Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 January 2025, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના કાસગંજમાં તિરંગા યાત્રાને લઈને ભડકેલી ભીડ હિંસામાં યુવક ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં લખનઉની એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે 2 જાન્યુઆરીના રોજ 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે પુરાવાના અભાવે બે આરોપી નસીરૂદ્દીન અને અસીમ કુરેશીને નિર્દોષ જાહેર કર્યા હતા. ચંદન ગુપ્તાના પિતાએ લાંબી કાનૂની લડાઈ લડી છે. આરોપીઓને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો અને રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ચંદન ગુપ્તાના મોત બાદ આ વિસ્તારમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ આ કેસ ચર્ચામાં રહ્યો હતો.
વીર સાવરકર કોલેજ, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે મકાનો, PM મોદીની દિલ્હીને ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીમાં એક મોટી ભેટ છે. દિલ્હીના નજફગઢમાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કર્યો છે અને બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 1,675 ફ્લેટ પણ આપ્યા છે. આ સિવાય પીએમ મોદીએ નૌરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) અને સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ હાઉસિંગ ટાઈપ-2 ક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું છે.
એક દિવસમાં નલિયામાં અઢી ડિગ્રી જેટલી ઠંડી ઘટી
સમગ્ર ગુજરાતમાં અચાનક ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણે મહદઅંશે ઘટ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં 9 ડિગ્રીથી લઈને 9 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આ ઉપરાંત ઓખામાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ડિસામાં 12.4 ડિગ્રી, કેશોદમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





