India vs England Ranchi Test : ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પોતાની ધરતી પર 13મી વખત ટેસ્ટ ક્રિકેટમાં 150+ ના ટાર્ગેટનો પીછો કરીને જીત મેળવી છે. આ સાથે જ 11 વર્ષનો દુષ્કાળ ખતમ થઈ ગયો. 2013 બાદ પહેલી વખત ભારતમાં 150+ રનનો ટાર્ગેટ ચેઝ થયો છે. ભારતે પોતાની ધરતી પર 387 રનનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. જેમાં તેણે 2008માં ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું.
ભારતમાં અંતિમ વખત ટેસ્ટ ક્રિકેટમાં 150થી વધુના ટાર્ગેટ માર્ચ 2013માં થયો હતો. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે 158 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. આ પછી 11 વર્ષ સુધી 150+ નો ટાર્ગેટ ચેઝ થયો નથી. ભારતીય ટીમે સૌ પ્રથમ 1964માં પોતાની ધરતી પર 150+ ના ટાર્ગેટનો પીછો કર્યો હતો. ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે 256 રનના ટાર્ગેટનો પીછો કરતા 2 વિકેટે જીત મેળવી હતી.
13મી જીત માટે 11 વર્ષની રાહ
આ પછી 2013 એટલે કે 49 વર્ષમાં 12 વખત 150થી વધુ રનના ટાર્ગેટનો ચેઝ થયો હતો. આ પછી ભારતને 13મી જીત માટે 11 વર્ષ રાહ જોવી પડી હતી. ભારતીય ટીમે 2010માં આવું બે વખત કર્યું હતું. બંને મેચમાં ઓસ્ટ્રેલિયાને 5-5 વિકેટથી હરાવ્યું હતું.
આ પણ વાંચો – ચોથી ટેસ્ટ : રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ, 92 વર્ષમાં કોઈ ભારતીય ન કરી શક્યો તે કરી બતાવ્યું
બેન સ્ટોક્સની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી ગુમાવી
રાંચી ટેસ્ટમાં ભારતને જીત માટે 192 રનની જરૂર હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીએ 84 રનની ભાગીદારી કરતાં ભારતને મક્કમ શરુઆત અપાવી હતી. આ પછી ભારતીય ટીમે 21 રનની અંદર 4 વિકેટ ગુમાવીને દબાણમાં આવી ગઈ હતી, પરંતુ શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે ભારતને જીત અપાવી હતી. ધુ્રવ જુરેલ 39 અને શુભમન ગિલ 52 રને અણનમ રહ્યા હતા. બેન સ્ટોક્સની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડે પહેલી વખત ટેસ્ટ શ્રેણી ગુમાવી છે.