Gujarati News 6 February 2025 : મધ્ય પ્રદેશમાં વાયુસેનાનું વિમાન ક્રેશ, પાયલટ સુરક્ષિત

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 February 2025: સમાચાર એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને આપેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના શિવપુરી નજીક ક્રેશ થયેલું વિમાન ટ્વિન સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ છે. વિમાન નિયમિત તાલીમ ફ્લાઇટમાં હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે

Written by Ankit Patel
Updated : February 06, 2025 23:35 IST
Gujarati News 6 February 2025 : મધ્ય પ્રદેશમાં વાયુસેનાનું વિમાન ક્રેશ, પાયલટ સુરક્ષિત
મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું છે (તસવીર - સ્ક્રિનગ્રેબ)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 February 2025, આજના તાજા સમાચાર: મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ઉડાન ભરી રહેલો પાયલટ આ દુર્ઘટનામાં સુરક્ષિત છે. સમાચાર એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને આપેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના શિવપુરી નજીક ક્રેશ થયેલું વિમાન ટ્વિન સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ છે. વિમાન નિયમિત તાલીમ ફ્લાઇટમાં હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

એક્ઝિટ પોલ પર કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ પર પણ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ગાલી ગલોજ પાર્ટી ને 55 થી વધુ બેઠકો મળી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે કે આપ છોડીને તેમની પાર્ટીમાં આવો, મંત્રી બનાવી દઇશું અને દરેકને 15-15 કરોડ રૂપિયા આપીશું.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે જો તેમની પાર્ટીને 55થી વધુ સીટો મળી રહી છે તો અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે? તેમણે કહ્યું કે દેખીતી રીતે જ આ નકલી સર્વે એટલા માટે કરવામાં આવ્યા છે કે જેથી કેટલાક ઉમેદવારોને તોડવા માટે આ માહોલ બનાવી શકાય.

વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાથી ભારતીયોની વાપસી મુદ્દે રાજ્યસભામાં જવાબ આપ્યો

અમેરિકા દ્વારા 104 ભારતીયોને પરત મોકલવા મામલે વિવાદ થયો છે. અમેરિકામાંથી ભારતીયોના દેશનિકાલ મુદ્દે સંસદમાં પણ હંગામો થયો છે. ભારતીયોને અમેરિકાથી પરત કેમ મોકલવામાં તે મામલે દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી જયશંકર રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. તમને જણાવી દઇયે કે, બુધવારે 104 ભારતીય નાગરિકોને લઈને અમેરિકાનું સૈન્ય વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત પરત આવેલા 104 નાગરિકોમાં 30 પંજાબના, 33 હરિયાણા અને ગુજરાતના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અને બે ચંદીગઢના છે. જેમાં 19 મહિલાઓ અને 13 સગીર બાળકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે.

શેખ હસીનાએ હિંસા બાદ સમર્થકોને સંબોધ્યા, યુનુસે ચેતવણી આપી

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ ઢાકામાં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને સેંકડો દેખાવકારો દ્વારા આગ લગાડવા પર તેમની તીવ્ર નારાજગી વ્યક્ત કરીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ બંધારણ ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસ ભૂંસી શકાતો નથી. તેણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન વાસ્તવમાં તેની હત્યા માટે છે.

શેખ હસીનાએ ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું, ‘હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાય ઈચ્છું છું. શું મેં મારા દેશ માટે કંઈ કર્યું નથી? તો પછી આટલું અપમાન શા માટે? મારી બહેન અને મેં એક માત્ર સ્મૃતિને જોડી છે તે લુપ્ત થવાની છે. બંધારણને ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસને ભૂંસી શકાતો નથી.’

અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતા નાગરિકોને શોધી શોધીને ડિપોર્ટ કરવાની કામગીરી હાથધરી છે. જે પૈકી યુએસએમાં રહેતા ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીઓને પણ ડિપોર્ટ કરવાની કામગીરી હાથધરી હતી. જેના પગલે 100થી વધારે ભારતીયોને લઈને વિમાન બુધવારે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું.

ત્યારબાદ વિધિવત રીતે નાગરિકોને ત્યાંથી રાજ્યના વિવિધ ભાગોમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી 33 ગુજરાતીઓ પણ હતા. જેમને લઈને વિમાન ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. અને એરપોર્ટ પરથી એક પછી એક લોકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે.

અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી ઠંડી વધી

ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદમાં એકાએક ઠંડીનો પારો 6 ડિગ્રી સુધી ગગડ્યો હતો.જેના પગલે અમદાવાદમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 17.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.

Read More
Live Updates

Today News Live : એક્ઝિટ પોલ પર કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા, કહ્યું - અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા, 15 કરોડ રૂપિયાની ઓફર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ પર પણ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ગાલી ગલોજ પાર્ટી ને 55 થી વધુ બેઠકો મળી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે કે આપ છોડીને તેમની પાર્ટીમાં આવો, મંત્રી બનાવી દઇશું અને દરેકને 15-15 કરોડ રૂપિયા આપીશું.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે જો તેમની પાર્ટીને 55થી વધુ સીટો મળી રહી છે તો અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે? તેમણે કહ્યું કે દેખીતી રીતે જ આ નકલી સર્વે એટલા માટે કરવામાં આવ્યા છે કે જેથી કેટલાક ઉમેદવારોને તોડવા માટે આ માહોલ બનાવી શકાય.

Today News Live : પ્રથમ વન-ડેમાં ભારતનો 4 વિકેટે વિજય

બોલરોના શાનદાર પ્રદર્શન પછી શુભમન ગિલ (87), શ્રેયસ ઐયર (59)અને અક્ષર પટેલની (52)અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 4 વિકેટે વિજય મેળવ્યો છે. પ્રથમ બટિંગ કરતા ઇંગ્લેન્ડ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટે ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે

Today News Live : પ્રથમ વન-ડેમાં ભારતને 249 રનનો પડકાર

ભારત સામેની પ્રથમ વન ડે માં ઇંગ્લેન્ડ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 249 રનનો પડકાર મળ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે 52 અને જેકોબ બેથલ 51 રને બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.

Today News Live : મધ્ય પ્રદેશમાં વાયુસેનાનું વિમાન ક્રેશ, પાયલટ સુરક્ષિત

મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ઉડાન ભરી રહેલો પાયલટ આ દુર્ઘટનામાં સુરક્ષિત છે. સમાચાર એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને આપેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના શિવપુરી નજીક ક્રેશ થયેલું વિમાન ટ્વિન સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ છે. વિમાન નિયમિત તાલીમ ફ્લાઇટમાં હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છે.

વિદેશ મંત્રી જયશંકર અમેરિકાથી ભારતીયોની વાપસી મુદ્દે રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે જવાબ આપશે

અમેરિકા દ્વારા 104 ભારતીયોને પરત મોકલવા મામલે વિવાદ થયો છે. અમેરિકામાંથી ભારતીયોના દેશનિકાલ મુદ્દે સંસદમાં પણ હંગમામો થયો છે. ભારતીયોને અમેરિકાથી પરત કેમ મોકલવામાં તે મામલે દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી જયશંકર રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે જવાબ આપશે એવું ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું છે. તમને જણાવી દઇયે કે, બુધવારે 104 ભારતીય નાગરિકોને લઈને અમેરિકાનું સૈન્ય વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત પરત આવેલા 104 નાગરિકોમાં 30 પંજાબના, 33 હરિયાણા અને ગુજરાતના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અને બે ચંદીગઢના છે. જેમાં 19 મહિલાઓ અને 13 સગીર બાળકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે.

Today News Live : 'જીવનમાં પહેલીવાર મેં ભાજપને વોટ આપ્યો', ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના રશીદીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન પૂર્ણ થયું. હવે 8 ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજિદ રશીદીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે.

BJP IT સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે કહેતા જોવા મળે છે, ‘મિત્રો, મેં વોટ આપ્યો છે. આ માટે દિલ્હીમાં કોની સરકાર બનશે? મેં કોને મત આપ્યો છે તે સાંભળીને તમને ખૂબ જ નવાઈ લાગશે. મેં મારો મત ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે. મેં મારા જીવનમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. આવું શા માટે કરવામાં આવ્યું તેની પાછળ ઘણા કારણો છે. અત્યાર સુધી મુસ્લિમો પર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે મતદાન કરવાનો આરોપ લગાવવામાં આવતો હતો. પરંતુ મેં આ મત એટલા માટે આપ્યો છે કે આજે દિલ્હીમાં ભાજપની જીત થાય. આના અન્ય ઘણા કારણો છે.

Today News Live : શેરબજારમાં નરમાઇ, આઈટી ઇન્ડેક્સ મજબૂત

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં નરમાઇનો માહોલ છે. સેન્સેક્સ પાછલા બંધ 78271 સામે આજે 78513 ખુલ્યા હતા. જો કે મહિન્દ્રા, ટાયટન, અલ્ટ્રાટેક, આઈટીસી અને ટાટા સ્ટીલ જેવા બ્લુચીપ શેરમાં ઘટાડાને પગલે સેન્સેક્સ ડાઉન છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23696 સામે આજે 23761 ખુલ્યો હતો. સેન્સેક્સ 100 પોઇન્ટ અને નિફ્ટી 70 પોઇન્ટના ઘટાડાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. બેંક નિફ્ટી ડાઉન છે જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 200 પોઇન્ટ મજબૂત છે.

Today News Live :શેખ હસીનાએ હિંસા બાદ સમર્થકોને સંબોધ્યા, યુનુસે ચેતવણી આપી

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ ઢાકામાં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને સેંકડો દેખાવકારો દ્વારા આગ લગાડવા પર તેમની તીવ્ર નારાજગી વ્યક્ત કરીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ બંધારણ ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસ ભૂંસી શકાતો નથી. તેણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન વાસ્તવમાં તેની હત્યા માટે છે.

શેખ હસીનાએ ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું, ‘હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાય ઈચ્છું છું. શું મેં મારા દેશ માટે કંઈ કર્યું નથી? તો પછી આટલું અપમાન શા માટે? મારી બહેન અને મેં એક માત્ર સ્મૃતિને જોડી છે તે લુપ્ત થવાની છે. બંધારણને ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસને ભૂંસી શકાતો નથી.’

Today News Live : ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ પરથી વતન મોકલવાની કામગીરી શરુ

5 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાના એરફોર્સનું વિમાન 105 ભારતીઓને લઈને પંજાબના અમૃતસર એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. જે પૈકી 33 ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હવે તેમને પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષિત રીતે વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી છે.

Today News Live : અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી ઠંડી વધી

ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદમાં એકાએક ઠંડીનો પારો 6 ડિગ્રી સુધી ગગડ્યો હતો.જેના પગલે અમદાવાદમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 17.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.

Today News Live : અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા

અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓને લઈને એક વિમાન ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. અને એરપોર્ટ પરથી એક પછી એક લોકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ