scorecardresearch

ભારતમાં લોન્ચ થયો 200 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન, માત્ર 12 મિનિટમાં ચાર્જ થશે બેટરી, જાણો ફોનના ફિચર્સ અને કિંમત વિશે

Infinix Zero Ultra phone: ભારતમાં લોન્ચ થયેલા ઈન્ફિનિક્સ ઝીરો અલ્ટ્રા ફોનની સૌથી મોટી ખાસિયત તેનો 200 મેગાપિક્સલનો કેમેરા (200mp Camera) છે, જે ફોટા ક્લિક કરવાનો અદભૂત અનુભવ આપશે, ઉપરાંત ફોનની બેટરી માત્ર 12 મિનિટમાં જ ફુલ ચાર્જ થઇ જશે તેવો કંપનીઓ દાવો કર્યો છે, જાણો આ Infinix Zero Ultraના ફિચર્સ અને કિંમત વિશે…

ભારતમાં લોન્ચ થયો 200 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન, માત્ર 12 મિનિટમાં ચાર્જ થશે બેટરી, જાણો ફોનના ફિચર્સ અને કિંમત વિશે

જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. ભારતમાં 200 મેગાપિક્સલ કેમેરાનું ફિચર ધરાવતો એક અદભૂત સ્માર્ટફોન લોન્ચ થયો છે. Infinix Zero Ultra દેશનો પહેલો ફોન છે જે 180W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ઈન્ફિનિક્સ ઝીરો અલ્ટ્રા ફોનમાં કર્વ્ડ-એજ AMOLED ડિસ્પ્લે, 200-મેગાપિક્સલ કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તો ચાલો જાણીયે આ નવા Infinix ફોનના ફીચર્સ અને કિંમત વિશે…

Infinix Zero Ultra

6.8 ઇંચની AMOLED ડિસ્પ્લે :

Infinix Zero Ultra સ્માર્ટફોનમાં 6.8 ઇંચની AMOLED ડિસ્પ્લે છે. ફોનમાં કર્વ્ડ એજ સાથે સ્ક્રીનની મધ્યમાં પંચ-હોલ છે. Infinixના આ હેન્ડસેટમાં 120 Hz રિફ્રેશ રેટ સાથેની સ્ક્રીન છે જે ફુલ HD+ રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 360Hz છે.

રેમ, સ્ટોરેજ, સોફ્ટવેર અને પ્રોસેસર

Infinix Zero Ultraમાં 6nm બેઝ્ડ મીડિયાટેક ડાયમેન્સિટી 920 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજ વધારી પણ શકાય છે. Infinixના આ ફોનમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ બેઝ્ડ XOS 12 પ્રી-ઇન્સ્ટોલ છે.

200mpનો કેમેરા

Infinix Zero Ultraનું સૌથી મહત્વપૂર્ણ ફિચર્સ છે તેનો કેમેરા. આ ફોનમાં 200-મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરો છે. આ કેમેરા OISને સપોર્ટ કરે છે. ફોનમાં 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને 2-મેગાપિક્સલનું મેક્રો સેન્સર પણ છે. ઝીરો અલ્ટ્રામાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ડ્યુઅલ-એલઇડી ફ્લેશ સાથે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો પણ આપેલો છે.

મુખ્ય ફિચર્સ

Infinix Zero Ultraમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ-સિમ, 5G, Wi-Fi 802.11 ac, બ્લૂટૂથ 5.1, GPS, USB Type-C પોર્ટ અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યા છે.

માત્ર 12 મિનિટમાં ચાર્જ થઇ જશે બેટરી

Infinix Zero Ultraમાં 4500mAhની બેટરી આપેલી છે. આ બેટરી 180W થન્ડર ચાર્જર સાથે આવે છે અને કંપની દાવો કર્યો છે કે, તે 12 મિનિટમાં બેટરીને સંપૂર્ણ ચાર્જ કરશે.

Infinix Zero Ultra ફોનની કિંમત

હવે આપણે આ અદભૂત ફોનની કિંમત વિશે જાણીશું. Infinix Zero Ultra ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા રાખી છે.

વેચાણ ક્યાંરથી શરૂ થશે

ભારતમાં લોન્ચ થયેલા Infinix Zero Ultra સ્માર્ટફોનનું વેચાણ 25 ડિસેમ્બરની મધરાત 12 થી શરૂ થશે. આ ફોન Coslite સિલ્વર અને Genesis Noir કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

Web Title: Infinix zero ultra phone launch in india 200mp camera check features specifications and price

Best of Express