Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 26 January 2025 , આજના તાજા સમાચાર: અમદાવાદમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે. મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. બીજા દિવસે પણ સ્ટેડિયમ હાઉલ ફુલ રહ્યું હતું. ભારતનો પ્રજાસત્તાક પર્વ હોવાના કારણે કોન્સર્ટમાં આવેલા અનેક મ્યુઝિક લવર્સ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ક્રિસ માર્ટીને આજના પર્ફોમન્સ દરમિયાન ‘વંદે માતરમ’ ગાઈને પ્રશંસકોના દિલ જીતી લીધા હતા.કોન્સર્ટના બીજા દિવસે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ જોવા મળ્યો હતો.
પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
ભારતભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ભારત આજે પોતાનો 76મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. જેને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. પીએમ નરેન્દ્રી મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો આ સમારંભનો ભાગ બન્યા હતા.
પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10.30 વાગ્યે શરૂ થઇ અને લગભગ 90 મિનિટ સુધી ચાલી હતી. સમારોહની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે કરી. અહીં તેઓ પુષ્પાંજલી અર્પિત કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી પરેડના સાક્ષી બનવા માટે કર્તવ્ય પથ પર સલામી આપતા મંચ પર હાજર રહ્યા હતા. . ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓ સામેલ હશે. જેમાં કુલ 18 માર્ચિંગ યુનિટ, 15 બેન્ડ અને 31 ટેબ્લો સામેલ થયા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
બેંગ્લોરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ 76માં પ્રજાસત્તાક દિવસ પર કોંગ્રેસ કાર્યાલયમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે.આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા, ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર ઉપસ્થિત રહ્યા હતા.





