UNGA માં નેતન્યાહુએ કહ્યું – કામ ખતમ કરીશું, ઇઝરાયેલ ઝૂકશે નહીં

UNGA માં ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે પશ્ચિમી નેતાઓ દબાણ સામે ઝૂકી ગયા છે. હું તમને એક વાતની ખાતરી આપું છું. ઇઝરાયલ ઝૂકશે નહીં.. જ્યારે તેઓ ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે અનેક દેશોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હોલમાંથી સામૂહિક રીતે બહાર નીકળી ગયા હતા

Updated : September 26, 2025 23:41 IST
UNGA માં નેતન્યાહુએ કહ્યું – કામ ખતમ કરીશું, ઇઝરાયેલ ઝૂકશે નહીં
બેન્જામિન નેતન્યાહૂ - photo- jansatta

Benjamin Netanyahu in UNGA : સંયુક્ત રાષ્ટ્રમાં ટીકાકારો અને વિરોધનો સામનો કરી રહેલા ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે વિશ્વના નેતાઓને કહ્યું હતું કે ઇઝરાયેલે ગાઝામાં હમાસ સામે કામ ખતમ કરવું જ પડશે. તેમણે ગાઝામાં વિનાશક યુદ્ધનો અંત લાવવાનો ઇનકાર કરવા પર વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. તમને જણાવી દઈએ કે યુરોપ સહિત દુનિયાના ઘણા દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે, જેના કારણે ઇઝરાયેલના વડા પ્રધાન નારાજ છે.

એક તરફ ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું આક્રમક સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે પશ્ચિમી નેતાઓ દબાણ સામે ઝૂકી ગયા છે. હું તમને એક વાતની ખાતરી આપું છું. ઇઝરાયલ ઝૂકશે નહીં. ખાસ વાત એ છે કે જ્યારે તેઓ ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે અનેક દેશોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હોલમાંથી સામૂહિક રીતે બહાર નીકળી ગયા હતા.

કયા નિર્ણયને ગણાવ્યો શરમજનક?

નેતન્યાહુએ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાના પશ્ચિમી દેશોના તાજેતરના નિર્ણય પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તમારો આ શરમજનક નિર્ણય દરેક જગ્યાએ યહૂદીઓ અને નિર્દોષ લોકો વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપશે. ઇઝરાયલી નેતાએ બોલવાનું શરૂ કર્યું ત્યારે હોલમાં હળવો શોર સંભળાતો હતો. કેટલાક લોકોએ તાળીઓ પણ પાડી હતી. આ સમય દરમિયાન યુએસ પ્રતિનિધિમંડળ ત્યાં રોકાયા હતા, જેણે હમાસ સામેના અભિયાનમાં નેતન્યાહુને ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો – અમિત શાહે કહ્યું – ભારત-અમેરિકા વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં, એક સપ્તાહમાં સ્પષ્ટ થઇ જશે

બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે યહૂદી વિરોધી ખતમ થવો મુશ્કેલ છે. તે બિલકુલ ખતમ થતો નથી. શુક્રવારનું ભાષણ તેમના માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના સૌથી મોટા મંચ પર પોતાની પ્રતિક્રિયા આપવાની તક હતી. જેમ કે નેતન્યાહુએ ભૂતકાળમાં ઘણી વાર કર્યું છે તેમ તેમણે એક દ્રશ્ય બતાવ્યું હતું જેમાં “ધ કર્સ” (અભિષાપ) શીર્ષકવાળા વિસ્તારનો નકશો હતો.

નેતન્યાહુ અને તેમના સાથીઓ એક ખાસ પિન લગાવીને આવ્યા હતા

તેમણે તેને મોટા માર્કરથી ચિહ્નિત કર્યું હતું. સ્ટેજ પર ચડતી વખતે તેમણે ક્યૂઆર કોડ સાથે એક ખાસ પિન પહેરી હતી. વડા પ્રધાનના પ્રતિનિધિમંડળના સભ્યો, મંત્રીઓ અને તેમની સાથેના લોકોએ પણ આ જ પિન પહેરી હતી. નેતન્યાહુએ આ ક્ષેત્ર પ્રત્યેના તેમના રાજકીય અને લશ્કરી અભિગમમાં તેમના મુખ્ય સાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વારંવાર પ્રશંસા કરી હતી.

બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં થઈ રહેલા ફેરફારોએ નવી તકો ઊભી કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલે સીરિયા સાથે વાતચીત શરૂ કરી છે, જેનો હેતુ દેશની નવી સરકાર સાથે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. પશ્ચિમ એશિયામાં, ઇઝરાયલી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહી છે કે ગાઝાવાસીઓ અને અન્ય લોકો નેતન્યાહુની વાત સાંભળે. સેનાએ ઇઝરાયેલ-ગાઝા સરહદ પર લાઉડસ્પીકર લગાવ્યા હતા જેથી નેતન્યાહુનું ભાષણ સાંભળી શકાય.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ