International Men’s Day 2025 Significance : આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દર વર્ષે દુનિયાભરમાં 19 નવેમ્બરે ઉજવાય છે. સમાજ, પરિવાર અને દુનિયામાં પુરુષના અમૂલ્ય યોગદાનને સમ્માનિત કરવા માટે International Men’s Day ઉજવવામાં આવે છે. તેવી રીતે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે, તેવી જ રીતે 19 નવેમ્બરનો દિવસ પુરુષોને સમર્પિત છે. આવી સ્થિતિમાં, ચાલો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનું મહત્વ, ઇતિહાસ અને થીમ વિશે જાણીએ છીએ.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ કેમ ઉજવવામાં આવે છે?
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજ, પરિવાર અને સમુદાયોમાં પુરુષોના અમૂલ્ય યોગદાનને આદર આપવા, તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા, પુરુષો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કરવા અને તેમના અધિકારો અને આદર વિશે જાગૃતિ લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
International Men’s Day History : આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શરૂઆત કેવી રીતે થઈ?
વર્ષ 1923માં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવાની માંગ કરવામાં આવી હતી. જો કે, આ દિવસ પ્રથમ વખત 1999માં ઉજવવામાં આવ્યો હતો. તે વર્ષે, ત્રિનિદાદ અને ટોબેગોની યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇન્ડિઝના ઇતિહાસના પ્રોફેસર ડો.જેરોમ તીલક સિંહે તેમના પિતાને પ્રેરણા તરીકે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું અને લોકોને આ ખાસ અવસર પર પુરુષોના મુદ્દાઓ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા. થોડા વર્ષોમાં, 19 નવેમ્બરની તારીખ ધીમે ધીમે સમગ્ર દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ તરીકે પ્રખ્યાત થઇ.
જો ભારતની વાત કરીયે તો, 19 નવેમ્બર 2007ના રોજ આપણા દેશમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
International Men’s Day Theme 2025 : આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ 2025 ની થીમ શું છે?
દર વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ મેન્સ ડે 2025 માટે આ વર્ષની થીમ Celebrating Men and Boys છે. આ થીમનો હેતુ દરેક ઉંમર અને દરેક ભૂમિકામાં પુરુષોના સમ્માન આપવાનો છે, પછી ભલે તે પિતા હોય, મેન્ટર હોય, શિક્ષક હોય, હેલ્થ વર્કર હોય કે સમાન સાથે જોડાયેલો કોઇ સભ્ય.





