ઈઝરાયલ લેબનાન પર સતત હુમલો કરી રહ્યું છે. હિઝબુલ્લાહનું નામોનિશાન મિટાવવાની કસમ ખાઈ ચુકેલા ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂના નેતૃત્વમાં ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તાબડતોડ હુમલાઓ કરી રહી છે. આ દરમિયાન ઈઝરાયલના સૈનિક રવિવારે દક્ષિણી લેબનોનના રામ્યા ગામમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા અને આવું કરવાથી રોકવાને લઈ તેમને હિઝબુલ્લાહ સામે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. લેબનોનની ન્યૂઝ એજન્સી એનએનએ એ જણાવ્યું કે, ઈઝરાયલના હવાઈ હુમલામાં કફર તિબ્નિત ગામમાં આવેલ એક મસ્જિદને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દેવામાં આવી છે. આ મામલો લગભગ સવારે 4.35 વાગ્યાની આસપાસનો છે.
ગામના મેયર ફુઆદ યાસીને એએફપીને જણાવ્યું કે, આ એક ખુબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. અહીં ખાસ અવસરો પર લોકો બાજુમાં આવેલા ચોકમાં એકઠા થતા હતા. તેમણે એવુ પણ જણાવ્યું કે આ મસ્જિદ લગભગ 100 વર્ષ જૂની હતી. એએફપીની રિપોર્ટ અનુસાર, લેબનાની રેડ ક્રોસે રવિવારે કહ્યું કે દક્ષિણમાં થયેલા એક હુમલાના સ્થાન પર જતા સમયે તેમના પેરામેડિકલ કર્મચારીઓ પર હુમલો થયો હતો. જેના કારણે તેઓ સામાન્ય રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: ભારતનો બીજો ‘દાઉદ’ બનવાની ફિરાકમાં લોરેન્સ બિશ્નોઈ?
એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલી
રેડ ક્રોસે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, સિરબિનમાં એક ઘરમાં હવાઈ હુમલા બાદ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ટીમ રેસ્ક્યૂ માટે હતાહત લોકોની મદદમાં જોડાયેલી હતી તો ઘર પર ફરીથી હુમલો થયો. જેના કારણે બચાવ ટીમને પણ ઇજા પહોંચી હતી અને બે એમ્બ્યુલન્સને પણ નુક્સાન થયું છે. આ દરમિયાન લેબનાનમાં યૂએનઆઈએફઆઇએલ એ કહ્યું કે, ઈઝરાયલના હુમલાઓ દરમિયાન એક પીસ પીસકીપર પણ ઘાયલ થઇ ગયો છે. શુક્રવારે થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલ સૈનિકની સર્જરી કરવામાં આવી અને હવે તેની સ્થિતિ સ્થિર છે.
ફ્રાંસે ઈઝરાયલના રાજદૂતને બોલાવ્યા
ફ્રાંસે હુમલાઓને લઈ ઈઝરાયલના રાજદૂતને તલબ કર્યા છે. ત્યાં જ ઇટલી અને સ્પેનની સરકારોએ પણ નિવેદન જાહેર કરીને આ હુમલાઓની સખત નિંદા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ ઈઝરાયલને યુનિફિલ બળોને નિશાનો બનાવવાથી બચવા માટે સાવધાની રાખવાની અપીલ કરી છે અને રશિયાએ પણ માંગ કરી છે કે, ઈઝરાયલ પીસપીકર વિરૂદ્ધ પોતાની કાર્યવાહીને રોકી દે. ઈઝરાયલે લેબનોનના 23 દક્ષિણી ગામના લોકોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તેમને અવાલી નદી પાસે જવાનો આગ્રહ કર્યો છે. આઈડીએફ એ દાવો કર્યો છે કે હિઝબુલ્લાહ આ વિસ્તારોનો ઉપીયોગ હથિયાર સંતાડવા અને હુમલાઓ કરવા માટે કરી રહ્યું હતું.





