Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 August 2024 Highlights, આજના તાજા સમાચાર: છેલ્લા લગભગ 5 મહિનાથી જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ)ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીને 5 કાઉન્સિલરોએ ભાજપમાં જોડાયા છે. આપના પાંચ કાઉન્સિલરો આજે દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને લોકસભાના સાંસદ રામવીરસિંહ બિધુડીની હાજરીમાં બીજેપીમાં જોડાયા હતા. આ પાંચ કાઉન્સિલરમાં સુગંધા બિધુડી, રામચંદ્ર, પવન સેહરાવત, મંજુ નિર્મલ અને મમતા પવનનો સમાવેશ થાય છે.
લેબનાન પર ઈઝરાયલની એરસ્ટ્રાઇક, 48 કલાક દેશવ્યાપી ઈમરજન્સી જાહેર
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ હમાસ વચ્ચેનું યુદ્ધ હવે લેબનાન સુધી પહોંચી ગયું છે. ઈઝરાયલ સેનાએ આજે રવિવાર લેબનાન પર એરસ્ટ્રાઇક કરી છે. તો બીજી બાજુ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ એ પણ ઈઝરાયલ પર મોટી સંખ્યામાં ડ્રોન અને રોકેટ હુમલો કરવાની ઘોષણા કરી છે.
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં છેલ્લા 2 – 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ ઉકાઇ ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વાપી સહિત ઘણા જિલ્લ્માં સતત વરસાદ પડી રહ્યો છે. ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી દેતા લોકોનું સુરક્ષિત જગ્યા પર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાંચતા રહો ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ સમાચાર





