Jalgaon Pushpak train accident, મહરાષ્ટ્ર રેલવે અકસ્માત : મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરી રહેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. જાણકારી પ્રમાણે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. તે જ સમયે કર્ણાટક એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. આ કારણે ઘણા મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાઈ ગયા હતા. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ટ્રેનમાં આગ લાગવાની અફવા પર કેટલાક રેલવે યાત્રીઓ પોતાના ડબ્બામાંથી બહાર આવી ગયા હતા. આ દરમિયાન કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને પુષ્પક એક્સપ્રેસના યાત્રીઓને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ રેલવે અધિકારીઓ અને અન્ય સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ પહેલા સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ચેઈન પુલિંગ બાદ ટ્રેક પર આવેલા મુસાફરોને અન્ય એક ટ્રેને કચડી નાખ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં પુષ્પક એક્સપ્રેસના 12 મુસાફરોના મોત થયા છે અને ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુસાફરોને બીજી દિશામાંથી આવતી કર્ણાટક એક્સપ્રેસે ટક્કર મારી હતી.
આ પણ વાંચો – તુર્કીની હોટલમાં ભીષણ આગ, 66ના મોત, 51 ઇજાગ્રસ્ત
પુષ્પક એક્સપ્રેસના મુસાફરો રેલવે ટ્રેક પર હતા ત્યારે કર્ણાટક એક્સપ્રેસ ટક્કર મારી
નાસિકના ડિવિઝનલ કમિશનર પ્રવીણ ગેદામે જણાવ્યું હતું કે પુષ્પક એક્સપ્રેસના મુસાફરો રેલવે ટ્રેક પર હતા ત્યારે કર્ણાટક એક્સપ્રેસ તેમને ટક્કર મારી હતી. કર્ણાટક એક્સપ્રેસ પુષ્પક એક્સપ્રેસની બાજુ વાળા ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. તેમણે એ પણ માહિતી આપી કે મળતી માહિતી મુજબ 8 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રેલવે વાન અને એમ્બ્યુલન્સ પણ આવી રહી છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.
યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુ:ખ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુષ્પક ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઇજાગ્રસ્તોની સારવારના આદેશ પણ આપ્યા છે.





