trump tariff impositions : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે 1 ઓક્ટોબરથી તમામ વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે. વધુમાં કિચન કેબિનેટ અને ભારે ટ્રકો પર પણ ભારે ડ્યુટી લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિર્ણયની વિગતવાર માહિતી આપી છે.
તેમણે જણાવ્યું છે કે આ વર્ષની 1 ઓક્ટોબરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સિવાય, તમામ બ્રાન્ડેડ અથવા વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે.
વધુમાં, ટ્રમ્પના મતે, બાથરૂમ વેનિટી પર 50% ટેરિફ અને અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% ટેરિફ લાદવામાં આવશે. 1 ઓક્ટોબરથી હેવી-ડ્યુટી ટ્રકો પર પણ ટેરિફ લાદવામાં આવશે, જે સ્થાનિક વ્યવસાયોને બાહ્ય સ્પર્ધાથી બચાવશે.
આ પણ વાંચોઃ- US OPT Program: વિદેશી વિદ્યાર્થીઓ પાછળ હાથ ધોઈને પડ્યું છે અમેરિકા, H-1B વિઝા બાદ હવે OPT માટે વલખાં મારશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દલીલ કરે છે કે આ ઉત્પાદનો પર ટેરિફ જરૂરી છે કારણ કે યુએસ બજાર આવા વિદેશી માલથી ભરાઈ ગયું છે, અને તેથી, તેમને નિયંત્રિત કરવા માટે આ ટેરિફ લાદવામાં આવ્યા હતા. જોકે, આ પહેલી વાર નથી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ નીતિ દ્વારા અમેરિકન વ્યવસાયોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો હોય.