોતાની વેબસાઈટ પર પણ અપલોડ કરવો જોઈએ. ફોર્મ 17સીનો ડેટા પણ બહાર પાડવાની વાત થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તમામ માંગણીઓ પર કોઈ તાત્કાલિક નિર્ણય આપવાનો ઈન્કાર કરી દીધો છે.

અભિનેત્રી લૈલા ખાન અને પરિવારની હત્યા કેસ: કોર્ટે સૌતેલા પિતાને મોતની સજા સંભળાવી

મુંબઈ સેસન્સ કોર્ટે એક્ટ્રેસ લૈલા ખાન અને તેના પરિવારની હત્યાના મામલામાં સુનાવણી કરી હતી, જેમાં દોષિત સોતેલા પિતા પરવેઝ ટાકને કોર્ટે મોતની સજા સંભળાવી છે.

રોડ અકસ્માત : વૈષ્ણોદેવી જતી બસ ટ્રોલી સાથે અથડાઈ, એક જ પરિવારના 7 ના મોત, 20 ઘાયલ

ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહેલો આખો પરિવાર અકસ્માતમાં ફસાઈ ગયો. હરિયાણાના અંબાલામાં જમ્મુ-દિલ્હી નેશનલ હાઈવે પર એક ટ્રાવેલર્સ બસ ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે અંબાલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આખો પરિવાર ટ્રાવેલર બસ દ્વારા બુલંદશહરથી વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા માટે રવાના થયો હતો. પરંતુ અંબારામાં રાત્રે 2 વાગ્યાની આસપાસ બસ અંબાલા-દિલ્હી નેશનલ હાઈવે પર પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. બસો અને ટ્રોલીઓના આ ભારે ધસારાએ 7 લોકોના જીવ લીધા હતા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

શુક્રવારનો દિવસ બાર રાશિના જાતકો માટે કેવો રહેશે?

આજે 24 મે 2024, શુક્રવારનો દિવસ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક વાંચો આજનું રાશિફળ.

નંદીગ્રામમાં એક વૃદ્ધની હત્યા પર રાજ્યપાલે મમતા બેનર્જીને પત્ર લખ્યો

પશ્ચિમ બંગાળમાં હિંસા અને રાજ્યપાલ-મુખ્યમંત્રી વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. હવે રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ મામલે પગલાં લેવા અને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યપાલે સીએમ મમતા બેનર્જીને રક્તપાત બંધ કરવા ચેતવણી આપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ