શું હમાસ ચીફ યાહ્યા સિનવારનું થયું મોત? ઇઝરાયેલ સેનાએ જણાવી સંભાવના

Hamas chief Yahya Sinwar : હમાસના હુમલા પછી યાહ્યા સિનવાર જાહેરમાં જોવા મળ્યો નથી અને ગાઝાની નીચે ટનલના વ્યાપક નેટવર્કમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : October 17, 2024 20:37 IST
શું હમાસ ચીફ યાહ્યા સિનવારનું થયું મોત? ઇઝરાયેલ સેનાએ જણાવી સંભાવના
Hamas chief Yahya Sinwar : ઇઝરાયેલના હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Hamas chief Yahya Sinwar : ઇઝરાયેલના હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઈડીએફે દાવો કર્યો છે કે ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને માર્યા ગયા છે. આઈડીએફે એ આશંકાની તપાસ કરી રહી છે કે આ હુમલામાં માર્યા ગયેલામાં યાહ્યા સિનવાર હતો કે નહીં.

ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તે તપાસ કરી રહ્યા છે કે શું હમાસના નેતા યાહ્યા સિનવાર પણ ગાઝામાં થયેલા હુમલામાં માર્યો ગયો છે. એક નિવેદનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ હજુ સુધી ઓળખાયા નથી.

ટ્વિટર પરની એક પોસ્ટમાં IDFએ જણાવ્યું હતું કે ગાઝામાં IDFની કાર્યવાહી દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. IDF તપાસ કરી રહ્યું છે કે યાહ્યા સિનવાર ત્રણમાંથી એક છે કે કેમ. આ સમયે આતંકવાદીઓની ઓળખ થઈ નથી.

https://x.com/IDF/status/1846897213001056332

આ પણ વાંચો – શું બંને દેશો વચ્ચેના તણાવની અસર કેનેડામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે?

તેમના નિવેદનમાં ઇઝરાયેલી સૈન્યએ નોંધ્યું છે કે આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવેલી ઇમારતમાં બંધકો હાજર હોવાના કોઈ સંકેતો નથી. હમાસના હુમલા પછી યાહ્યા સિનવાર જાહેરમાં જોવા મળ્યો નથી અને ગાઝાની નીચે ટનલના વ્યાપક નેટવર્કમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ