ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ગત બે દિવસથી પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઈલથી ભારતના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે. જોકે પાકિસ્તાનની એક પણ મિસાઈલ ભારતને નુકસાન પહોંચાડી શકી નથી કારણ કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેને ધૂળ ચટાડી દીધી છે. આ દરમિયાન ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કંપનીએ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી. કંપીનીએ કહ્યું કે, ડરીને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક કરવાની કોઈ જરૂરીયાત નથી. તેના તમામ આઉટલેટ પર ઈંધણ એલપીજી સરળતાથી ઉપલબ્ધ છે.
કંપનીએ લોકોને શાંતિ જાળવી રાખવા અને જરૂરીયાત વિના આઉટલેટ પર ના જવાની સલાહ આપી છે. આ પ્રકારની હરકતો આપૂર્તિની પદ્ધતિમાં અડચણ ઉભી કરી શકે છે અને આથી અરાજક્તા ફેલાઈ શકે છે. કંપનીએ લોકોને વધુમાં કહ્યું કે શાંત રહીને અને જરૂરીયાત વિનાની ભીડથી બચીને તમારી શ્રેષ્ઠ સેવા કરવામાં મદદ કરશો. આથી અમારી આપૂર્તિને સેવા સતત ચાલતી રહેશે.
બંને દેશો વચ્ચે તણાવ વધ્યો
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સતત ભારત પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે પરંતુ ભારત આ નાપાક હુમલોઓેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મિસાઈલ અને ડ્રોનને આકાશમાં જ નાશ કરી રહી છે. આથી અત્યાર સુધીનમાં ભારતમાં કોઈ પણ જાનમાલને નુક્સાન થયુ નથી. ત્યાં જ ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના ઘણા ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે.
આ પણ વાંચો: પાકિસ્તાની સાંસદનો વીડિયો શેર કરી હર્ષ સંઘવીએ લખ્યું- યે ડર અચ્છા હૈ…
ગૃહ મંત્રીને મળવા પહોંચ્યા એનએસએ ડોભાલ
સરકાર સતત એક્શનમાં જોડાયેલી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સાઉથ બ્લોકમાં હાઈલ લેવલ મિટિંગ કરી હતી. સીડીએસ જનરલ અનિલ ચૌહાન, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એપી સિંહ અને રક્ષા સચિવ આરકે સિંહાએ રિવ્યુ મિટિંગ કરી હતી. ત્યાં જ જમ્મુમાં સીએમ ઉમર અબ્દુલ્લા ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં જ એનએસએ અજીત ડોભાલ ગૃહ મંત્રી અમિત શાહને મળવા માટે તેમના આવાસ પહોંચ્યા હતા.





