International Tiger Day 2024: દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ એ વિશ્વભરમાં વાઘની ઘટતી જતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરવા અને તેમના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો એક ખાસ પ્રસંગ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે વાઘ માત્ર એક શક્તિશાળી અને સુંદર પ્રાણી જ નથી, પરંતુ તે આપણી ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનું મહત્વ
વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણના સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને વાઘના સંરક્ષણના મુદ્દાઓને ટેકો આપવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ના રૂપમાં મનાવવામાં આવે છે. વાઘની ઘટતી જતી સંખ્યા એ એક ગંભીર પર્યાવરણીય પડકાર છે. શિકાર, ગેરકાયદેસર વેપાર, રહેઠાણની ખોટ અને માનવ પ્રવૃત્તિઓને કારણે વાઘની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આંતરરાષ્ટ્રીય ટાઇગર ડે આ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેને હલ કરવાની તક આપે છે.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઇતિહાસ
પ્રથમ વખત 2010માં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિટમાં વાઘના ઘટાડા વિશે ચિંતા કરવામાં આવી હતી. આ દિવસ વાઘની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો અટકાવવા અને સંરક્ષણ પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મુકાયો હતો. કારણ કે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (ડબ્લ્યુડબ્લ્યુએફ) એ વાઘની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યું છે કે લગભગ 100,000 વાઘ એક સદી પહેલા જંગલમાં ફરતા હતા, જ્યારે વર્તમાન અંદાજ સૂચવે છે કે આજે માત્ર 4,000 બચ્યા છે અને આ સંખ્યા સતત ઘટી રહી છે.
આ પણ વાંચો – કારગિલ વિજય દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો ગૌરવપૂર્ણ વીર ગાથા 10 પોઇન્ટ્સમાં
વાઘને બચાવવા શા માટે જરૂરી છે?
વાઘ વિશ્વના સૌથી મોટા બિલાડીના જીવો છે અને તે ઘણી સંસ્કૃતિઓમાં એક મહત્વપૂર્ણ પ્રતીક છે. તેમને શક્તિ, હિંમત અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. વાઘનું સંરક્ષણ માત્ર તેમની પોતાની પ્રજાતિઓ માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે સમગ્ર ઇકોસિસ્ટમ માટે પણ મહત્વપૂર્ણ છે. વાઘ એક ટોચનો શિકારી છે અને તેમના ઇકોસિસ્ટમ્સમાં અન્ય પ્રજાતિઓની સંખ્યાને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો વાઘ લુપ્ત થઈ જાય છે તો તે સમગ્ર ઇકોસિસ્ટમને ભારે અસર કરશે.