Live

Gujarati News 5 June 2024 Highlights: એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 June 2024 : લોકસભા ચૂંટણી પરિણામના દિવસે ઊંધા મોંઢે પટકાયેલું શેરબજારે આજે બુધવારે જોરદાર કમબેક કર્યું છે.

Written by Ankit Patel
Updated : June 05, 2024 23:37 IST
Gujarati News 5 June 2024 Highlights: એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી
પીએમ મોદીની એનડીએના સંસદીય દળના નેતા તરીકે પસંદગી (તસવીર - એએનઆઈ ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 June 2024 Highlights, આજના તાજા સમાચાર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. હવે ક્યારે અને કેવી રીતે સરકાર બનશે એ જોવું રહ્યું. બીજી તરફ ગુજરાતમાં પણ ભાજપે એક બેઠક ગુમાવી છે. એનડીએની બેઠક મળી હતી. જેમાં ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, પવન કલ્યાણ, ચિરાગ પાસવાન, પ્રફુલ પટેલ, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી અને કુમારસ્વામી હાજર રહ્યા હતા. એનડીએ સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી દીધી છે. આ દરમિયાન એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદને પદ પર ચાલુ રહેવા વિનંતી કરી: રાષ્ટ્રપતિ ભવન

8 જૂને થઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ

લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે હવે નવી સરકાર બનાવવાની કવાયત પણ હાથધરવામાં આવી છે. સમાચાર આવી રહ્યા છે કે 8 જૂનના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

શેરબજારમાં જોરદાર કમબેક

આજે (5 જૂન 2024) ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ સાથે ટ્રેડિંગ શરૂ થયું. મંગળવારે (4 જૂન, 2024) ના રોજ 4 વર્ષમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરનાર શેરબજારે આજે જોરદાર પુનરાગમન કર્યું હતું. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 948.83 પોઈન્ટ વધીને 73,027.88 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 247.1 પોઈન્ટ વધીને 22,131.60 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

વડાપ્રધાન મોદીએ બોલાવી કેબિનેટ બેઠક

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત અનુસાર, ભાજપને 240, કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટીને 37, TMCને 29, DMKને 22, TDPને 16, JDUને 12, શિવસેના (UBT)ને 9, NCP (પવાર જૂથ)ને 8 બેઠકો મળી છે. આજે, બેઠકોનો રાઉન્ડ દિલ્હીમાં ચાલુ રહેશે, જ્યાં એનડીએ સાંજે 4 વાગ્યે બેઠક યોજવા જઈ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાંજે 6 વાગ્યે મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે.

આજે ઈન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક

લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને સારો દેખાવ કર્યો છે. સાથે સાથે કોંગ્રેસે પણ પોતાની સીટોમાં વધારો કર્યો છે. હવે ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં બેશસે કે પછી કોઈ જોડતોડની નીતિથી સરકાર બનાવવા પ્રયાસ કરશે. એ અંગે આજે મહત્વની બેઠક થવા જઈ રહી છે.

શેર માર્કેટમાં ઐતિહાસિક કડાકા બાદ આજે કેવું રહેશે બજાર

લોકસભા ચૂંટણી પરિણામમાં ભાજપની સ્પષ્ટ બહુમતી પર ખતરો દેખાતા અને અન્ય પરિબળોના પગલે શેર માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. હવે પરિણામો આવી ચૂક્યા છે ત્યારે આજે શેર માર્કેટની ચાલ કેવી રહેશે એ જોવું રહ્યું.

Read More
Live Updates

એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી

એનડીએ નેતાઓની પીએમ આવાસ પર બેઠક

દેવેન્દ્ર ફડણવીસે હારની જવાબદારી લીધી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં આવા પરિણામોની હું જવાબદારી લઉં છું. હું પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો હતો. હું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી હું આગામી ચૂંટણીમાં પાર્ટી માટે સખત મહેનત કરી શકું.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદને પદ પર ચાલુ રહેવા વિનંતી કરી: રાષ્ટ્રપતિ ભવન

8 જૂને થઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ, મોદી ત્રીજી વખત બનશે વડાપ્રધાન

લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે હવે નવી સરકાર બનાવવાની કવાયત પણ હાથધરવામાં આવી છે. સમાચાર આવી રહ્યા છે કે 8 જૂનના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

શેરબજારમાં જોરદાર કમબેક

આજે (5 જૂન 2024) ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ સાથે ટ્રેડિંગ શરૂ થયું. મંગળવારે (4 જૂન, 2024) ના રોજ 4 વર્ષમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરનાર શેરબજારે આજે જોરદાર પુનરાગમન કર્યું હતું. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 948.83 પોઈન્ટ વધીને 73,027.88 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 247.1 પોઈન્ટ વધીને 22,131.60 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આજે દિલ્હી પહોંચશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુ બંને આજે એનડીએની બેઠક માટે દિલ્હી પહોંચવાના છે. એનડીએ પાર્ટીઓ આજે રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરુ, પીએમ મોદીએ બોલાવી કેબિનેટ બેઠક

આજે, બેઠકોનો રાઉન્ડ દિલ્હીમાં ચાલુ રહેશે, જ્યાં એનડીએ સાંજે 4 વાગ્યે બેઠક યોજવા જઈ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાંજે 6 વાગ્યે મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે.

આજે ગુજરાત આ વિસ્તારોમાં પડશે વરસાદ

ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા અને દમણ, દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે દિવસ દરમિયાન હળવા વરસાદની સાથે વંટોળ ફૂંકાવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી હતી.

આજનો બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?

આજે 5 જૂન 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. એ જાણવા માટે અહીં ક્લિક કરીને વાંચો દૈનિક રાશિફળ.

શેર માર્કેટમાં ઐતિહાસિક કડાકા બાદ આજે કેવું રહેશે બજાર

લોકસભા ચૂંટણી પરિણામમાં ભાજપની સ્પષ્ટ બહુમતી પર ખતરો દેખાતા અને અન્ય પરિબળોના પગલે શેર માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. હવે પરિણામો આવી ચૂક્યા છે ત્યારે આજે શેર માર્કેટની ચાલ કેવી રહેશે એ જોવું રહ્યું.

આજે ઈન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક

લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને સારો દેખાવ કર્યો છે. સાથે સાથે કોંગ્રેસે પણ પોતાની સીટોમાં વધારો કર્યો છે. હવે ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં બેશસે કે પછી કોઈ જોડતોડની નીતિથી સરકાર બનાવવા પ્રયાસ કરશે. એ અંગે આજે મહત્વની બેઠક થવા જઈ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ