ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધ: ઈઝરાયેલે ગાઝામાં મોટો હવાઈ હુમલો કર્યો, સ્કૂલ હુમલામાં 100થી વધુ પેલેસ્ટાઈનના મોત

Israel and Palestine War, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધ: પેલેસ્ટાઈનની સત્તાવાર સમાચાર એજન્સીએ શનિવારે માહિતી આપી છે કે ઈઝરાયેલે ગાઝામાં એક શાળા પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

Written by Ankit Patel
August 10, 2024 13:26 IST
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધ: ઈઝરાયેલે ગાઝામાં મોટો હવાઈ હુમલો કર્યો, સ્કૂલ હુમલામાં 100થી વધુ પેલેસ્ટાઈનના મોત
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધ - photo - Social media

Israel and Palestine War, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધ: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પેલેસ્ટાઈનની સત્તાવાર સમાચાર એજન્સીએ શનિવારે માહિતી આપી છે કે ઈઝરાયેલે ગાઝામાં એક શાળા પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે.

ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ આ પહેલો હવાઈ હુમલો નથી પરંતુ તે સતત ચાલુ છે. શનિવારના હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયનોના મોતના અહેવાલ છે. પેલેસ્ટાઈનની સ્થાનિક સમાચાર એજન્સીએ રોઈટર્સને જણાવ્યું કે પૂર્વ ગાઝામાં રહેતા વિસ્થાપિત લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

હમાસના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ હુમલો ત્યારે થયો જ્યારે લોકો સવારની નમાજ અદા કરી રહ્યા હતા. આ કારણોસર મોટી સંખ્યામાં લોકો એકસાથે હાજર રહ્યા હતા.

હમાસ દ્વારા સંચાલિત મીડિયા ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, “ઇઝરાયલી હુમલામાં સવારની પ્રાર્થના કરી રહેલા વિસ્થાપિત લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે મૃત્યુની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો.”

આ હુમલા અંગે ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું, “તેણે હમાસના આતંકવાદીઓ અને કમાન્ડરોના છુપાઈના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર હુમલો કર્યો.”

ગાઝામાં છેલ્લા ઘણા દિવસોથી હવાઈ હુમલા થઈ રહ્યા છે

ગાઝામાં તાજેતરના હુમલાની વાત કરીએ તો ઈઝરાયેલે 4 ઓગસ્ટે હુમલો કર્યો હતો. 4 ઓગસ્ટે વિસ્થાપિત લોકો માટે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેતા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 30 લોકોના મોત થયા હતા. આ પહેલા પણ ગાઝામાં હમાસની શાળાઓ પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-  યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓ સુસાન વોજસિકીનું કેન્સરના કારણે અવસાન

જેમાં 17 લોકોના મોત થયા હતા. જ્યારે 1 ઓગસ્ટે હુમલામાં 15 લોકોના મોત થયા હતા. આ તમામ હુમલાઓ અંગે ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે જ્યાં પણ હુમલા કરવામાં આવ્યા હતા તે તમામ જગ્યાઓનો ઉપયોગ હમાસના આતંકવાદીઓના નિયંત્રણ કેન્દ્ર તરીકે કરવામાં આવી રહ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ