ઝારખંડ ચૂંટણી પરિણામઃ હેમંત સોરેને પત્ની કલ્પનાને આપ્યો જીતનો શ્રેય, X પર ફોટો શેર કરીને કહી ખાસ વાત

Jharkhand Election Result: ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ હેમંત સોરેન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. હેમંત સોરેને એક પોસ્ટ દ્વારા તેમણે X પર લખ્યું, "અમારા સ્ટાર પ્રચારકમાં આપનું સ્વાગત છે."

Written by Rakesh Parmar
November 23, 2024 18:47 IST
ઝારખંડ ચૂંટણી પરિણામઃ હેમંત સોરેને પત્ની કલ્પનાને આપ્યો જીતનો શ્રેય, X પર ફોટો શેર કરીને કહી ખાસ વાત
ઝારખંડમાં જેએમએમની મોટી જીત. (તસવીર: HemantSorenJMM/X)

Jharkhand Election Result: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જેએમએમના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધને મોટી જીત હાંસલ કરી છે. ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ હેમંત સોરેન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. હેમંત સોરેને એક પોસ્ટ દ્વારા તેમણે X પર લખ્યું, “અમારા સ્ટાર પ્રચારક આપનું સ્વાગત છે.”

શનિવારે સાંજે મીડિયા સાથે વાત કરતા હેમંત સોરેને કહ્યું, “આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે… હું તમામ સમુદાયના લોકોને અને રાજ્યના તમામ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને બહુમતી સાથે મતદાન કરવા અને આ ચૂંટણીમાં ભાગ લઈને તેને સફળ બનાવવા માટે ધન્યવાદ પાઠવું છું”.

તેમણે વધુમાં કહ્યું, “હું એવા તમામ નેતાઓનો પણ આભાર માનું છું જેઓ મેદાનમાં હતા અને લોકશાહીની સત્તા લોકો સુધી પહોંચાડી હતી… અમે સંપૂર્ણ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં જાહેર થશે… ત્યાર બાદ અમે આગળ નિર્ણય લઈશું… ઈન્ડિયા ગઠબંધન ખૂબ સારું રહ્યું છે, મને ખબર પડી છે કે… તમારા સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું.”

આ પણ વાંચો: મહારાષ્ટ્રની જીત પર PM નરેન્દ્ર મોદીનું પહેલું નિવેદન, કહ્યું- હું લોકોને ખાતરી આપું છું…

ઝારખંડની જીત પર કલ્પના સોરેને શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા કલ્પના સોરેને કહ્યું કે આ સરકાર અબુઆની સરકાર છે, આ સરકાર ઝારખંડના લોકોની સરકાર છે. જનતાએ હેમંત સોરેનમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે રીતે મુખ્યમંત્રી હેમંત સોરેન અગાઉ ઝારખંડની એક પુત્ર અને ભાઈ તરીકે સેવા કરતા હતા તે જ રીતે હવે તેઓ આવનારા સમયમાં વધુ મહેનત કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ