India-China Border, ભારત-ચીન બોર્ડર : આજે દિવાળી છે અને આ વખતે દિવાળી ખૂબ જ ખાસ છે. એલએસી પર લગભગ સાડા ચાર વર્ષ પછી દિવાળી હેપ્પી છે. પૂર્વી લદ્દાખના દેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂર્ણ થયાના એક દિવસ બાદ ભારત અને ચીનના સૈનિકોએ દિવાળીના અવસર પર એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ મીઠાઈ એક જ જગ્યાએ નહીં પરંતુ પાંચ જગ્યાએ એકબીજાને આપવામાં આવી છે.
જ્યાં-જ્યાં એકબીજાને મીઠાઈઓ આપવામાં આવી છે. તેમાં લદાખમાં ચુશુલ માલ્ડો અને દૌલત બેગ ઓલ્ડી, અરુણાચલ પ્રદેશના બંછા અને બુમલા અને સિક્કિમના નાથુલાનો સમાવેશ થાય છે. સેનાના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે દિવાળીના અવસર પર એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે એકબીજાને મીઠાઈ આપવામાં આવી હતી. પેટ્રોલિંગ સમજુતીમાં દેપસાંગ મેદાનો અને ડેમચોકમાંથી કામચલાઉ શિબિરો સહિત સૈન્ય કર્મીઓને હટાવવા અને સૈનિકોને એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પર પાછા બોલાવવાની વાત કહેવામાં આવી હતી.
ભારત-ચીન મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું હતું કે એલએસી પર કેટલાક વિસ્તારોમાં મતભેદો ઉકેલવા માટે ભારત અને ચીન ફૂટનીતિક અને સૈન્ય બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે. વાટાઘાટોના પરિણામ મુજબ સમાન અને પરસ્પર સુરક્ષાના આધારે વ્યાપક સર્વસંમતિ સધાઈ છે. આ કરારમાં પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ગોચરના અધિકારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ખાલિસ્તાની નિજ્જર હત્યા કેસમાં અમિત શાહનું નામ લઈને કેનેડાએ કરી ‘ભૂલ’, લાંબા સમય સુધી સંબંધોને અસર થશે
તેમણે કહ્યું કે આ સર્વસંમતિના આધારે ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમારો પ્રયત્ન આ મામલાને સૈનિકોની પીછેહઠથી આગળ લઈ જવાનો હશે પરંતુ આ માટે અમારે થોડી વધુ રાહ જોવી પડશે.
ભારત અને ચીન વચ્ચે લાંબી સરહદ છે
ભારત અને ચીન વિશ્વની સૌથી લાંબી સરહદ વહેંચે છે. આને એલએસી કહેવામાં આવે છે. આ લગભગ 3488 કિલોમીટર લાંબી બોર્ડર છે. તે એટલી લાંબી બોર્રડ છે કે ભારત અને ચીન લદ્દાખથી લઈને અરુણાચલ સુધીના ઘણા ભાગોમાં પોતાના અલગ-અલગ દાવા કરે છે અને તેનાથી તણાવની સ્થિતિ વધે છે. પરંતુ આ સમજૂતી બાદ દેપસાંગ અને ડેમચોકમાં બંને દેશોની સેનાએ પીછેહઠ કરી છે.





