Gujarati News 27 January 2025 : મહાકુંભ 2025માં સંગમમાં ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડૂબકી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 January 2025: ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભ પહોંચ્યા બાદ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. યુપીના સીએમ યોગી અને બાબા રામદેવે પણ ગૃહમંત્રીની સાથે ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું.

Written by Ankit Patel
Updated : January 27, 2025 23:27 IST
Gujarati News 27 January 2025 : મહાકુંભ 2025માં સંગમમાં ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડૂબકી
અમિત શાહે મહાકુંભમાં ડૂબકી લગાવી - photo - ANI

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 January 2025 LIVE, આજના તાજા સમાચાર: ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભ પહોંચ્યા બાદ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. યુપીના સીએમ યોગી અને બાબા રામદેવે પણ ગૃહમંત્રીની સાથે ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું.

કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ થશે, ભારત અને ચીન વચ્ચે બની સહમતી

ભારત અને ચીને 2020થી અટકી પડેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષોએ 2025ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જરૂરી પ્રક્રિયાઓની ચર્ચા કરવાની પદ્ધતિ હાલના કરારો અનુસાર કામ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠક દરમિયાન બંને પક્ષો સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા. વિદેશ સચિવ મિસરી બે દિવસની બેઈજિંગ યાત્રા પર હતા.

ઉત્તરાખંડમાં યુનિફોર્મ યુનિફોર્મ કોડ લાગુ

ઉત્તરાખંડમાં સોમવારથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થશે. એટલું જ નહીં, આજથી એટલે કે 27 જાન્યુઆરીથી ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બનશે, જ્યાં UCC કાયદો અમલી બનશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે UCC સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને રાજ્યમાં જાતિ અને ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.

ઉત્તરાખંડમાં UCC લાગુ થવાથી હલાલાથી લઈને બહુપત્નીત્વ સુધીની તમામ ખરાબીઓનો અંત આવશે. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અમે તમામ ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે અને તે પછી રાજ્ય એક્ટ લાગુ કરવા માટે તૈયાર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે UCCનું પોર્ટલ લોન્ચ કરશે.

કોલંબિયાએ માઇગ્રન્ટ્સથી ભરેલા 2 પ્લેનને લેન્ડિંગની મંજૂરી ન આપી, ટ્રમ્પે પ્રતિબંધો લગાવ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ત્યાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. હવે ટ્રમ્પના નિશાના પર કોલંબિયાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી સૈન્યના બે વિમાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને કોલંબિયા પહોંચ્યા હતા, પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ તેમને લેન્ડિંગ કરવાની મંજૂરી આપી ન હતી.

આ ઘટનાક્રમ પછી ટ્રમ્પે કહ્યું કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલું પ્લેન પરત કર્યું, જેના પછી તેમના પર ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોલંબિયાના રાષ્ટ્રપતિના નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં ખલેલ પડી છે. આવી સ્થિતિમાં કોલંબિયાના તમામ ઉત્પાદનો પર 25 ટકા ઈમરજન્સી ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પના નિર્ણય બાદ ટેરિફ વધીને 50 ટકા થઈ શકે છે. આ ઉપરાંત કોલંબિયા સરકારના અધિકારીઓ અને તેના સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Read More
Live Updates

Today Live News : કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ થશે, ભારત અને ચીન વચ્ચે બની સહમતી

ભારત અને ચીને 2020થી અટકી પડેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષોએ 2025ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જરૂરી પ્રક્રિયાઓની ચર્ચા કરવાની પદ્ધતિ હાલના કરારો અનુસાર કામ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠક દરમિયાન બંને પક્ષો સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા. વિદેશ સચિવ મિસરી બે દિવસની બેઈજિંગ યાત્રા પર હતા.

Today Live News : દિલ્હીના બુરાડી વિસ્તારમાં ઇમારત ધરાશાયી

રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમાં સાંજે એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. અકસ્માત સમયે બિલ્ડિંગની અંદર 15 જેટલા લોકો હતા તેથી ઘણા લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાટમાળમાં ફસાયેલા લોકો મોબાઈલ ટોર્ચ સળગાવીને મદદ માંગતા જોવા મળી રહ્યા છે. જાણકારી અનુસાર બુરાડીના કૌશિક એન્ક્લેવ વિસ્તારમાં સોમવારે સાંજે એક નિર્માણાધીન પાંચ માળની ઇમારત પત્તાના ઘરની જેમ ધરાશાયી થઇ ગઇ હતી. આ ઘટના સમયે બિલ્ડિંગમાં મજૂર અને તેના પરિવારના 10-15 જેટલા લોકો હાજર હતા. જાણકારી અનુસાર સ્થાનિક લોકોએ કાટમાળ નીચે દબાયેલા ચાર લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

Today Live News : પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

Today Live News : અમિત શાહે મહાકુંભ ખાતે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરી

પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ ખાતે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરી.

Today Live News : જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે વર્ષ 2024માં શાનદાર રહ્યું હતું. તેણે માત્ર હોમગ્રાઉન્ડ પર જ નહીં પરંતુ વિદેશની ધરતી ઉપર પણ દરેક પરિસ્થિતિમાં ભારત માટે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. બુમરાહને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને આઇસીસીએ તેને વર્ષ 2024ના મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કર્યો છે. બુમરાહ ભારત તરફથી આ ટાઇટલ જીતનાર છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. બુમરાહ પહેલા આ એવોર્ડ રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, આર અશ્વિન અને વિરાટ કોહલી જીતી ચુક્યા છે.

Today Live News : સંગમમાં ગૃહમંત્રીની શ્રદ્ધા ડૂબકી

ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભ પહોંચ્યા બાદ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. યુપીના સીએમ યોગી અને બાબા રામદેવે પણ ગૃહમંત્રીની સાથે ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું.

Today Live News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભના સેલ્ફી પોઈન્ટ અરેલ ઘાટ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના સેલ્ફી પોઈન્ટ અરેલ ઘાટ પહોંચ્યા. ગૃહમંત્રી હવેથી ટૂંક સમયમાં પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરશે. હાલમાં સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક અને અન્ય લોકો પ્રયાગરાજમાં ગૃહમંત્રી સાથે છે.

Today Live News : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPનું ઘોષણા પત્ર, કેજરીવાલે આપી 15 ગેરંટી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આમદી પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ ચૂંટણી ઢંઢેરામાં આમ આદમી પાર્ટીએ 15 ગેરંટીઓની જાહેરાત કરી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાર આપીને કહ્યું કે ભાજપે તેમની કોપી કરીને ગેરંટી શબ્દનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. તેમના પ્રમાણે ભાજપ જે વાયદા કરે છે એ ખાલી જુઠ્ઠાણા છે. જોકે, આમ આદમી પાર્ટી પોતાના વચનો પુરા કરવાનો વિશ્વાસ આપે છે.

સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 23000 નીચે, આઈટી શેરમાં વેચવાલી

બજેટ સપ્તાહના પહેલા જ શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 76190 સામે 490 પોઇન્ટના કડાકામાં આજે 75700 ખુલ્યા હતા. વેચવાલીના દબાણમાં સેન્સેક્સ 75545 સુધી ઘટ્યો છે. હાલ 400 પોઇન્ટના ઘટાડે 75820 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23092 સામે આજે 22940 ખુલ્યો હતો. નિફ્ટી 150 પોઇન્ટથી ઘટીને નીચામાં 22910 સુધી ગયો છે. બેંક નિફ્ટી 240 પોઇન્ટ તૂટ્યો છે અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 600 પોઇન્ટનો કડાકો બોલાયો છે. સેન્સેક્સના ટોપ 5 લુઝર્સમાં ઝોમેટો, પાવરગ્રીડ, એલચીએલ ટેક, ટાટા મોટર્સ અને અદાણી પોર્ટ્સ દોઢ થી 3 ટકા સુધી ડાઉન હતા.

Today Live News : નલિયા 6 ડિગ્રી ઠંડી સાથે ઠંડુગાર બન્યું

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 6 ડિગ્રીથી 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાન ઘટીને6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Today Live News : અમેરિકાએ કોલંબિયાના તમામ ઉત્પાદનો પર 25 ટકા ઈમરજન્સી ટેરિફ લાદી

ટ્રમ્પે કહ્યું કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલું પ્લેન પરત કર્યું, જેના પછી તેમના પર ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોલંબિયાના રાષ્ટ્રપતિના નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં ખલેલ પડી છે. આવી સ્થિતિમાં કોલંબિયાના તમામ ઉત્પાદનો પર 25 ટકા ઈમરજન્સી ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પના નિર્ણય બાદ ટેરિફ વધીને 50 ટકા થઈ શકે છે. આ ઉપરાંત કોલંબિયા સરકારના અધિકારીઓ અને તેના સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Today Live News : કોલંબિયાએ માઇગ્રન્ટ્સથી ભરેલા 2 પ્લેનને લેન્ડિંગની મંજૂરી ન આપી, ટ્રમ્પે પ્રતિબંધો લગાવ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ત્યાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. હવે ટ્રમ્પના નિશાના પર કોલંબિયાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી સૈન્યના બે વિમાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને કોલંબિયા પહોંચ્યા હતા, પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ તેમને લેન્ડિંગ કરવાની મંજૂરી આપી ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ