Gujarati News 7 February 2025 : એસીબીએ અરવિંદ કેજરીવાલને ફટકારી નોટિસ, પુછ્યા 5 સવાલ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 February 2025: અરવિંદ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયામાં ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આક્ષેપોને લઇને આજે તેમના નિવાસસ્થાને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમ પહોંચી હતી. જોકે તે મળ્યા ન હતા. પરંતુ એસીબીની ટીમે તેમને નોટિસ આપી હતી

Written by Ankit Patel
Updated : February 07, 2025 23:32 IST
Gujarati News 7 February 2025 : એસીબીએ અરવિંદ કેજરીવાલને ફટકારી નોટિસ, પુછ્યા 5 સવાલ
અરવિંદ કેજરીવાલ - photo - X

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 February 2025, આજના તાજા સમાચાર: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યા બાદ હવે શનિવારે પરિણામનો દિવસ છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયામાં ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આક્ષેપોને લઇને આજે તેમના નિવાસસ્થાને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમ પહોંચી હતી. જોકે તે મળ્યા ન હતા. પરંતુ એસીબીની ટીમે તેમને નોટિસ આપી હતી. એસીબીની ટીમે કેજરીવાલને 5 સવાલ પૂછ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આરોપો પર ભાજપે એલજી સાથે મુલાકાત કરીને તેમના પર તપાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. એલજીએ એસીબીને આપના આ આરોપોની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચેલી એસીબીની ટીમ લાંબા સમય સુધી બહાર ઊભી રહી હતી પરંતુ બાદમાં પરત ફરી હતી.

દિલ્હી અને નોઈડાની સ્કૂલોને બોમ્બની ધમકી મળી

દિલ્હી અને નોઈડાની શાળાઓને બોમ્બની ધમકી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે એહાલકોન ઈન્ટરનેશનલ સ્કૂલ અને શિવનગર સ્કૂલને ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. ગુરુવારે ઘણી શાળાઓને આવી જ ધમકીઓ મળી હતી, જ્યારે પોલીસે તપાસ કરી અને માત્ર એક વિદ્યાર્થીની ધરપકડ કરી. હાલમાં, વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસ તપાસ કરી રહી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે બુધવારે પણ ઘણી સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી. જ્યારે એ ધમકીઓનું રહસ્ય ખુલ્યું ત્યારે બધા ચોંકી ગયા. એવું કહેવામાં આવ્યું છે કે કારણ કે એક વિદ્યાર્થીને શાળાએ જવું ન હતું, તેણે પોતાની ઓળખ છુપાવવા માટે VPNનો ઉપયોગ કર્યો અને મેઇલ દ્વારા ધમકીભર્યા સંદેશા મોકલ્યા. હવે ફરી એકવાર આવો મેઈલ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે, લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ ગુરુવારે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. હકીકતમાં, સૂદને લુધિયાણાના વકીલ રાજેશ ખન્નાના એક કેસના સંબંધમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ હતો.

એડવોકેટ ખન્નાએ આરોપ મૂક્યો હતો કે શુક્લાએ તેમને નકલી રિઝિકા સિક્કામાં રોકાણ કરવાની લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદે જુબાની આપવાની હતી. તાજેતરમાં, ફતેહ ફિલ્મ કરનાર અભિનેતા સૂદને સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

નલિયામાં સતત ઘટી રહ્યું છે તાપમાન

ગુજરાતમાં શિયાળાનો નવો રાઉન્ડ શરી થયો છે ત્યારે ઠંડા પવન ફૂંકાવવાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.6 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 8.6 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Read More
Live Updates

Today News Live : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - અમને તોડવાનો પ્રયાસ કરશો તો માથું ફોડી નાખીશું

એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં તેમની પાર્ટીના કેટલાક સભ્યોના જોડાવાના અહેવાલો પર શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો તમે મર્દના પુત્ર છો તો ઇડી, સીબીઆઈ, આવકવેરા અને પોલીસને બાજુમાં રાખો અને આવીને અમારી સામે લડો. અમે તમને બતાવીશું કે અસલી શિવસેના કઈ છે. જો તમે અમને તોડવાનો પ્રયત્ન કરશો તો અમે તમારું માથું ફોડી નાખીશું. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે જે રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષને પરાજય વિશ્વસનીય લાગ્યો ન હતો, તેવી જ રીતે ભાજપને તેની જીત વિશ્વસનીય લાગી નથી.

Today News Live : એકનાથ શિંદેએ કહ્યું - MVA વિધાનસભામાં હારના આઘાતમાંથી બહાર આવી શક્યું નથી

લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહારાષ્ટ્રની મતદાર યાદીમાં વિસંગતતાઓના આરોપો પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે MVA વિધાનસભામાં તેની હારના આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. તેમને 440 વોલ્ટનો આંચકો લાગ્યો છે. તેઓ સમજી શકતા નથી કે તેમને આટલી મોટી હાર કેવી રીતે સહન કરવી પડી. આ અમારા 2.5 વર્ષમાં કરેલા કાર્યનું પરિણામ હતું.

Today News Live : એસીબીએ અરવિંદ કેજરીવાલને ફટકારી નોટિસ, પુછ્યા 5 સવાલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યા બાદ હવે શનિવારે પરિણામનો દિવસ છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયામાં ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આક્ષેપોને લઇને આજે તેમના નિવાસસ્થાને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમ પહોંચી હતી. જોકે તે મળ્યા ન હતા. પરંતુ એસીબીની ટીમે તેમને નોટિસ આપી હતી. એસીબીની ટીમે કેજરીવાલને 5 સવાલ પૂછ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આરોપો પર ભાજપે એલજી સાથે મુલાકાત કરીને તેમના પર તપાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. એલજીએ એસીબીને આપના આ આરોપોની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચેલી એસીબીની ટીમ લાંબા સમય સુધી બહાર ઊભી રહી હતી પરંતુ બાદમાં પરત ફરી હતી.

Today News Live : દિલ્હી ચૂંટણી પરિણામ પહેલા કેજરીવાલ અને સંજય સિંહના ઘરે પહોંચી ACB

શનિવારે દિલ્હી ચૂંટણી પરિણામ જાહેર થવાના છે ત્યારે આ પહેલા જ રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના ઘરે એસીબીની ટીમ પહોંચી ગઈ છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપ તરફથી તોડવા માટે તેમની પાર્ટીના નેતાઓને 15 કરોડ રૂપિયા સુધીની ઓફર મળી છે. આ મામલે એલજી વીકે સક્સેનાએ તપાસના આદશે આપ્યા છે. ત્યારબાદ તપાસ એજન્સી આપ નેતાઓના ઘરે પહોંચી છે.

Today News Live : દિલ્હી અને નોઈડાની શાળાઓને બોમ્બની ધમકી મળી

દિલ્હી અને નોઈડાની શાળાઓને બોમ્બની ધમકી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે એહાલકોન ઈન્ટરનેશનલ સ્કૂલ અને શિવનગર સ્કૂલને ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. ગુરુવારે ઘણી શાળાઓને આવી જ ધમકીઓ મળી હતી, જ્યારે પોલીસે તપાસ કરી અને માત્ર એક વિદ્યાર્થીની ધરપકડ કરી. હાલમાં, વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસ તપાસ કરી રહી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે બુધવારે પણ ઘણી સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી. જ્યારે એ ધમકીઓનું રહસ્ય ખુલ્યું ત્યારે બધા ચોંકી ગયા. એવું કહેવામાં આવ્યું છે કે કારણ કે એક વિદ્યાર્થીને શાળાએ જવું ન હતું, તેણે પોતાની ઓળખ છુપાવવા માટે VPNનો ઉપયોગ કર્યો અને મેઇલ દ્વારા ધમકીભર્યા સંદેશા મોકલ્યા. હવે ફરી એકવાર આવો મેઈલ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Today News Live : રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો, 5 વર્ષ બાદ લીધો મોટો નિર્ણય

મધ્યમ વર્ગને મોટી રાહત આપતા રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેંકે શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. આ માહિતી રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી. તેમણે માહિતી આપી હતી કે સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6.50% થી ઘટીને 6.25% થઈ ગયો છે. હવે લોકોને લોન લેવી સસ્તી થશે. આ ઉપરાંત તેમનો EMI બોજ પણ હળવો થશે.

Today News Live : RBI પોલિસી પહેલા સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ

આરબીઆઈની મોનેટરી પોલિસીની ઘોષણા પહેલા શેરબજારમાં નરમાઇ છે. સેન્સેક્સ પાછલા બંધ 78058 સામે આજે 78119 ખુલ્યો હતો. જો કે અંડર ટોન નરમ રહેતા માર્કેટ ઘટીને 78000 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23603 સામે આજે 23649 ખુલ્યા બાદ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યો છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 250 પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઇ રહ્યો છે.

Today News Live : RBI MPC મીટિંગ, RBI આજે રેપો રેટમાં ઘટાડો કરી શકે છે

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક આજે (7 ફેબ્રુઆરી 2025) સમાપ્ત થશે. RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગ્યે સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવો જોઈએ કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે આ વખતે RBI રેપો રેટમાં 25bpsનો ઘટાડો કરી શકે છે.

HDFC સિક્યોરિટીઝના MD અને CEO ધીરજ રેલીએ જણાવ્યું હતું કે, “RBI ગવર્નર મલ્હોત્રાની આગેવાનીમાં આગામી MPC મીટિંગમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી વ્યાપક અપેક્ષા છે.” જો કે, આ નિર્ણય તદ્દન સંતુલિત છે. મધ્યસ્થ બેંક તેના બદલે તરલતાના પગલાંને પ્રાધાન્ય આપી શકે છે અને એપ્રિલની નીતિ સમીક્ષા સુધી રેટ કટને મુલતવી રાખી શકે છે, ખાસ કરીને વધતી વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને.’

Today News Live : નલિયામાં સતત ઘટી રહ્યું છે તાપમાન

ગુજરાતમાં શિયાળાનો નવો રાઉન્ડ શરી થયો છે ત્યારે ઠંડા પવન ફૂંકાવવાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.6 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 8.6 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Today News Live : બોલિવૂડ એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે, લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ ગુરુવારે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. હકીકતમાં, સૂદને લુધિયાણાના વકીલ રાજેશ ખન્નાના એક કેસના સંબંધમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ હતો.

એડવોકેટ ખન્નાએ આરોપ મૂક્યો હતો કે શુક્લાએ તેમને નકલી રિઝિકા સિક્કામાં રોકાણ કરવાની લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદે જુબાની આપવાની હતી. તાજેતરમાં, ફતેહ ફિલ્મ કરનાર અભિનેતા સૂદને સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ