Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 February 2024 LIVE: આજે 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર છે. આજના દિવસના મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય પ્રદેશમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં 14 લોકોના મોતના સમાચાર છે. જ્યારે પશ્વિમ બંગાળમાં સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરવામાં છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાની શરુઆતમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે વિદેશી સેલિબ્રિટીઓ, રાજકારણી અને બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. આ ઉપરાંત દેશ, વિદેશ, ગુજરાત, રમત-ગમત સહિત તમામ ક્ષેત્રના તાજા સમાચાર અહીં વાંચો.
ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે
હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. આ જાહેરાત કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે હિમાચલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.





