ભારતીય નૌકાદળની સમુદ્રી ડાકુઓ સામે મોટી કાર્યવાહી, 23 પાકિસ્તાનીઓને પણ બચાવ્યા

ભારતીય નૌકાદળ દ્વારા સમુદ્રમાં ડાકુઓના ચૂંગલમાંથી ઈરાની જહાજ અલ-કમ્બાર 786 ને બચાવી લીધું છે, સાથે 23 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને પણ બચાવવામાં આવ્યા છે.

Written by Kiran Mehta
March 30, 2024 17:07 IST
ભારતીય નૌકાદળની સમુદ્રી ડાકુઓ સામે મોટી કાર્યવાહી, 23 પાકિસ્તાનીઓને પણ બચાવ્યા
ભારતીય નૌકાદળે ચાંચિયા દ્વારા અપહરણ કરાયેલ જહાજમાં રેસક્યુ ઓપરેશન કર્યું

ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે અરબ સાગરમાં અપહરણ કરાયેલા ઈરાની જહાજ અલ-કમ્બાર 786 ને બચાવી લીધું છે. આ જહાજમાં 23 પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા અને તેમને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જે ઈરાની જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું તે એક ફિશિંગ જહાજ હતું અને 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ આ જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું છે.

નેવીએ એક નિવેદન બહાર પાડ્યું

ભારતીય નૌકાદળના સફળ ઓપરેશન બાદ તેમણે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. નેવીના નિવેદન મુજબ એક્સપર્ટ ટીમ ફિશિંગ વેસલની તપાસ કરી રહી છે, જેથી આ કામ ફરી શરૂ કરી શકાય. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આ જહાજને સુરક્ષિત વિસ્તારમાં લઈ આવવામાં આવશે.

ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે ઓપરેશન હાથ ધર્યું

ગુરુવારે ઈરાની જહાજને ચાંચિયાઓએ અટકાવ્યું હતું. આ પછી, નેવીને માહિતી મળતાની સાથે જ તાત્કાલિક આઈએનએસ સુમેધાએ શુક્રવારે સવારે જહાજ એફબી અલ કમ્બરને રોક્યું હતું અને તે પછી આઈએનએસ ત્રિશૂલ પણ આ ઓપરેશનમાં જોડાયું હતુ. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર તે ચાંચિયાઓ સામે 100 દિવસથી અભિયાન ચલાવી રહી છે. ભારતીય નૌકાદળનો હેતુ હિંદ મહાસાગરને વધુ સુરક્ષિત વિસ્તાર બનાવવાનો છે.

આ પણ વાંચો – બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના : ભારતીય ક્રૂ મેમ્બર્સની થઇ રહી છે પ્રશંસા, અમેરિકી ગર્વનરે ગણાવ્યા હીરો

સોમાલિયાના દરિયાકિનારે ભારતીય નૌકાદળે કર્યું મોટું ઓપરેશન

લગભગ 7 દિવસ પહેલા ભારતીય નૌસેનાએ સોમાલી તટ પાસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના ભાગરૂપે ભારતીય નૌકાદળ દ્વારા 35 ચાંચિયાઓને પકડીને આઈએનએસ કોલકાતા દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળે દરિયામાં લગભગ 40 કલાકનું ઓપરેશન હાથ ધર્યું હતું અને 23 માર્ચે આઈએનએસ કોલકાતાથી 35 ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ