ભારત પાકિસ્તાન સંઘર્ષ: આક્રમક મંસૂબા સાથે સીમા તરફ આવી રહી છે પાકિસ્તાની સેનાઃ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ

Operation Sindoor: ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવા માટે વિદેશ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી.

Written by Ankit Patel
Updated : May 10, 2025 12:36 IST
ભારત પાકિસ્તાન સંઘર્ષ: આક્રમક મંસૂબા સાથે સીમા તરફ આવી રહી છે પાકિસ્તાની સેનાઃ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ
ઓપરેશન સિંદૂર પર ભારતીય સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ - photo- MEA youtube

India pakistan conflict, ભારત પાકિસ્તાન સંઘર્ષ : ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તણાવની સ્થિતિ છે. પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ રહ્યા છે તો તેના વળતા જવાબમાં ભારતીય સેના કાર્યવાહી કરી છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવા માટે વિદેશ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી. એક ખાસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયે કહ્યું, “છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાનની કાર્યવાહીને ઉશ્કેરણીજનક અને ઉશ્કેરણીજનક તરીકે જોવામાં આવી રહી છે.

પાકિસ્તાને લડાકૂ વિમાનોથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત તણાવ વધારવાની ગતિવિધીઓ કરી હી છે. તેના જવાબમાં ભારતે ડિફેન્ડ કરતા જવાબ આપ્યો હતો. આજે સવારે ફરીથી તણાવ વધારવાની કોશિશ કરી હતી. કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને હાઈસ્પીડ મિસાઈલથી પંજાબના એરબેસ સ્ટેશનને ઉડાવવાની કોશિશ કરી હતી. તેમના વિમાનોએ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી.

રાજૌરીમાં પાકિસ્તાની ગોળીબારમાં થયું નુકસાન

વિદેશ સચિવ વિક્રમ મીસ્રીએ કહ્યું કે આજ સવારે પાકિસ્તાનના રાજૌરી શહેર પર ગોળીબારી કરી છે. જેમાં અધિક નાયાબ આયુક્ત રાજ કુમાર થાપાનું મોત થયું હતું. જેમાંથી રાજ્યમાં નાગરિકના મોત અને નુકસાન વધી શકે છે.

પાકિસ્તાને અને હાઈ સ્પીડ મિસાઈલથી એરબેસ ઉડાવવાની કોશિશ કરી

કર્નલ સોફિયા કુરૈશીએ બ્રીફિંગ આપતા જણાવ્યું હતું કે અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જોકે, ભારતીય સેનાએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને પંજાબના અમૃતસરમાં બાયકર યિહા III કામિકાઝે ડ્રોન લોન્ચ કર્યા, જેનાથી પંજાબના રહેણાંક વિસ્તારો જોખમમાં મુકાયા.

જોકે, આજે સવારે 5 વાગ્યે આર્મી એર ડિફેન્સ ગન દ્વારા આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, અને તેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો હતો, એમ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું. “ડ્રોનનો હેતુ નાગરિક વિસ્તારો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો હતો,”

પાકિસ્તાને સ્કૂલ અને હોસ્પિટલને બનાવ્યા નિશાન : સોફિયા કુરૈશી

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને શ્રીનગર, અવંતીપુર અને ઉધમપુરમાં હવાઈ ઠેકાણા ઉપર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરોને નિશાના બનાવ્યા છે. એનાથી એકવાર ફરીથી નાગરિક પાયાના માળખા પર હુમલો કરવાની ગેરજવાબદારી ભરી પ્રવૃત્તિની જાણ થઈ છે.

નાગરિક વિમાનોની આડ લઈ રહ્યું છે પાકિસ્તાન

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે ચિતાનો વિષય એ રહ્યો છે કે પાકિસ્તાને નાગરિક વિમાનોની આડ લઈને ઈન્ટરનેશનલ હવાઈ માર્ગનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. જેનાથી તે પોતાની ગતિવધિઓ સંતાડે છે. પાકિસ્તાને અનેક ખોટા દાવા કર્યા છે એ બધા ખોટા છે.

અમે તણાવ વધારવા માગતા નથી : કર્નલ સોફિયા કુરૈશી

ભારતીય સશસ્ત્ર દળ ઈચ્છે છે કે અમે કોઈ તણાવ વૃદ્ધી ઈચ્છતા નથી પરંતુ એ પાકિસ્તાની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.

આક્રામક મંસૂબા સાથે સીમા તરફ આવી રહી છે પાકિસ્તાની સેનાઃ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ

વિંગ કમાંડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના પોતાના સૈનિકોને આગળના ક્ષેત્રો તરફ લઈ જઈ રહી છે. જે આક્રામક ઈરાદાને દર્શાવે છે. ભારતીય સશસ્ત્ર દળ પરિચાલન તત્પરતાની ઉચ્ચ સ્થિતિમાં છે. બધી શત્રુતાપૂર્ણ કાર્યવાહીઓના પ્રભાવી ઢંગથી મુકાબલો કરવામાં આવ્યો છે. આનુપાતિક રૂપથી જવાબ આપવામાં આવ્યો છે.

ભારતે પાકિસ્તાન પર કર્યા સટીક હુમલા : વિંગ કમાંડર વ્યોમિકા સિંહ

વિંગ કમાંડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે એક ત્વરિત અને સુનિયોજિત પ્રક્રિયામાં ભારતીય સશસ્ત્ર દળોએ માત્ર ચિન્હિત સૈન્ય લક્ષ્યો પર સટીક હુમલો કર્યો છે. પાકિસ્તાને ભારતીય એસ-400 પ્રણાલીને નષ્ટ કરવા, સૂરત અને સિરસામાં હવાઈ અડ્ડોને નષ્ટ કરવાનો દાવો કરી સતત દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત-પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા ખોટા દાવાને સ્પષ્ટ રૂપથી નકારી કાઢ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ