Indian Navys 40 Hour Rescue Operation : ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં લગભગ 40 કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 35 ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પાડી હતી. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળ દ્વારા 40 કલાકના ઓપરેશન બાદ મોટી સફળતા મળી છે. ત્રણ મહિના પહેલા ડાકુઓ દ્વારા અપહરણ કરાયેલા જહાજને બચાવી લેવામાં આવ્યું છે. આ સિવાય વેપારી જહાજ રુએનના 17 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ચાંચિયાઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એમવી રુએનનું અપહરણ કર્યું હતું. તેઓ આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય જહાજોને હાઇજેક કરવા માટે માલ્ટીઝ-ફ્લેગવાળા બલ્ક કાર્ગો જહાજનો ઉપયોગ કરી રહ્યા હતા. નૌકાદળે જણાવ્યું હતું કે ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને અનેક પ્રતિબંધિત વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. એમવી રુએન જહાજને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવશે.
ભારતીય નૌકાદળે 40 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું
ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે આઈએનએસ કોલકાતાએ ચાંચિયા જહાજની નજીક પોતાની સ્થિતિ બનાવી રાખતા કડક કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ચાંચિયાઓએ આત્મસમર્પણ કરી દીધું હતું અને એમવી રુએન અને તેના ક્રૂને મુક્ત કર્યા હતા. ભારતીય નૌકાદળ દ્વારા ચલાવવામાં આવતા ઓપરેશનમાં આઇએનએસ કોલકાતાને આઇએનએસ સુભદ્રા અને મરીન કમાન્ડો (પ્રહાર્સ)નો પણ સાથ મળ્યો હતો. તેમને
શનિવારે ભારતીય વાયુસેનાના સી-17 વિમાને દ્વારા નીચે ઉતાર્યા હતા. આ ઉપરાંત હાઈ ઓલ્ટીટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ (એચએએલઈ) એરક્રાફ્ટ અને પી8આઈ મેરિટાઈમ રિકોનિસન્સ એરક્રાફ્ટથી પણ નજર રાખવામાં આવી હતી.
આ પણ વાંચો – મહાદેવ એપ કેસ : છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર એફઆઈઆર, આ કલમો હેઠળ નોંધાયો કેસ
ડિસેમ્બરથી ઘટનાઓમાં વધારો
સમુદ્રી ડાકુઓએ નેવીના જહાજ પર ફાયરિંગ કર્યું હતું અને નેવી દ્વારા લોન્ચ કરવામાં આવેલા ડ્રોનને તોડી પાડ્યું હતું. તાજેતરના સમયમાં આ પહેલો કેસ છે જ્યારે ચાંચિયાઓની અટકાયત કરવામાં આવી છે અને તેમને ટ્રાયલ માટે ભારત લાવવામાં આવ્યા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નેવીએ સમુદ્રમાં ચાંચિયાગીરીની ઘણી ઘટનાઓને સફળ થવા દીધી ન હતી અને ઘણા ઇરાની અને પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં લૂંટની ઘટનાઓમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમાં વધારો જોવા મળ્યો છે.





