લદ્દાખમાં શું પ્લાન કરી રહ્યું છે ચીન? ભારતે નોંધાવ્યો વિરોધ, બ્રહ્મપુત્ર પર બની રહેલા ડેમને લઇને કહી મોટી વાત

India China News: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તથાકથિત કાઉન્ટીઓના કેટલાક ભાગો લદ્દાખમાં આવે છે અને ભારત આ ક્ષેત્ર પર ચીનના કબજાનો સખત વિરોધ કરે છે. ચીને પોતાનો આ પ્રોજેક્ટ બંધ કરવો જ પડશે

Written by Ashish Goyal
Updated : January 03, 2025 18:57 IST
લદ્દાખમાં શું પ્લાન કરી રહ્યું છે ચીન? ભારતે નોંધાવ્યો વિરોધ, બ્રહ્મપુત્ર પર બની રહેલા ડેમને લઇને કહી મોટી વાત
ભારતીય વિદેશ મંત્રાલયે ચીનની આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે. (ફાઇલ ફોટો)

India China News: પાડોશી દેશ ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓથી અટકતું નથી અને ભારતની જમીન પર કબજો જમાવવાની કોશિશ કરતું રહે છે. આવું જ કંઈક હવે લદ્દાખ ક્ષેત્રમાં ફરી એકવાર કરવામાં આવી રહ્યું છે. તે લદ્દાખને અડીને આવેલા ચીની વિસ્તારમાં બે કાઉન્ટી બનાવી રહ્યું છે, જેનો મોટો ભાગ લદ્દાખમાં પણ આવી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ચીનની આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે.

ચીનની સત્તાવાર મીડિયા એજન્સી શિન્હુઆએ 27 ડિસેમ્બરે અહેવાલ આપ્યો હતો કે ઉત્તરપશ્ચિમ ચીનના ઝેજિયાંગ ઉઇગર ક્ષેત્રની સરકારે બે નવી કાઉન્ટી એટલે કે હેઆન હેકાંગ બનાવવાની જાહેરાત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનના આવા કોઈ પણ કબજાને સ્વીકારવામાં આવશે નહીં.

વિદેશ મંત્રાલયે કહ્યું – ભારત સખત વિરોધ કરે છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તથાકથિત કાઉન્ટીઓના કેટલાક ભાગો લદ્દાખમાં આવે છે અને ભારત આ ક્ષેત્ર પર ચીનના કબજાનો સખત વિરોધ કરે છે. ચીને પોતાનો આ પ્રોજેક્ટ બંધ કરવો જ પડશે. અમે ચીનના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓની સ્થાપનાની જાહેરાત જોઇ છે, જે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે.

આ પણ વાંચો – મોદી સરકારે નવા વર્ષના દિવસે ખેડૂતોને આપી ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી

ચીનના કબજાને કાયદેસરતા નહીં મળે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે નવા રાજ્યોની રચનાથી આ ક્ષેત્ર પરની આપણી સાર્વભૌમત્વ અંગે ભારતની લાંબા ગાળાની અને સુસંગત સ્થિતિને ન તો અસર થશે કે ન તો ચીનના ગેરકાયદેસર અને બળજબરીપૂર્વકના કબજાને કાયદેસરતા મળશે. અમે ફૂટનીતિક ચેનલોના માધ્યમથી ચીની પક્ષ સાથે ગંભીર વિરોધ નોંધાવ્યો છે.

આ મામલે ચીની સરકારી મીડિયાએ આપેલી માહિતી મુજબ હેયાનની કાઉન્ટી સીટ હાંગલિયુ ટાઉનશિપ છે, જ્યારે હેકાંગની કાઉન્ટી સીટ જેયિડુલા ટાઉનશિપ છે. પરંતુ ભારત લદ્દાખમાં દખલ દેવાના મામલાને લઇને વિરોધ કરી રહ્યું છે.

બ્રહ્મપુત્ર પર બની રહેલા ડેમને લઇને શું કહ્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં યારલુંગ જાંગ્બો નદી પર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અંગે શિન્હુઆ દ્વારા 25 ડિસેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી માહિતી જોઇ છે. નદીના પાણી પર અમારો પણ સ્થાપિત અધિકાર છે. આ ઉપરાંત નીચાણવાળા તટવર્તી દેશ હોવાને કારણે અમે નિષ્ણાત-સ્તર તેમજ ફૂટનીતિક ચેનલોના માધ્યમથી ચીન પક્ષને તેમના વિસ્તારમાં નદીઓ પરના મેગા પ્રોજેક્ટ્સ અંગેના અમારા મંતવ્યો અને ચિંતાઓ જણાવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ